કોબ્રા સાપ જેટલું જ ખતરનાક વૃક્ષ, સ્પર્શ માત્રથી દાઝે છે ચામડી ને આંધળો બની શકે છે વ્યક્તિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ પ્રકૃતિમાં દરેક વૃક્ષ-છોડનું અલગ મહત્વ હોય છે. પરંતુ થોડાં એવા વૃક્ષ પણ છે જે સુંદર દેખાતા હોય છે પણ ખરેખર તે ખૂબ જ ખતરનાક પણ હોય છે. જાયન્ટ હોગવીડ એક એવો જ છોડ છે, જેની તુલના કોબ્રા સાપ સાથે થાય છે. જે રીતે કોબ્રાનું ઝેર મનુષ્યની ચામડીને બાળી નાખે છે ઠીક તેવી જ રીતે જાયંટ હોગવીડનો સ્પર્શ કરવા માત્રથી સ્કિન પર ફુલ્લીઓ પડી શકે છે અને તે ખરાબ રીતે દાઝી પણ જવાય છે. આ કારણે હોગવીડને કિલર ટ્રી પણ કહેવામાં આવે છે. આ વૃક્ષનું સાઇન્ટિફિક નામ હેરાક્લિયમ મેંટાગેઝિએનમ છે. 

 

વાંચોઃ- 13 વર્ષની ઉંમરે બની ગયો સૌથી નાની ઉંમરનો પિતા, 15 વર્ષની ગર્લફ્રેન્ડે આપ્યો દીકરીને જન્મ

 

અનેક દેશોમાં મળી આવે છે આ છોડઃ-

 

હોગવીડ છોડ ન્યૂયોર્ક, પેંનસેલ્વેનિયા, ઓહિયો, મેરીલેન્ડ, વોશિંગટન, મિશિગન અને હેમ્પશાયરમાં મળી આવે છે. આ વૃક્ષનો સ્પર્શ કરવાથી 48 કલાકની અંદર તેની ખતરનાક અસર થવા લાગે છે. જો વ્યક્તિ તડકામાં બહાર નીકળે અને ફુલ્લીઓ પડી જાય તો તેમાં પરૂ થઇ જાય છે. તેને ઠીક થવામાં મહિનાઓથી લઇને છ વર્ષ સુધીનો સમય લાગી જાય છે. અનેકવાર તો તે જાનલેવા પણ સાબિત થાય છે. આ વૃક્ષનો સ્પર્શ કરવાથી આંખનું તેજ પણ જતું રહે છે. આ વૃક્ષથી શરીરને થતાં નુકસાનની ભરપાઈ માટે કોઇ સટીક દવા બની નથી.

 

આખરે આવું કેમ થાય છેઃ-

 

- જોકે, આ છોડમાં સેન્સટાઇઝિંગ કેમિકલ કમ્પાઉન્ડ ફૂરાનોકૌમારિન (Furanocoumarin) મોજૂદ હોય છે. જે સ્કિનને નુકસાન પહોંચાડે છે. તેનાથી phytophotodermatitis નામનું રિએક્શન થાય છે જે તમારી સ્કિનમાં ડીએનએને પણ પ્રભાવિત કરી દે છે. આ કારણે આ વૃક્ષને સાપના ઝેર જેવું ખતરનાક માનવામાં આવે છે.

 

અનેક દેશોમાં તેને લઇને ચેતવણીઃ-

 

- ન્યૂયોર્કના પર્યાવરણ વિભાગના નાજા ક્રૂસે જણાવ્યું કે આ છોડ મૂળ સ્વરૂપથી યૂરેશિયામાં મળી આવે છે. મોટાભાગે તેના મોટા અને સફેદ ફૂલ જોઇને લોકો તેનો સ્પર્શ કરવાની કોશિશ કરે છે અને તેનો શિકાર બની જાય છે. તે ગાજર ઘાસની એક પ્રજાતિ જેવું છે. ક્રૂસે આગળ જણાવ્યું કે જો તમને આ પ્રકારનું કોઇ વૃક્ષ જોવા મળે તો સાવધાન થઇ જાવ, તેનાથી દૂર રહો. આ વૃક્ષ 3 થી 5 વર્ષ સુધી નાનો જ રહે છે અને ફરી અચાનક એટલું ઝડપથી વધે છે કે તે 14 ફૂટ સુધી પહોંચી જાય છે. તેના સફેદ ફૂલ ગરમીના દિવસોમાં બહાર આવે છે જે ખૂબ જ ઝેરીલા હોય છે.