અજબ ગજબ ડેસ્કઃ દુનિયામાં અનેક પ્રકારના અંધવિશ્વાસ પ્રચલિત છે. દરેક સમુદાયના પોતાના થોડાં નિયમ છે જેનું પાલન તેઓ પીઢીઓથી કરતાં આવી રહ્યા છે. પંરપરા જ એકમાત્ર એવી વસ્તુ છે જે દરેક સમુદાયને બીજાથી અલગ બનાવે છે પરંતુ દુઃખની વાત તો એ છે કે મોટાભાગે રીતિ-રિવાજોના નામે મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. આફ્રિકાના ઘાનામાં પણ 6 એવા ગામ છે જેને ચુડેલોનું ગામ કહેવામાં આવે છે. આ ગામમાં એવી મહિલાઓ રહે છે જેને ડાયન કે ચુડેલ કહીને સમાજથી બહિસ્કૃત કરી દેવામાં આવી છે.
વાંચોઃ- ટોક્યોની આ રેસ્ટોરાંમાં મૃત્યુ પામતાં પહેલાં લોકો વેચે છે પોતાનું શરીર, ભયાનક હોય છે દ્રશ્ય
સ્ત્રીઓને આખરે ચુડેલ કેમ કહેવામાં આવે છે?
- આ મહિલાઓને ચુડેલ કે ડાયન ઘોષિત કરવા પાછળનું કારણ ખૂબ જ અજીબ છે. જ્યારે ગામમાં કોઇ વ્યક્તિનું મૃત્યુ સાપ કરડવાથી કે ડૂબવાથી થાય છે ત્યારે તે વ્યક્તિ સાથે સંબંધિત મહિલાઓને ચુડેલ કહીને તે ગામમાંથી બહાર કરવામાં આવે છે. આ ઘટના એક કે બે મહિલાઓ સાથે નહીં પરંતુ આ કિસ્સામાં અનેક મહિલાઓને સજા મળી ચૂકી છે.
- આ મહિલાઓ પોતાનું એક સમાજ બનાવીને તેમાં રહેવા માટે મજબૂર થઇ ચૂકી છે. આ મહિલાઓને અપવાદ કહીને તેમને શારીરિક અને માનસિક રૂપે હેરાન કરવામાં આવે છે. ક્યારેક તેમને જીવતી બાળી નાખવામાં પણ આવે છે.
- આ દરેક યાતનાઓથી પોતાને બચાવવા માટે અહીંની સ્ત્રીઓ પોતાનું ઘર છોડીને કોઇ અન્ય સાથે રહેવા જતી રહે છે. નોંધનીય છે કે ઘાનામાં આ પ્રકારના કુલ 6 ગામ છે, જેમાં ગાંબાગા અને ગુશીગૂ મુખ્ય છે.
- ચુડેલના ગામમાં રહેનારી આ મહિલાઓ પોતાની ઓળખ ગુમાવી ચૂકી છે. સૌથી કષ્ટદાયી વાત તો એ છે કે લગભગ એક અફવાહના કારણે તેમના ઘરના લોકો તેમની સાથે સંબંધ તોડી નાખે છે.
- ઘાનાના આ 6 ગામમાં રહેતી મહિલાઓની સંખ્યા લગભગ 1500ની આસપાસ છે. 21મી સદીમાં પણ જો આ ઘટનાઓને સાચી માનીને કોઇ સ્ત્રી સાથે આવો ખરાબ વ્યવહાર કરવામાં આવે તો આ ખૂબ જ દુઃખદ બાબત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.