તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

19 વર્ષની યુવતીને થયો 52 વર્ષના આધેડ સાથે પ્રેમ, માતા-પિતાની વિરૂદ્ધ જઇ બંને કરી રહ્યા છે લગ્નની તૈયારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

(આ કહાણી 'સોશ્યિલ વાયરલ સીરીઝ' હેઠળ છે. દુનિયાભરમાં સોશ્યિલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને તમારે જાણવી જોઇએ)

 

અજબ-ગજબ ડેસ્કઃ જર્મનીમાં બેમેળ કપલની લવ સ્ટોરી ઘણી ચર્ચામાં છે. જેમાં યુવતીની ઉંમર 19 વર્ષ અને તેને પ્રેમ કરનાર વ્યક્તિની ઉંમર 52 વર્ષ છે. આ લવ સ્ટોરીની શરૂઆત સોશ્યિલ મીડિયા પર મેસેજ મોકલવાની સાથે થઇ હતી અને ત્રણ મહિનામાં જ બંને રિલેશનશિપમાં આવી ગયાં હતાં. યુવતીનો પરિવાર આ સંબંધની વિરૂદ્ધ છે અને બંનેને અલગ કરવા માંગે છે. જોકે, ત્યાર બાદ પણ આ બંને લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. યુવતીને પોતાનાથી મોટાં બોયફ્રેન્ડ સાથે કોઇ પ્રોબ્લેમ નથી. તેના પ્રમાણે, '33 વર્ષનો એજ ગેપ અમારા પ્રેમ પર ક્યારેય હાવી થઇ શક્યો નથી, કેમ કે અમારી ફીલિંગ્સ ખૂબ જ સ્ટ્રોંગ છે.'

 

આવી રીતે શરૂ થઇ લવ સ્ટોરીઃ-
- જર્મનીના મુંડેનના રહેનાર 52 વર્ષના માઇક લાયર અને 19 વર્ષની સેલ્મા ટીચમેનની ઓળખાણ ઓફિસમાં સાથે કામ કરતી વખતે થઇ હતી. અહીંથી જ બંનેની મિત્રતા શરૂ થઇ હતી. જે પછી લવ સ્ટોરી બની ગઇ હતી. તે વખતે સેલ્માની ઉંમર માત્ર 18 વર્ષ હતી.
- આ બેમેળ લવ સ્ટોરીને લઇને સેલ્માએ જણાવ્યું કે, 'માઇક માટે આ પહેલી નજરનો પ્રેમ હતો. તેણે પહેલાં મને ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને પછી મને અઢળક મેસેજ કરવા લાગ્યો. શરૂઆતમાં મેં ઇગ્નોર કર્યો પરંતુ ત્યાર બાદ હું તેના મેસેજ અને ઇમેલનો જવાબ આપવા લાગી હતી.'
- સેલ્મા પ્રમાણે શરૂઆતના ત્રણ મહિના સુધી અમારી બંને વચ્ચે મેસેજ દ્વારા જ વાત થતી હતી. આ દરમિયાન મને તેની સાથે પ્રેમ થઇ ગયો અને મારી માટે તેની લાગણી વધારે સ્ટ્રોંગ થઇ ગઇ હતી. ત્યાર બાદ અમે બંને પહેલીવાર મળ્યાં ત્યારે અમને સમજાઇ ગયું કે અમે બંને એકબીજા માટે જ બન્યા છીએ. પ્રેમનો ઇઝહાર કર્યા બાદ તે બંને છેલ્લાં એક વર્ષથી એકબીજાની સાથે રહે છે.
- અનેકવાર આ કપલને જોઇને લોકો તેમને બાપ-દીકરી પણ સમજવા લાગે છે. જોકે, યુવતીના પિતાની ઉંમર 64 વર્ષ છે.

 

યુવતીના પરિવારજનો આ સંબંધ માટે તૈયાર નથીઃ-
- લગભગ 6 મહિના સુધી આ સંબંધને પોતાના પરિવારથી છુપાવીને રાખ્યા બાદ જ્યારે સેલ્માએ તેમને માઇક વિશે જણાવ્યું, ત્યારે તેની ઉંમર વિશે જાણીને તેઓ ઘણાં નિરાશ થયાં હતાં. તેમણે આ સંબંધને લઇને ના પાડી દીધી અને સેલ્માને માઇકથી અલગ થવા માટે કહી દીધું હતું.
- પરિવારજનોની નિરાશાને જોઇને સેલ્મા, માઇક સાથે રહેવા લાગી હતી. હાલ બંનેનો પોતાના પરિવાર સાથે કોઇ સંબંધ નથી.

 

આ પણ વાંચોઃ- 'સ્નો વ્હાઇટ' વાળ સાથે જન્મી ટ્વિન્સ, ખુશીના વાતાવરણમાં ડોક્ટર્સે કપલને કહ્યું- રેર બીમારીથી પીડિત છે બંને બાળકીઓ