'સ્વર્ગ' અને 'નર્ક' બંને તરીકે ઓળખાય છે થાઈલેન્ડનું આ ભવ્ય White Temple

એકવાર મંદિરમાં એન્ટ્રી લીધા બાદ ફરી બહાર જવાનો અન્ય કોઈ વિકલ્પ નથી

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 04:02 PM
This white temple represents heaven and hell together

અજબ-ગજબ ડેસ્ક: થાઈલેન્ડમાં એક મંદિર છે, જેને સ્વર્ગ અને નર્ક બંને તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરનું નામ છે Wat Rong Khun. તેને થાઈલેન્ડના White Temple તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરને બનાવવનો આઈડિયા Chalermchai Kositpipatનો હતો. જયારે તેઓ મંદિર બનાવવા માંગતા હતા, તો તેમના દિમાગમાં માત્ર એક જ વસ્તુ હતી કે દુનિયાનું સૌથી સુંદર મંદિર બનાવવું છે, જેને જોઈને માત્ર થાઈલેન્ડના જ નહીં આખી દુનિયામાંથી લોકો આવે.

- આ મંદિરની ખાસ વાત એ છે કે જયારે તમે આ મંદિરની અંદર હોય છો, તો તમને વિશ્વાસ થઇ શકે કે આ ધરતી પર Wat Rong Khunથી સુંદર કોઈ વસ્તુ નથી. આ મંદિરની અંદર જવાનો રસ્તો એટલો ખતરનાક છે કે તમને તે નર્કથી ઓછું નહીં લાગે. મંદિરમાં જવા માટે એક પુલ પરથી પસાર થવું પડે છે, જે એકદમ ડરામણું છે.

- એકવાર મંદિરમાં એન્ટ્રી લીધા બાદ ફરી બહાર જવાનો કોઈ ઓપશન નથી. જો પાછું જવા માટે નીકળો તો પણ ત્યાં ઉભેલા સિક્યોરિટી ગાર્ડ તમારા પર ચીસો પાડી બેસે છે. બુદ્ધિઝમ / બૌદ્ધ ધર્મમાં તેને જ્ઞાન મેળવવાનો એક રસ્તો બતાવાયો છે, જે નર્કથી સ્વર્ગ તરફ જાય છે. એટલે કે કંઈક બનવા માટે પહેલા શીખવું પડશે અને શીખતાં કઠિનાઈઓ પણ આવશે.

- આથી પણ વધુ રસપ્રદ છે મંદિર બનાવનારની કહાણી
Chiang Raiમાં જન્મેલા Chalermchai Kositpipatએ પોતાનું સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન થાઈ 'સ્કુલ ઓફ આર્ટ્સ'થી કર્યું. જયારે તેમણે કામ શરુ કર્યું, તો તેમના આર્ટ પર ઘણી કોન્ટ્રોવર્સી થઇ. માટે તેમણે પોતાની આ કલાને શ્રીલંકા અને લંડનમાં વેચી. જયારે તેઓ કેટલાયે વર્ષ પછી પોતાના હોમટાઉન ગયા તો તેમણે ત્યાં એક મંદિર બનાવવાનું વિચાર્યું. વર્ષ 1997માં આ મંદિરને સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવ્યું હતું.

X
This white temple represents heaven and hell together
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App