વૈજ્ઞાનિકોને પહાડ ઉપર જોવા મળ્યો એક રહસ્યમયી ખાડો, દોરડું નાખીને તેમાં ઉતર્યા ટીમના 2 લોકો

400 ફૂટ નીચે ઉતર્યા બાદનો નજારો ચોંકાવનારો હતો

Divyabhaskar.com | Updated - Dec 05, 2018, 10:10 AM
Strange Sinkhole Contains Strange Feature That Baffled Scientists

અજબ-ગજબ ડેસ્કઃ ચીનના ફેંગશિનમાં સ્થિત પહાડોમાં વૈજ્ઞાનિકો એક અદભૂત શોધ કરી ચૂક્યા છે. આ વર્ષે ઓક્ટોબરમાં થોડાં ચીની વૈજ્ઞાનિકો અહીંથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે તેમને પહાડ ઉપર એક રહસ્યમયી ખાડો જોવા મળ્યો હતો. થોડાં ફૂટ પહોળા આ ખાડાને જોઇને વૈજ્ઞાનિકોને થયું કે, તે જ્વાળામુખીનું મુખ તો નહીં હોય? પરંતુ સૌથી મોટો સવાલ એ હતો કે, આખરે ખાડો આ પહાડ પર કેવી રીતે પડ્યો અને તેની નીચે શું હશે? તેનો જવાબ જાણવા માટે વૈજ્ઞાનિકોએ જીવ જોખમમાં નાખીને તેની અંદર ઉતરવાનો નિર્ણય કરી લીધો.

ખાડાના ઊંડાણનો કોઇ જ અંત આવતો હતો નહીંઃ-
- 4 ઓક્ટોબરે વૈજ્ઞાનિકોની ટીમ પહેલાં બે લોકો દોરડાની મદદથી તે ખાડામાં ઉતારવા લાગ્યાં. જીવ જોખમમાં મુકીને તેઓ આ ખાડાનું રહસ્ય જાણવા માંગતાં હતાં. પરંતુ આ ખાડાના ઊંડાણનો કોઇ અંત આવતો જ ન હતો. બંને વૈજ્ઞાનિકો રાહ જોઇ રહ્યા હતાં ક્યારે આ ખાડાનો અંત આવે.

400 ફૂટ બાદ જોવા મળ્યો પ્રકાશઃ-
- બંને વૈજ્ઞાનિકોને લગભગ 400 ફૂટ બાદ હળવો પ્રકાશ જોવા મળ્યો હતો. થોડીવારમાં તેઓ જમીન પર ઉતરી ચૂક્યા હતાં. વૃક્ષ-છોડ હટાવીને તેમણે આગળનું દ્રશ્ય જોયું તો તેઓના હોશ ઊડી ગયાં. પહાડની નીચે એક ભીમકાય ગુફા હતી. જેનો અર્થ એવો થાય કે પહાડ અંદરથી ખોખલો હતો અને તેમની ટીમ માત્ર પહાડની ઉપરની સપાટી પર ઊભી હતી.

પિરામિડ સમાઇ જાય તેટલી જગ્યાઃ-
- બંને વૈજ્ઞાનિકોએ વોકી-ટોકી દ્વારા અન્ય ટીમને નીચે બોલાવી અને ત્યાર બાદ આ ગુફા વિશે ચોંકાવનારી વાત સામે આવી હતી. ચાઈનીઝ એકેડમી અને જિયોલોજિકલ સાઇન્સના રિપોર્ટ પ્રમાણે તેની અંદર 650 ફૂટની જગ્યા હતી. આ ગુફામાં એવી બે જગ્યાઓ હતી. વૈજ્ઞાનિકોએ 3D સ્કેનરથી આ જગ્યાની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, આ જગ્યામાં ગીઝાના બે પિરામિડ ફિટ થઇ જશે. છેલ્લાં હજાર વર્ષોમાં વૈજ્ઞાનિકોએ આવી ગુફા જોઇ હતી નહી, જે એક પહાડની અંદર અંડરગ્રાઉન્ડ હતી.

નદી સુધી રસ્તો જતો હતોઃ-
- સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, ગુફાની અંદર એક સુરંગ મળી છે જે પાનયાંગ નદી સુધી જાય છે. વૈજ્ઞાનિકો પ્રમાણે અહીંથી એક ચેનલ દ્વારા પાનયાંગ નદી સુધી વરસાદનું પાણી પહોંચે છે. એક નિષ્ણાતે જણાવ્યું, 'તમે પહાડો ઉપરથી નદીમાં પાણીને જતાં જોયું હશે પરંતુ વિચાર કરો એક પહાડની અંદરથી પણ નદીને પાણી મળે છે. આ એક અદભૂત શોધ છે'

આ પણ વાંચોઃ- નાના બાળકના પગમાં અચાનક થવા લાગ્યા ફુગ્ગા જેવા મોટા ગૂમડાં, ચિંતામાં આવેલી માતાને થયું કે બાળકને થઇ ગઇ છે કોઇ બીમારી

Strange Sinkhole Contains Strange Feature That Baffled Scientists
Strange Sinkhole Contains Strange Feature That Baffled Scientists
X
Strange Sinkhole Contains Strange Feature That Baffled Scientists
Strange Sinkhole Contains Strange Feature That Baffled Scientists
Strange Sinkhole Contains Strange Feature That Baffled Scientists
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App