તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકાની એક એવી હોટલનો રૂમ, જ્યાં દરેકને રોકાવવાની મંજૂરી નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ ક્યાંય પણ રજાઓ માણવા માટે જરૂર હોય છે હોટલની. તેમાંથી કેટલીક જૂની હોય છે, કેટલીક નવી. કોઈ હોટલના પોતાના સીક્રેટ્સ પણ હોય છે. તેમાંથી એક છે અમેરિકાની El Cortez Hotel. લાસ વેગાસમાં આવેલી આ હોટલનું રહસ્ય અમે તમને આજે જણાવી રહ્યા છીએ.

 

કેસીનો માલિક Jackie Gaughanનું પેન્ટહાઉસ


આ હોટલ ક્યારેક અમેરિકાના ફેમસ કેસીનો માલિક Jackie Gaughanનું પેન્ટહાઉસ હતું. તેના મોત બાદ તેને હોટલ અને કેસીનોમાં તબ્દિલ કરી દેવામાં આવ્યું, જેનો 2700 ચોરસ ફૂટ એરિયા તેમની યાદમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે. આ હોટલની ખાસિયત છે, પરંતુ તેઓ ક્યારેય તેની જાહેરાત કરતા નથી. ના તેને ભાડે આપતી વસ્તુમાં સામેલ કરવામાં આવી છે. આ સુઈટને તેઓ એવા કસ્ટમરને જ આપે છે, જે તેમના વિશે જાણતા હોય અથવા ત્યાં રોકાવવાની રિક્વેસ્ટ કરે છે. 

 

બાથરૂમમાં ગોલ્ડ કલરના માર્બલનું બાથટબ 


તેના બાથરૂમમાં ગોલ્ડ કલરના માર્બલનું બાથટબ છે, જેમાં હંસ આકારના નળ લાગેલા છે. તેમાં બે લિવિંગ રૂમ છે, મોટું એવું કિચન અને રેટ્રો વેટ બાર છે. તેના બેડરૂમમાં ઓવર સાઈઝ્ડ તકીયા છે. તેને llie Goulding ના મ્યૂઝિક વીડિયોમાં ઉપયોગમાં લેવાયા હતા. હોટલ આ સીક્રેટ સુઈટ્સ વિશે વધારે વાત નથી કરતા. તેનો તેઓ ખાસ કસ્ટમર અને ક્યારેક-ક્યારેક પ્રચાર કરવા માટે જ ઉપયોગ કરે છે.

 

આ પણ વાંચો - પરંપરાના નામે જાનવરો સાથે ક્રૂરતા, એક સાથે કાપી નાખી 180 વ્હેલ માછલીઓ, લાલ થઈ ગયું દરિયાનું પાણી

અન્ય સમાચારો પણ છે...