અહીં ચાલી રહી છે બાળક પેદા કરવાની ફેક્ટરી, ઓછી ઉંમરની છોકરીને બળજબરીથી બનાવાય છે મા

બીજાને ખુશી આપવાના નામે ધમધમી રહ્યો છે ગોરખ ધંધો

divyabhaskar.com | Updated - Sep 05, 2018, 04:34 PM
story of the Nigeria baby booming factory where Low age girls are made forcibly mother

અજબ-ગજબ ડેસ્કઃ આફ્રિકન દેશ નાઈજીરીયામાં બાળક પેદા કરવાની ફેક્ટરીઓ ચાલી રહી છે. 'બેબી ફાર્મિંગ' નામનો ગોરખધંધો અહીંયા ધમધમી રહ્યો છે. અહીંયા કોઈ અન્યની ખુશીના નામે થઈ રહેલા આ ધંધાએ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઓછી ઉંમરની આફ્રિકન અને વિદેશી છોકરીઓને અહીંયા જબરજસ્તી પ્રેગ્નેન્ટ કરીને બાળકો પેદા કરાવાય છે. આજે અમને તમને જણાવી રહ્યા છીએ આવી જ દર્દનાક કહાણી.

14 વર્ષની છોકરીઓને પણ બનાવી દેવાય છે મા

- નિઃસંતાન કપલ્સને બાળક વેચવા માટે શરૂ કરવામાં આવેલો આ ધંધો ઝડપથી ફૂલીફાલી રહ્યો છે. તેના માયે નિઃસંતાન કપલ્સ મોટી રકમ ચૂકવવા માટે તૈયાર થઈ જાય છે. એવામાં અમુક મહિલાઓ અને છોકરીઓ અહીંયા પૈસાની લાલચમાં પોતાની મરજીથી જાય છે, તો અમુક તેની આડમાં ઘણી છોકરીઓને ખરીદીની અહીંયા લાવવામાં આવે છે અને પછી તેને બળજબરીપૂર્વક મા બનવા માટે મજબૂર કરવામાં આવે છે.

ઘણા દેશોમાં ધમધમી રહ્યો છે આ ધંધો

માત્ર નાઈજીરીયા જ નહીં ઈન્ડોનેશિયા સહિત ઘણા અન્ય દેશોમાં પણ બેબી ફાર્મિંગ હોસ્પિટલો અને અનાથાલાયો જેવી જગ્યાઓમાં ગુપ્ત રીતે કરવામાં આવે છે. અહીંયા ઓછી ઉંમરની છોકરીઓને મા બનવા માટે મજબૂર કરવામાં આવે છે. તેમાંથી મોટાભાગની અનાથ કે ગરીબ હોય છે, એટલા માટે તે મજબૂરીમાં તેના માટે રાજી થઈ જાય છે.

નાઇજીરીયા બેકાબૂ પરિસ્થિતિ

- નાઇજીરીયામાં ગુપ્ત રીતે ચાલી રહેલા બાળક પેદા કરવાનો વ્યાપાર બહુ ખતરનાક થઈ ચૂક્યો છે. અહીંયા જન્મ આપતી છોકરીઓની ઉંમર 14થી 17 વર્ષની હોય છે અને તે ઈચ્છે તો પણ એબોર્શન નથી કરાવી શકતી, કારણ કે નાઈજીરિયાના કાયદામાં તેની મંજૂરી નથી.
- આ વાતનો જ ફાયદો માફિયા એટલે કે 'બેબી ફાર્મર્સ' ઉઠાવે છે અને બાળકોને ત્રણથી ચાર લાખ રૂપિયામાં વેચે છે. ત્યારે બાળકની ઈચ્છા રાખનારા લોકો તેનો વિરોધ નથી કરતા, કારણ કે મેડિકલ ટ્રીટમેન્ટના બદલે આ રીતે વધારે સસ્તી હોય છે.

આ પણ વાંચો - આખરે શા માટે પિતાની ઉંમરના પુરુષો સાથે સંબંધ બનાવી રહી છે આ છોકરી

story of the Nigeria baby booming factory where Low age girls are made forcibly mother
story of the Nigeria baby booming factory where Low age girls are made forcibly mother
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App