Home » Ajab-Gajab » Interesting » Student, 19 Given Treatment of Asthama Six Times After Feeling Heavy Chest Pain, Then Another Revealed Something Shocking

19 વર્ષની યુવતીને હ્રદયમાં થતો હતો દુખાવો, ડોક્ટર સતત અસ્થમા જણાવી આપતાં રહ્યા દવાઓ

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 10:48 AM

સ્થિતિ ખરાબ થવા લાગી ત્યારે ડોક્ટર બદલ્યા, ત્યાર બાદ સામે આવી ખોફનાક હકીકત

  • Student, 19 Given Treatment of Asthama Six Times After Feeling Heavy Chest Pain, Then Another Revealed Something Shocking
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    અજબ-ગજબ ડેસ્કઃ ઇગ્લેન્ડમાં રહેનારી એક 19 વર્ષની યુવતી ડોક્ટરની ભૂલના કારણે મોતના મુખ સુધી પહોંચી ગઇ હતી. એસેક્સમાં રહેનારી સોફી વ્હાઇટે જણાવ્યું કે, તેને ત્રણ મહિનાથી થાક અને હ્રદયમાં દુખાવાની ફરિયાદ હતી. તે અનેકવાર તેની માટે ડોક્ટર પાસે પહોંચી, ત્યારે ડોક્ટરે કહ્યું કે, તેને અસ્થમાના લક્ષણ છે. 6 વાર સતત ચેકઅપ કર્યા બાદ ડોક્ટરે તેને અસ્થમાની દવાઓ આપીને પાછી મોકલી દીધી હતી. પરંતુ સોફીનું સ્વાસ્થ્ય સતત ખરાબ થતું રહ્યું.

    ડોક્ટર બદલાવવો પડ્યોઃ-
    - ચેકઅપ બાદ સોફીની સ્થિતિ વધારે ખરાબ થઇ ગઇ. તેનું હલન-ચલન પણ મુશ્કેલ થઇ ગયું. કફથી તેનું ગળું પકડાઇ ગયું. તેના વાળ પણ ખરવા લાગ્યાં. ત્યાર બાદ તેણે ડોક્ટર બદલીને ચેકઅપ કરાવ્યું, ત્યારે તેને પોતાની મૂળ બીમારી જાણીને શોક્ડ થયો હતો.
    - ડોક્ટરે એક્સ-રે કરીને જોયું ત્યારે જાણવા મળ્યું કે, સોફીના હ્રદયમાં એક 10 સેન્ટીમીટરનું ટ્યૂમર હતું. સોફીનું જીવન સંપૂર્ણ રીતે બદલાઇ ગયું. ડોક્ટરે જણાવ્યું કે, તેને Hodgkin lymphoma નામનું કેન્સર હતું.

    જીવન બદલાઇ ગયુંઃ-
    - સોફીએ કહ્યું, જ્યારે ડોક્ટર્સે મને કહ્યું કે, મને કેન્સર થયું છે. ત્યારે એવું લાગ્યું જાણે મારા હ્રદયના ધબકારા અટકી ગયાં હોય. મને પોતાની ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, આ બીમારી મને થઇ શકે છે.
    - સોફીએ જણાવ્યું કે, કેવી રીતે તેણે પોતાનો એક વર્ષનો અભ્યાસ છોડીને કેન્સર સામે લડવાનું શરૂ કર્યું. રિપોર્ટ્સમાં સામે આવ્યું કે, સોફીને શરૂઆતના સ્ટેજનું કેન્સર હતું. જેને કંટ્રોલ કરી શકાતું હતું. ત્યાર બાદ તેની અનેક મહિનાઓ સુધી કીમોથેરાપી ચાલતી રહી.
    - કીમોથેરાપીથી સોફીના વાળ ગાયબ થઇ ગયા અને તે ખૂબ જ નબળાઇ અનુભવવા લાગી હતી. પરંતુ તેણે હાર માની નહીં.

    થોડું પહેલાં જાણવા મળ્યું હોત તો સારું હતુંઃ-
    - પોતાની હાલતમાં સોફીએ તે ડોક્ટર સામે પણ નિરાશા વ્યક્ત કરી, જે સતત તેને અસ્થમાની દવાઓ આપતો હતો. સોફીએ કહ્યું, આ બીમારીએ મને ખૂબ જ પાછળ ધકેલી દીધી છે. હું ઠીક થઇ રહી છું પરંતુ જો મને આ બીમારી વિશે પહેલાંથી જાણકારી હોત તો આટલી મુશ્કેલી ભોગવવી પડતી નહીં. મારા મિત્રો, મારા સંબંધીઓ અને પરિવારથી દૂર હોસ્પિટલમાં પડી રહેવું ખૂબ જ મુશ્કેલ હતું.

    મારી જેવા યંગસ્ટર્સ કોઇપણ વસ્તુઓને ઇગ્નોર કરે નહીંઃ-
    - સોફીએ એક સોશ્યિલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું કે, મોટાભાગે યંગસ્ટર્સ વિચારે છે કે, તેમને કંઇ થઇ શકે નહીં. તે અનેકવાર બીમારીઓને નજરઅંદાજ કરી દે છે. પરંતુ એવું બિલકુલ કરવું જોઇએ નહીં. આપણું શરીર આપણને સતત જણાવતું રહે છે કે, તેને શું ખતરો છે.

    આ પણ વાંચોઃ- ઘરનું લેટરબોક્સ જોઇને પોસ્ટમેનને લાગ્યું કંઇક અજીબ, તેણે તરત પાડોસીઓને જણાવ્યું, બોલાવવામાં આવી પોલીસ

  • Student, 19 Given Treatment of Asthama Six Times After Feeling Heavy Chest Pain, Then Another Revealed Something Shocking
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Student, 19 Given Treatment of Asthama Six Times After Feeling Heavy Chest Pain, Then Another Revealed Something Shocking
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Student, 19 Given Treatment of Asthama Six Times After Feeling Heavy Chest Pain, Then Another Revealed Something Shocking
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