જન્મથી જ પરેશાન રહેતી બાળકી, રડવું અને ગુસ્સો કરવો બની ગઈ'તી આદત, 40 વર્ષ બાદ પેરેન્ટ્સને ખબર પડી દીકરીની ચોંકાવી દેતી હકીકત

The girl was worried after birth cry and anger became habit
The girl was worried after birth cry and anger became habit
The girl was worried after birth cry and anger became habit
The girl was worried after birth cry and anger became habit

divyabhaskar.com

Sep 10, 2018, 01:00 PM IST

(આ કહાણી સોશિયલ વાયરલ સીરીઝ હેઠળ છે. દુનિયાભરમાં સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઈ છે, જેને તમારે જાણવી જોઈએ.)

અજબ-ગજબ ડેસ્કઃ અમેરિકામાં રહેતા એક પરિવાર એ સમયે હેરાન રહી ગયો હતો, જ્યારે તેમને એ ખબર પડી કે છેલ્લા 39 વર્ષથી તે જે છોકરીને પોતાની દીકરી માની રહ્યા છે તે તેની દીકરી છે જ નહીં. તેની રિયલ દીકરી તો પેદા થયા બાદ જ હોસ્પિટલમાં એક અન્ય મહિલાની દીકરી સાથે બદલાઈ ગઈ હતી. ત્યારે આ પરિવાર માલ્દોવામાં રહેતો હતો. જોકે, હકીકતની જાણ થયા બાદ પણ આ ફેમિલીનો વ્યવહાર તેની જૂની દીકરીને લઈને બદલાયો નહોતો અને તેને એક નવી દીકરી વધારે મળી ગઈ.

સતત રડતી રહેતી હતી બાળકી


- આ સ્ટોરી અમેરિકાના નોર્થ કેરોલિના સ્ટેટમાં રહેતા નિકોલ લશ્તૂર અને તેની વાઈફ વેરા લશ્તૂરની છે. જે મૂળ રૂપે સોવિયત રિપબ્લિક માલ્દોવાની રહેવાસી છે. 40 વર્ષ પહેલા માર્ચ 1978માં આ પરિવારના ઘરે એક બાળકીનો જન્મ થયો હતો. જેનું નામ તેણે તાત્યાના રાખ્યું હતું.
- દીકરીના જન્મ બાદ આ પરિવાર ઘણો ખુશ હતો, પરંતુ થોડાક જ દિવસોમાં તેની ખુશી પરેશાનીમાં બદલાઈ ગઈ. જોકે, બાળકી સરખી રીતે ખાતીપીતી નહોતી અને નોનસ્ટોપ રડતી રહેતી હતી. વેરા જ્યારે પણ તેને કંઈક ખવડાવવા પીવડાવવાનો પ્રયાસ કરતી તો ખાવાનું ફેંકી દેવા લાગતી હતી.
- તાત્યાનાની માતાને લાગતુ હતું કે, ઉંમર વધવાની સાથે બધુ સરખુ થઈ જશે, પરંતુ એવું ના થયું. તે જેમ જેમ મોટી થઈ રહી હતી, વધારે મૂડી અને ગુસ્સાવાળી થતી જઈ રહી હતી. ધીમે ધીમે તેને કન્ટ્રોલ કરવો પણ મુશ્કેલ થતો જઈ રહ્યો હતો.
- વેરાના પરિવારજનો અને તેના પાડોશી કાયમ તાત્યાનાને લઈને ગોસીપ કરતા હતા. તેમનું માનવું હતું કે, વેરા અને નિકોલે, તાત્યાનાના અસલી માતાપિતા નથી અને તેની સાચી દીકરી હોસ્પિટલમાં તાત્યાના સાથે બદલાઈ ગઈ હતી. જોકે, આ વાત વેરા અને નિકોલે પણ સાંભળી રાખી હતી પરંતુ તેમણે ક્યારેય તેના પર ભરોસો કર્યો નહોતો.

