બીમાર વૃદ્ધ પિતાને રોજ નોકરના ભરોસે છોડીને જતી દીકરી, એક દિવસ શરીર પર દેખાયા અજીબ નિશાન, પછી બદલાવા લાગ્યું વર્તન

The sick elderly father left the servants trust everyday One day strange sign on the body

divyabhaskar.com

Sep 10, 2018, 11:06 AM IST

અજબ-ગજબ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં વૃદ્ધ પિતાને દરરોજ ઘરે છોડીને ઓફિસ જતી મહિલાનો એવી હકીકતનો સામનો થયો, જેણે તેની કલ્પના પણ ન્હોતી કરી. પિતા બીમાર રહેવાના કારણે તેમની દેખરેખ માટે દીકરીએ એક નોકર રાખ્યો હતો. એક દિવસ દીકરીના પિતાના શરીર પર અજીબોગરીબ નિશાન જોવા મળ્યો, તો તેને શંકા ગઈ. પછી પિતાના બદલાયેલા વર્તનને જોતા તેણે ઘરમાં કેમેરા લગાવવા મજબૂર કરી દીધી. ત્યારે મહિલાને પિતાના ચપ્પલ વડે ફટકારવાની ખબર પડી અને નોકરની હકીકત સામે આવી.

બદલાવા લાગ્યો વૃદ્ધનો સ્વભાવ

- મામલો સિડનીના સીફોર્થનો છે, જ્યાં આએદા સેલિન ડાએમેશિયાથી પીડિત તેના 82 વર્ષના પિતા સાથે રહે છે. ઓફિસ દરમિયાન તેણે પિતાની દેખરેખ માટે એક નોકર રાખ્યો હતો.
- ઘણા મહિના બાદ આએદાના પિતાના શરીર પર ઘાના નિશાન જોવા મળ્યા. તેણે જ્યારે આ વિશે નોકરને પૂછ્યું તો તેણે પિતા પડી ગયા હોવાની વાત જણાવી.
- પણ જોત જોતામાં તેની સ્થિતિ દરરોજ બગડવા લાગી. તેણે કોઈને અડવા ના દેવા તથા ખાવાપીવાનું પણ છોડી દીધું. પિતાના બદલાયેલા વ્યવહારને લઈને દીકરીને શંકા વધી ગઈ.

રૂમમાં લગાવડાવ્યો કેમેરો

- આએદાએ પિતાના રૂમમાં સીસીટીવી કેમેરો લગાવ્યો અને પછી કેમેરામાં જે કંઈ પણ કેદ થયું એ ધ્રુજાવી દેનારું હતું.
- ફૂટેજમાં નોકર તેને જૂતા-ચપ્પલ વડે ફટકારતો, ધક્કો મારતો અને બેડ પરથી ઘસડતો દેખાયો. આ જોયા બાદ આએદાને ખબર પડી કે તેની પીઠ પાછળ આખરે શું થઈ રહ્યું છે.
- મહિલાએ આ ફૂટેજ જાહેર કરી દીધા, જેથી લોકોને આ કેયરટેકરની હકીકતની ખબર પડી શકે. તેણે જણાવ્યું કે, તેણે શરૂઆતથી અત્યાર સુધી બધાને અંધારામાં રાખ્યા.
- આએદા પ્રમાણે, મારા પિતાના ભીના કપડા પણ કલાકો સુધી બદલતી નહોતી. ત્યારબાદ ઈજાના નિશાને મારી શંકાને વિશ્વાસમાં બદલી નાખી અને મેં આ પગલું ભર્યું.

પોલીસે કહ્યું- બહુ ડિસ્ટર્બિંગ ફૂટેજ

- પોલીસમાં ડિટેક્ટિવ એક્ટિંગ ઈન્સ્પેક્ટર ગુઈ મૈગીએ જણાવ્યું કે, વૃદ્ધના રૂમના કેમેરાથી મળેલા ફૂટજ બહુ ડિસ્ટર્બિંગ હતા. હું આ વાતની કલ્પના પણ ન કરી શકું કે, પરિવારે આનો સામનો કેવી રીતે કર્યો.
- તેમણે જણાવ્યું કે, વૃદ્ધની દેખરેખ માટે રાખવામાં આવેલા 35 વર્ષીય પ્રકાશ પયુદ્યાલની ધરપકડ કરવામાં આવી છે. તેને પર બે અલગ અલગ ચાર્જ લગાવાયા છે.

આ પણ વાંચો - દેશમાં ક્યાંક આગજની તો ક્યાંક તોડફોડ, તસવીરોમાં જુઓ ભારત બંધની હાલત

X
The sick elderly father left the servants trust everyday One day strange sign on the body
The sick elderly father left the servants trust everyday One day strange sign on the body
The sick elderly father left the servants trust everyday One day strange sign on the body
The sick elderly father left the servants trust everyday One day strange sign on the body
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી