તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24 વર્ષીય વિદ્યાર્થીનો BF છે 60 વર્ષનો આધેડ, ખાસ કારણથી માતા બનવા માંગે છે યુવતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ અમેરિકામાં એક અજીબોગરીબ લવ સ્ટોરીનો મામલો સામે આવ્યો છે, જેમાં એક કોસ્મેટોલોજી વિદ્યાર્થીને પોતાના દાદાની ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો છે. બંનેની ઉંમરમાં 36 વર્ષનું અંતર છે, જેના કારણે લોકો યુવતીની મજાક પણ ઉડાવે છે, છતાંય તેને આ સંબંધથી કોઇ સમસ્યા નથી. યુવતીનું માનવું છે કે, ઉંમર તો માત્ર નંબર હોય છે. સાથે જ, યુવતી તે વ્યક્તિના બાળકની માતા પણ બનવા માંગે છે, જેથી તેના મૃત્યુ પામ્યા પછી તે કોઇના કોઇ સ્વરૂપે તેની સાથે રહી શકે. યુવતી જે આધેડ ઉંમરના વ્યક્તિના પ્રેમમાં છે તેના ત્રણ ડિવોર્સ થઇ ચૂક્યા છે અને તેના પહેલાંથી જ બે દીકરા છે.

 

ગર્લફ્રેન્ડથી મોટી ઉંમરના છે બે દીકરાઃ-
- આ અજીબોગરીબ લવ સ્ટોરી વોશિંગટનના સ્પોકેન શહેરની છે. જ્યાં રહેનારી 24 વર્ષની વિદ્યાર્થી સામંથા ક્રોસ્બીને 60 વર્ષના ટીચર મેક્સી મિલ્સ સાથે પ્રેમ થઇ ગયો છે.
- આ બંનેની પહેલી મુલાકાત એક લોકલ બારમાં થઇ હતી, જ્યાં મેક્સી ગિટાર વગાડી રહ્યો હતો. સામંથા તેના મ્યૂઝિકલ ટેલેન્ટને જોઇને તેના પર ફિદા થઇ ગઇ અને તેની સાથે ઓળખાણ વધારવા લાગી.
- શરૂમાં તો મેક્સીએ તેમાં ઇન્ટ્રેસ્ટ બતાવ્યો નહીં, પરંતુ સામંથાની સતત કોશિશ જોઇને તેનું હ્રદય પીગળી ગયું. સામંથા પ્રમાણે તેની માટે આ 'લવ એટ ફર્સ્ટ સાઇટ' હતું.
- આ કપલની ઉંમરમાં 36 વર્ષનો ફર્ક છે. છતાંય સામંથાને તેનાથી કોઇ પ્રોબ્લેમ નથી. આ કપલ છેલ્લાં 8 મહિનાથી સાથે રહી રહ્યા છે.
- મેક્સી મિલ્સના પહેલાં પણ ત્રણવાર લગ્ન થયા હતાં અને ત્રણેયવાર તેના ડિવોર્સ પણ થઇ ગયા છે. તેને બે દીકરા પણ છે, જે સામંથાથી ઘણાં મોટા પણ છે. તેમાંથી એકની ઉંમર 35 વર્ષ અને બીજાની ઉંમર 40 વર્ષ છે.

 

લોકો ગ્રાન્ડ ફાધર સમજે છેઃ-
- યુવતીનું કહેવું છે કે, 'જ્યારે અમારી વાતચીત શરૂ થઇ ત્યારે મેં જાણ્યું કે અમારા બંનેની ચોઇસ ઘણી મળતી આવે છે.' જોકે, તે જાણતી હતી કે બંનેની ઉંમર વચ્ચેનું આટલું અંતર તેના પરિવાર અને મિત્રો માટે મોટી સમસ્યા છે.
- 'મારા મિત્રો મારી પર હસે છે, તેઓ મને કહે છે કે તું એક ગ્રાન્ડ પાને ડેટ કરી રહી છે. મારી માતાએ પણ જ્યારે મેક્સીને પહેલીવાર જોયો ત્યારે તેને અજીબ લાગ્યું હતું'
- યુવતી પ્રમાણે, 'જ્યારે લોકો અમારો મજાક ઉડાવે છે ત્યારે મને ખૂબ જ ખરાબ લાગે છે. કેમ કે, મેં આજ સુધી જેટલાં લોકોને ડેટ કર્યા છે તેમાંથી તે બેસ્ટ છે, પરંતુ હું આ વાત કોઇને જણાવતી નથી. ભલે અમારી જોડી અજીબ લાગતી હોય, પરંતુ અમારા સંબંધમાં ઉંમરનું કોઇ કનેક્શન નથી.'
- આ રિલેશનશિપને લઇને સ્કૂલ ટીચર મેક્સીનું કહેવું છે કે, તે મારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરતી હતી. શરૂઆતમાં મેં ક્યારેય તેને એ દ્રષ્ટિથી જોઇ ન હતી. મારી દ્રષ્ટિમાં તે એક અવી વ્યક્તિ હતી જે ખૂબ જ દયાળુ છે.

 

આ પણ વાંચોઃ- 40 વર્ષે માં બનવા માંગતી'તી યુવતી, ફ્રીઝ કરાવી ચૂકી હતી પોતાના 14 એગ્સ