અજબ-ગજબ: પૈસા કમાવવાની પણ એક કળા હોય છે, જે દરેકને આવડતી નથી. લોકો જલ્દી અમીર બનવા અને પૈસા કમાવવા માટે કઇને કઇ કરતા રહે છે. કોઇ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરે છે તો કોઇ પોતાની સારી રીતથી લાખો-કરોડો રૂપિયા કમાય છે પરંતુ તમે શું ક્યારેય સાંભળ્યુ છે કે કોઇ પોતાનો પેશાબ વેચીને લાખો રૂપિયા કમાયુ હોય, આ સત્ય છે.અમેરિકામાં એક યુવતી પોતાનું યૂરિન વેચીને લાખો રૂપિયા કમાય છે.
યૂરિન વેચીને કમાય છે લાખો રૂપિયા
અમેરિકાના ફ્લોરિડામાં રહેતી એક યુવતી પોતાનું યૂરિન વેચીને ઘરે બેઠે લાખો રૂપિયા કમાઇ રહી છે. જ્યારે લોકોને તેના વિશે ખબર પડી ત્યારે લોકો ચોકી ગયા હતા અને જાણવા માંગતા હતા કે તેમાં તો એવુ તો શું ખાસ છે કે લોકો તેને ખરીદવા માટે ઉત્સુક રહે છે.
કોલેજમાં ભણતી એક યુવતીએ 2 વર્ષ પહેલા એક ઓનલાઇન એડ સર્વિસ પર પોતાનું યૂરિન વેચવાની જાહેરાત આપી હતી, જેમાં તેને લખ્યુ હતું, 'હું 3 મહિનાની ગર્ભવતી છું, જે પણ મારી પોઝિટિવ પ્રેગનન્સી ટેસ્ટ અને યૂરિનને પોતાના કોઇ ખાસ કામ માટે ઉપયોગ કરવા માંગે છે તેને હું આપી શકું છું. યૂરિનના એક અથવા બે ટીપા માટે હું 25 ડોલર ચાર્જ કરીશ.'યુવતીની આ ચોકાવનારી જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની પાસે યૂરિન ખરીદનારાઓની લાઇન લાગવા લાગી હતી. યુવતીનું યૂરિન ખરીદનારાઓમાં મોટા ભાગે યુવતીઓ અને મહિલાઓ હતી. આ રીતે યૂરિન વેચીને તે દરરોજ 200 ડોલર એટલે કે આશરે 12,000 રૂપિયા કમાતી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવતીઓ આ યૂરિનથી પ્રેગનન્સી ટેસ્ટ કરાવતી હતી અને પોઝિટિવ પ્રેગનન્સી ટેસ્ટને બતાવીને આવા પુરૂષોને બ્લેકમેઇલ કરવાનું કામ કરતી હતી, જે તેમને લગ્નનું કહીને શારીરિક સબંધ બનાવતા હતા અને પછી લગ્ના કરવાથી ફરી જતા હતા. જોકે યૂરિન વેચનારી આ યુવતીનું કહેવુ હતું કે ખરીદનારા તે યૂરિનનું શું કરે છે, તેના વિશે કઇ ખબર પડી નથી. યુવતીનું કહેવુ છે કે તે આવુ કરીને લાખો રૂપિયા કમાય છે અને આ બધુ એટલા માટે કરે છે જેથી તે પોતાની કોલેજની ફી ભરી શકે.
સ્ટીંગ ઓપરેશનમાં સામે આવી સત્યતા
આ સમાચાર લોકો સામે ત્યારે આવ્યા જ્યારે એક ન્યૂઝ ચેનલે એક સ્ટિંગ ઓપરેશન કર્યુ હતું. એક રિપોર્ટર ગ્રાહક બનીને યુવતી પાસે આવ્યો હતો. આ દરમિયાન તેને પૂછતા યુવતીએ જણાવ્યુ કે તે યૂરિન વેચીને દરરોજ 12,000 રૂપિયા કમાય છે. જોકે સમાચાર સામે આવ્યા બાદ તેને જાહેરાત હટાવી લીધી હતી પરંતુ ત્યાર સુધી સોશિયલ મીડિયા પર આ સમાચાર ફેલાઇ ચુક્યા હતા.
ગુફામાં રહેવાનું પસંદ કરે છે આ ગામના લોકો, 700 વર્ષથી શરૂ છે આ પરંપરા