Divya Bhaskar

Home » Ajab-Gajab » Interesting » These are the top five most expensive marriages

400 કરોડમાં થયાં'તા સૌથી મોંઘા આ લગ્ન, શું નીતા અંબાણી તોડશે આ રિકોર્ડ?

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 11:21 AM

આ 5 છે વિશ્વના સૌથી મોંઘા લગ્ન, મેરેજ સેરેમનીમાં ખર્ચ થયાં કરોડો રૂપિયા

  • These are the top five most expensive marriages
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    અજબ ગજબ ડેસ્કઃ હાલમાં જ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીની ડાયમંડ કિંગ રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે પ્રિ-એન્ગેજમેન્ટ સેરેમની થઈ હતી. મુકેશ અંબાણી અને નીતા અંબાણી દેશના સૌથી અમીર પરિવારમાંથી એક છે. તેમણે દીકરા આકાશની પ્રિ-એન્ગેજમેન્ટ સેરેમની પણ ક્લોઝ મિત્રો સાથે ગોવામાં શાનદાર સેલિબ્રેશન સાથે કરી હતી. ત્યારે જોવાનું એ રહેશે કે હવે આકાશ અને શ્લોકાના લગ્નમાં કેવી ધામધૂમ જોવા મળશે. નીતા અંબાણી પોતાના દીકરાના લગ્નમાં દિલ ખોલીને રૂપિયા ખર્ચ કરે તેવી સંભાવના પણ છે. જોકે, આ પહેલાં પણ વનિશા મિત્તલથી લઇને પ્રિન્સેસ ડાયના સુધી વિશ્વના ઘણાં એવા લગ્ન થયાં છે જેમાં 200 થી 400 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોય. તો જોવાનું એ રહેશે કે શું આ રેકોર્ડને અંબાણી પરિવાર તોડી શકશે કે નહીં....

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વિશ્વના સૌથી મોંઘા 5 લગ્ન વિશે.....

  • These are the top five most expensive marriages
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    1. પ્રિન્સેસ ડાયના અને પ્રિન્સ ચાર્લ્સઃ-

     

    પિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાને કોણ નથી જાણતું. બ્રિટેનના રાજઘરાનાના વારિસ પ્રિન્સ ચાર્લ્સનાં 1981માં પ્રિન્સેસ ડાયના સાથે લગ્ન થયાં હતાં. આ લગ્ન 20મ સદીના સૌથી મોંઘા અને શાનદાર હતાં. માટે તે સમયે આ લગ્ન આખા વિશ્વમાં સૌથી વધારે ચર્ચામાં રહ્યાં હતાં. આ લગ્નને કરોડો લોકોએ પોતાના ટીવી ઉપર લાઇવ જોયાં હતાં. તે સમયે આ લગ્ન ઉપર $48 મિલિયન ખર્ચ થયાં હતાં, જે આજના સમયમાં $70 મિલિયન ડોલર એટલે કે 455 કરોડ બરાબર છે.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • These are the top five most expensive marriages
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    2. વનિસા મિત્તલ અને અમિત ભાટિયા

     

    દુનિયાના સૌથી જાણીતા સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલની દીકરી વનિસા મિત્તલ છે. લક્ષ્મી મિત્તલ જે દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક છે. વનિસા મિત્તલ અને અમિત ભાટિયા બેન્કર છે, તેમના લગ્ન 2004માં થયાં હતાં અને તેમાં કુલ $66 મિલિયન ખર્ચ થયો હતો. જે આજે 429 કરોડ રૂપિયા બરાબર છે.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • These are the top five most expensive marriages
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    3. પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનઃ-

     

    પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન પણ બ્રિટનના શાહી પરિવારમાંથી છે. આ લગ્ન પણ ઇતિહાસના પન્નામાં નોંધાયેલાં છે. 2011માં થયેલાં આ લગ્ન પણ વિશ્વચર્ચામાં આવ્યાં હતાં. આ લગ્નને 'વેડિંગ ઓફ ધ સેન્ચુરી'નો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ શાહી લગ્નમાં $34 મિલિયન ખર્ચ થયાં હતાં.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • These are the top five most expensive marriages
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    4. વેન રૂની અને કોલીન મેકલાફલિન

     

    ફુટબોલર વેન રૂની અને કોલીનના લગ્ન પણ દુનિયાના સૌથી મોંઘા લગ્નમાંથી એક છે. તેમના લગ્નની તસવીર ખરીદવા માટે એક ફેમસ મેગઝિને $4.2 મિલિયનની ઓફર પણ આપી હતી. માત્ર એટલું જ નહીં રૂનીએ પોતાના લગ્નમાં 5 પ્રાઇવેટ પ્લેન હાયર કર્યાં હતાં જે તેના 64 સંબંધીઓને લગ્નના વેન્યૂ સુધી પહોંચાડવા માટે હતાં. આ લગ્નમાં કુલ ખર્ચ $8 મિલિયન ડોલર ઉલ્લેખવામાં આવે છે. આજના સમયમાં તે 52 કરોડ રૂપિયા બરાબર છે.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • These are the top five most expensive marriages

    5. ચેલસી ક્લિંટન અને માર્ક મેજવિંસ્કી-

     

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન અને હિલેરી ક્લિંટનની દીકરી ચેલસીના લગ્ન એક શાનદાર જશ્ન જેવાં જ હતાં. 2010માં ચેલસી ક્લિંટનના લગ્ન થયાં હતાં. આ લગ્નમાં $5 મિલિયનનો ખર્ચ આવ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

Trending