મા અને બાળકોને સાથે સૂતા જોઈને સહન ન કરી શક્યા લોકો, મહિલાને પડવા લાગી ગાળો

આખરે ફોટોમાં એવી શું વાત હતી કે લોકોને હજમ ન થઇ?

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 05:03 PM
This picture of a mom sleeping with her kids sparks a huge debate on social media

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

અજબ-ગજબ ડેસ્ક: અમેરિકામાં રહેતી અલોરા બ્રિનક્લી થોડા સમય પહેલા એક તસ્વીરને લઈને લોકોના ગુસ્સાનો શિકાર બની ગઈ હતી. આ ફોટોમાં તે પોતાની બાળકી અને બે વર્ષના દીકરા સાથે નજર આવી રહી હતી. આ તસવીરને તેના પતિ ડેવિડ બ્રિનક્લીએ ખેંચી અને માતૃત્વની સુંદરતા દેખાડવાના હેતુ સાથે સોશિયલ સાઈટ પર પોસ્ટ કરી હતી. ગયા વર્ષે એપ્રિલમાં કરેલી આ પોસ્ટ દ્વારા તે દેખાડવા માંગતો હતો કે બેહદ થાક લાગ્યા બાદ સૂતેલી હાલતમાં પણ મા તેના બાળકોની સારી રીતે દેખભાળ કરે છે. પણ આ ફોટોની અસર તદ્દન ઉંધી પડી હતી, અને લોકોએ મહિલાને અભદ્ર કમેન્ટ્સ કરવાનું શરુ કરી દીધું હતું.

* ફોટો જોઈને કેમ ભડકી ગયા લોકો?
- આપણા દેશમાં માતા-બાળકોને પોતાની સાથે રાખીને જ ઊંઘે છે, પણ વિદેશોમાં બાળકોને સાથે ઉંઘાડવા સારું માનવામાં આવતું નથી. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં કો-સ્લીપિંગને ખોટું અને બાળકો માટે ખતરનાક માનવામાં આવે છે.
- અમેરિકા, કેનેડા, નોર્વે વગેરે દેશોમાં સ્વાસ્થ્ય વિભાગ પેરેન્ટ્સને સલાહ આપે છે કે નાના બાળકોને તમારી સાથે ન સુવડાવો, કારણકે તેનાથી સડન ઇંફેન્ટ ડેથ સિન્ડ્રોમ (SIDS)નો ખતરો વધી જાય છે અને તેનાથી બાળકનું મોત પણ થઇ શકે છે.
- માનવામાં આવે છે કે ઊંઘમાં માતા-પિતાના શરીરના કોઈ અંગ નીચે દબાઈને બાળકનો શ્વાસ પણ રૂંધાઇ શકે છે. આ જ કારણોસર અલોરા અને તેના બાળકોની તસ્વીર જોઈને યુઝર્સ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી રહ્યા હતા
- એક યુઝરે લખ્યું હતું કે - 'એક સારી અને સુંદર તસવીર. મહેરબાની કરીને ઊંઘતા સમયે નાના બાળકોને પથારીથી દૂર રાખો, આ સુરક્ષિત નથી.'


* પછી મહિલાએ ખુલાસો કર્યો
- ફેસબુક પર આ પોસ્ટ હજારો વખત શેર કરવામાં આવી અને હજારો લોકોએ ટિપ્પણી કરી. આ જોઈને મજબૂરીમાં મહિલાએ પણ એક પોસ્ટ મુકવી પડી હતી
- અલોરાએ લખ્યું હતું,'જ્યાં સુધી કો-સ્લીપિંગની વાત છે, તો આ મારા પતિની પોસ્ટનો મુદ્દો ન હતો. આપણે બધા જાગૃત છીએ કે પેરેન્ટ્સ તરીકે આપણે બાળકો સાથે શું ન કરી શકીએ. તેની લિસ્ટ બાળકો સાથે શું કરી શકાય છે તે લીસ્ટથી લાંબી છે.'

આ પણ વાંચો:-
બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ

X
This picture of a mom sleeping with her kids sparks a huge debate on social media
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App