તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોઇના મગજમાં તો કોઇના પગમાં, Terrible Incidents Of Living Parasites Inside Human Body

પાંચ કિસ્સાઃ કોઇના મગજમાં તો કોઇના પગમાં, આ રીતે શરીરની અંદર ઉછરે છે કીડા-મકોડા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ આપણા શરીર પર નાના-મોટા ઘાવને આપણે ઇગ્નોર કરીએ છીએ. પરંતુ અનેકવાર આ ઘાવને લીધે આપણે મોટી મુશ્કેલીઓમાં મુકાઇએ છીએ. આ નાના ઘાવ દ્વારા અનેક પેરાસાઇટ આપણા શરીરમાં ટ્રાન્સફર થઇ જાય છે. જીવતાં રહેવા માટે આપણાં શરીર પર નિર્ભર થવા લાગે છે અને અંદર જ ગ્રો થવા લાગે છે. આજે અમે તમને આવા જ પાંચ કિસ્સાઓ વિશે જણાવીશું, જ્યારે વ્યક્તિના શરીરને અંદરથી ખાતા કીડાને બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ કેસ દરેક લોકો માટે એલર્ટ છે.

 

વાંચોઃ- બાળકો, પત્ની અને અંડરગાર્મેન્ટ્સ ભાડે આપે છે આ વેબસાઇટ, કલાક પ્રમાણે લગાવે છે ચાર્જ

 

પેટમાં ઉછરી રહ્યો હતો કરોળિયોઃ-

 

- ઓસ્ટ્રેલિયામાં રહેનાર 24 વર્ષના ડાયલન થોમસની સાથે 2014માં અજીબોગરીબ ઘટના બની હતી. જ્યારે તે બાલી ફરવા ગયાં હતાં, ત્યારે ત્યાંથી પાછા ફરતી વખતે તેમના પેટ પર લાલ રંગની લાઇન જોવા મળી રહી હતી. જ્યારે તેમણે ડોક્ટર્સને જણાવ્યું ત્યારે પહેલાં તેમણે કોઇ કીડાના કરડવાથી નિશાન બન્યું છે તેવું જણાવ્યું. પરંતુ જ્યારે પેટમાં દુખાવો વધવા લાગ્યો ત્યારે તેમણે તપાસ કરાવી. રિપોર્ટ્સ જોઇને ડાયલન હેરાન થઇ ગઇ. જોકે, તેના શરીરની અંદર એક ટ્રોપિકલ મકડી (કરોળિયો) ઉછરી રહ્યો હતો. ડોક્ટર્સે જણાવ્યું કે બની શકે છે કે કોઇ સર્જરી દરમિયાન ડાયલનના શરીરમાં કરોળિયો પ્રવેશ કરી ગયો હોય. સર્જરી કરીને કરોળિયાને બહાર કાઢવામાં આવ્યો. જોકે, અનેક મેડિસિન નિષ્ણાતે આ વાતની સ્પષ્ટતાં કરી કે કરોળિયો હ્યુમન બોડીમાં સર્વાઇવ કરી શકતો નથી.

 

કીડાએ પગમાં કાણું પાડ્યુંઃ-

 

યૂકેમાં રહેનાર મૈથ્યૂ જ્યારે કામ માટે આફ્રિકાગયો ત્યારે ત્યાંથી એકલો આવ્યો નહીં. તેના પગની અંદર ચિગો ફ્લી નામના કીડાએ બાળકોને જન્મ આપ્યો હતો. મોટાભાગે મૈથ્યૂ પગની અંદર કંઇક ચાલતુ હોય તેવું અનુભવતો હતો. જ્યારે તેણે પગની અંદર એક કાણું જોયું તો તે આશ્ચર્ય પામ્યો. મૈથ્યૂએ તરત ડોક્ટર્સને બતાવ્યું જ્યાં સર્જરી દ્વારા તેના પગમાંથી લાર્વા કાઢવામાં આવ્યાં.

 

મગજમાથી આવી રહ્યો હતો અવાજઃ-

 

અમેરિકામાં રહેનાર એરોન ડલાસ જ્યારે બેલીજથી વેકેશન મનાવીને પાછો ઘરે આવ્યો, ત્યારે થોડાં જ દિવસોમાં તેણે પોતાના મગજમાં કંઇક ચાલવાનો અવાજ આવ્યો. ધીમે-ધીમે તેણે પોતાના મગજમાં કંઇક ચાલતું અનુભવ્યું. જ્યારે તેણે ડોક્ટર પાસે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તેના માથામાં કોઇ કીડાએ ઇંડા આપી દીધા હતાં. જેમાંથી બહાર આવેલાં બાળકો દિમાગમાં ફરી રહ્યા હતાં. ઓપરેશન દ્વારા કીડાને બહાર કાઢવામાં આવ્યાં.

 

આંખમાં ફરી રહ્યો હતો પાંચ ઇંચનો કીડોઃ-

 

ભારતમાં રહેનાર પી. કે કૃષ્ણામૂર્તિની આંખમાં બે સપ્તાહથી ઘણું ઇરીટેશન થઇ રહ્યું હતું. પહેલાં તેણે તેને ઇગ્નોર કર્યું. પરંતુ જ્યારે સમસ્યા વધતી ગઇ, ત્યારે તેણે ડોક્ટર્સને બતાવ્યું. ડોક્ટર્સે તપાસ કરી ત્યારે વ્યક્તિની આંખમાં પાંચ ઈંચનો કીડો ફરી રહ્યો હતો.

 

કપલ્સની બોડીમાં સ્કિનને ખાઇ રહેલાં કીડાઃ-

 

વેકેશન મનાવવા સિડનીના કપલ બ્રાયન અને એલીએ શું ખબર હતી કે બોલીવિયામાં રજા તેમની માટે મૃત્યુ સુધી પહોંચી જશે. રજા બાદ બંનેના બોડીમાં ઇચિંગ થવા લાગ્યું. જ્યારે તેમણે ડોક્ટરને બતાવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેમની સ્કિનની અંદર બોટફ્લાઇના અનેક બાળકો ફરી રહ્યા હતાં.