આ વિશાળકાય મગરને યુવતી માને છે ફ્રેન્ડ, નાક પર રાખી દીધી તેની રિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ અમેરિકાના ટેક્સાસમાં એક છોકરી 13 ફૂટના ભારે-ભરખમ મગરને તેનો બેસ્ટ ફ્રેન્ડ જણાવે છે. તાજેતરમાં તેને જ્યારે યુનિવર્સિટીથી ડિગ્રી મળી તો તેની ખુશી રોકી ના શકી અને મગર પાસે પહોંચી ગઈ. મકેનજી નોલેન્ડ નામની આ યુવતીએ મગર સાથે ઘણી તસવીરો પડાવી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી. ત્યારબાદ તે સોશિયલ સાઈટ પર ચર્ચામાં આવી ગઈ છે.

 

ખાસ વાત એ છે કે 21 વર્ષની છોકરીએ વાઈલ્ડ લાઈફ અને ફિશરીઝમાં જ ડિગ્રી હાંસલ કરી છે. તેણે તેની રિંગ પણ મગરના નાક પર મૂકી દીધી હતી. આ મગરનું નામ બિગ ટેક્સ છે. છોકરીએ મગરની સાથે તસવીર પોસ્ટ કરતા કહ્યું- 'આ તમારા જેવો ગ્રેજ્યુએશન ફોટો નથી.'

 

આ પણ વાંચો - CM બન્યા પહેલા ફિલ્મોમાં કામ કરતા હતા કરુણાનિધિ, ચાહકો કહેતા 'કલાના વિદ્વાન'

અન્ય સમાચારો પણ છે...