આવી રીતે ખબર પડી હકીકતની


- 1999માં લશ્તૂર ફેમિલી અમેરિકા શિફ્ટ થવાની હતી. લગભગ એ જ દરમિયાન તેને એક કોઈ એવું મળી ગયું જેની વાત સાંભળીને તેને પણ દીકરીને લઈને ચાલી રહેલી વાતો પર વિશ્વાસ થઈ ગયો. લશ્તૂર ફેમિલીના પુત્ર એનાતોલી પ્રમાણે તેને એક પાડોશી પાસેથી આ વિશે ખબર પડી.
- અમારી એક પાડોશી એ મહિલાને જાણતી હતી, જે તાત્યાનાને જન્મ આપવાના દિવસે હોસ્પિટલમાં હાજર હતી અને તે પણ એ દિવસે એક દીકરીની મા બની હતી. એ પાડોશીનું માનવું હતું કે, તાત્યાની એ મહિલાની દીકરી સાથે બદલાઈ ગઈ હતી.
- લશ્તૂર પરિવારે આ પાડોશીની બન્ને છોકરીઓને મોટી થતી જોઈ હતી. તેના પ્રમાણે, બન્નેનો જન્મ એક જ દિવસ અને એક જ હોસ્પિટલમાં થયો હતો. બન્નેની આદતો પણ એકદમ એક જેવી જ હતી અને બન્ને એક જેવી સમસ્યાનો સામનો કરી રહી હતી.
- એ પાડોશીની વાત સાંભળ્યા બાદ વેરા અને નિકોને શોક્ડ રહી ગઈ. ત્યારબાદ તેની વાતોની હકીકત ચેક કરવા માટે તેણે એ પરિવારને શોધવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ કંઈ ખબર ના પડી. જોકે, તેને આ ફેમિલીના મેમ્બર્સનું નામ જરૂર ખબર પડી ગઈ હતી.

39 વર્ષ બાદ મળી છૂટી પડેલી દીકરી


- ઓગસ્ટ 2017માં તાત્યાના અને તેની બહેન વિક્ટોરિયાએ સોશિયલ મીડિયા દ્વારા એ છોકરી વેલેન્ટિના સુમનને શોધી કાઢી. ઓનલાઈન દોસ્તી થયા બાદ તાત્યાના અને વેલેન્ટિનાએ એકબીજાની તસવીર પણ એક્સચેન્જ કરી દીધી. તેની તસવીર જોઈ તાત્યાના શોક્ડ રહી ગઈ, કારણ કે તે એકદમ તેના પેરેન્ટ્સ જેવી દેખાતી હતી.
- એનાતોલી પ્રમાણે, એક દિવસ મારી માએ મને પાસે બોલાવી અને એક તસવીર બતાવતા એક બાળકીને ઓળખવા માટે કહ્યું. એ તસવીરને જોઈ મેં તરત મારી નાની બહેન વિક્ટોરિયાનું નામ લીધું, પરંતુ એ તસવીર મારી છૂટી પડેલી બહેન વેલેન્ટિનાની હતી. જે તેણે મારી માને મોકલી હતી.
- ઓક્ટોબર 2017માં બન્ને છોકરીઓના પરિવારને એક રશિયન ટીવી શોમાં તેની સ્ટોરી શેર કરવા માટે બોલાવ્યા હતા. આ પહેલા બન્ને છોકરીઓ અને તેના પિતાનો ડીએનએ ટેસ્ટ પણ કરાવાયો, જેથી હકીકત સામે આવી શકે.

અહીંયા થઈ હતી ગડબડ


- DNA રિપોર્ટ આવ્યા બાદ આ વાત ક્લિયર થઈ ગઈ કે, વેલેન્ટિના લશ્તૂર પરિવારની જ દીકરી છે. જે લગભગ 40 વર્ષ પહેલા હોસ્પિટલમાં બદલાઈ ગઈ હતી. 27 માર્ચ 1978ના રોજ જ્યારે બન્ને છોકરીઓ પેદા થઈ હતી, ત્યારે તેની માતાઓ એક જ રૂમમાં હતી. આ દરમિયાન જ્યારે બન્નેને નવડાવવા માટે લઈ જવામાં આવી તો ભૂલથી એક્સચેન્જ થઈ ગઈ. ત્યારે આ વાતને કોઈએ પણ નોટિસ ના કરી.
- બન્નેમાંથી કોઈ પણ પરિવારે આ મામલે હોસ્પિટલ પર કેસ કરવાનો ઈનકાર કરી દીધો. આ હકીકતની ખબર પડ્યા પછી પણ તાત્યાનાનો સંબંધ તેના પરિવાર સાથે ના બદલાયો. ત્યારે વેલેન્ટિના ઝડપથી પરિવારનો જરૂરી ભાગ બની ગઈ.

આ પણ વાંચો - 16 વર્ષની છોકરીને 100 પુરુષો સાથે સૂવા કરવામાં આવી હતી મજબૂર

X
The girl was worried after birth cry and anger became habit
The girl was worried after birth cry and anger became habit
The girl was worried after birth cry and anger became habit
The girl was worried after birth cry and anger became habit
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી