આ શું, જુડવાં બાળકોના પિતા અલગ-અલગ છે, ચોંકાવી દેશે તેની સાથે જોડાયેલું સત્ય

These Twins of vietnamese have same mother but different fathers

divyabhaskar.com

Nov 23, 2018, 12:56 PM IST

અજબ-ગજબ ડેસ્કઃ દુનિયામાં વિચિત્ર કિસ્સાની કોઈ કમી નથી. કોઈને કોઈ એવો મામલો સામે આવી જ જાય છે જેના પર વિશ્વાસ કરવો અશક્ય હોય છે. આજે અમે તમને એક એવો જ કિસ્સો જણાવીશું જેના પર તમને સહેજ પણ વિશ્વાસ નહીં થાય, પરંતુ આ એકદમ સાચું છે. બાળક ભલે એક હોય કે જુડવાં સ્વાભાવિક છે કે, તેના પિતા એક જ હોય, પરંતુ વાત વિચિત્ર ત્યારે બને, જ્યારે જુડવા બાળકોના પિતા પણ અલગ-અલગ હોય છે. ચોંકાવી દેતો આ મામલો વિયેતનામનો છે. જ્યાં આવા જુડવા બાળકોની ઓળખ કરાવાઈ છે જેના પિતા અલગ અલગ છે.

ડીએનએ ટેસ્ટ દ્વારા થઈ ઓળખ

ચોંકાવી દેતા આ મામલાને લઈને પિતાઓની ઓળખ ડીએનએ પરીક્ષણ દ્વારા કરવામાં આવી. જ્યાં પ્રોફેસરે ડીએનએ પરીક્ષણથી આ વાતની પૃષ્ટિ કરી અને એ વાતનો દાવો કર્યો કે બાળકના પિતા અલગ અલગ છે. બે અલગ

અલગ પિતાના એક જ જુડવાં બાળકોનો મામલો સહેજ પણ સામાન્ય છે. આ સ્થિતિ ત્યારે આવે છે જ્યારે એક માએ બે અંડાણુ અંડોત્સર્ગના સમયગાળામાં એકથી સાત દિવસની અંદર બે અલગ પુરુષોના શુક્રાણુથી ફળદ્રુપ થયું હોય.

એકના વાળ જાડા-વાંકડીયા, જ્યારે બીજાના વાળ પાતળા-સીધા


ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં 2011માં માત્ર સાત એવા મામલા જોવા મળ્યા હતા અને વિયેતનામમાં આ આવો પહેલો મામલો હતો. ઓનલાઈન અખબાર 'દાન ત્રી' પ્રમાણે ઉત્તરી હોઆ બિન્હ પ્રાંતના 34 વર્ષીય એક વ્યક્તિએ જુડવાં બાળકના ચહેરા ના મળવાના કારણે પોતાના પરિવારના દબાણમાં ડીએનએ પરીક્ષણ કરાવ્યું હતું. એક બાળકના વાળ જાડા અને વાંકડીયા છે, જ્યારે બીજાના વાળ પાતળા અને સીધા છે. હોસ્પિટલે કોઈ પણ પ્રકારની ગડબડ થવાથી સ્પષ્ટપણને ના પાડી દીધી છે. કારણ કે માના ડીએનએ પરીક્ષણમાં એ વાત સામે આવી છે કે બન્ને બાળકોની મા છે. ઉલ્લેખનીય છે કે, જુડવાં બાળકોની ઉંમર હવે 2 વર્ષની થઈ ગઈ છે.

આ પણ વાંચો - ટી-10 લીગમાં અફઘાનિસ્તાનના શહઝાદે 16 બોલમાં 74 રન બનાવ્યા, દરેક બોલ પર 4 રનથી વધારેની એવરેજ

X
These Twins of vietnamese have same mother but different fathers
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી