તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોકિંગ ક્રાઈમઃ કહાણી એ ખૂંખાર હત્યારાની, જેણે એક પછી એક કરી'તી 70 લોકોની હત્યા, પરંતુ લાગતી આત્મહત્યા, પોલીસને નહોતો મળતો કોઈ સુરાગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં આજે પણ વ્યક્તિનું 177 વર્ષ જુનું માથું સુરક્ષિત રાખવામાં આવ્યું છે. આ માથું છે જમાનાના સૌથી ખૂંખાર અપરાધી ડિયોગો એલ્વિસનું. ડિયોગો એલ્વિસનું જન્મ વર્ષ 1810માં સ્પેનના ગેસેલિયા શહેરમાં થયો હતો. ઓછી ઉંમરમાં લિસ્બનમાં કામ ના મળતા ડિયોગો એલ્વિસ અપરાધની દુનિયામાં જતો રહ્યો હતો. તેણે 70 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પડકાઈ જતા તેને ફાંસીની સજા સંભળાવાઈ હતી. બાદમાં તેનું માથું કાપીને લેબમાં રાખવામાં આવ્યું હતું. લૂંટપાટથી શરૂ થઈ હતી કહાણી...

 

ડિયોગો એલ્વિસ લિસ્બનમાં એક પુલ પાસેથી પસાર થતા લોકોના પૈસા લૂંટતો હતો. તે ફસાઈ ના જાય એટલા માટે લૂંટ પછી બન્ને લોકોને મારી નાખતો હતો. તે લોકોને એ રીતે મારતો કે બધા સમજતા કે મરનારે આત્મહત્યા કરી છે. શરૂઆતમાં લિસ્બન પોલીસને લાગ્યું કે, ભૂખમરા અને ગરીબીના કારણે લોકો આત્મહત્યા કરી રહ્યા છે. પરંતુ જ્યારે નદીમાંથી મળેલી લાશોમાં હથિયારોના નિશાન જોવા મળ્યા, તો પોલીસ સમજી ગઈ કે તેમનો સામનો કોઈ સીરિયલ કિલર સાથે થયો છે.

 

70 લોકોને માર્યા પછી બનાવી ગેંગ


અહેવાલો પ્રમાણે, જિયોગો એલ્વિસએ અંદાજે 70 લોકોને ક્રૂર રીતે મોતને ઘાટ ઉતાર્યા હતા. એક પછી એક લાશ જપ્થ થવા લાગી, તો ડિયોગો એલ્વિસ ત્રણ વર્ષ માટે ગુમ થઈ ગયો. આ દરમિયાન તે તેના જેવા ખૂંખાર અપરાધીની ગેંગ બનાવવા લાગ્યો. હવે ડિયોગો એલ્વિસ મોટી લૂંટ કરવાની ફિરાકમાં હતો. એલ્વિસ પાસે ખતરનાક હથિયાર અને પૈસા પણ હતા. જેનાથી તે ગમે ત્યારે પોલીસનો સામનો કરી શકતો હતો. ડિયોગો એલ્વિસ લૂંટ કર્યા પછી તેના કોઈ શિકારને જીવંત છોડતો નહોતો.

 

લોકોને તડપાવીને મારવાનો લેતો હતો આનંદ


લિસ્બન પોલીસનો રેકોર્ડ જણાવે છે કે, ડિયોગોની અંદર વિચિત્ર સનક હતી. તેને લોકોને તડપાવી-તડપાવીને મારવામાં મજા આવતી હતી. તે તેને તડપતો જોતો હતો. પોલીસ ડિયોગો એલ્વિસની ગેંગ વિશે જાણી ચૂકી હતી, પરંતુ ડિયોગો એલ્વિસ તેની ગેગના ભરોસાપાત્ર લોકોની વચ્ચે ગાઢ જંગલમાં છૂપાયેલો રહેતો હતો.

 

પછી પોલીસના હાથે ચઢ્યો એલ્વિસ


ડિયોગોએ એક વાર એક ડોક્ટરનું મર્ડર કર્યું હતું. આ ઘટનાની તપાસ બાદ લિસ્બન પોલીસે થોડા જ સમયમાં ડિયોગોની શોધ કરી લીધા. વર્ષ 1841માં ડિયોગો એલ્વિસ પર કેસ ચાલ્યો અને તેને 70થી વધારે હત્યાના આરોપમાં ફાંસીની સજા આપવામાં આવી.

 

પછી કરાઈ તેનું માથું રાખવાની ડિમાન્ડ


એલ્વિસને જ્યારે ફાંસી આપવામાં આવી ત્યારે પોર્ટુગલમાં ફેનોલોજીનું બહુ મહત્વ હતું. આ વિજ્ઞાનમાં માણસના મજગમાં રહેલી કોશિકાઓ પર સ્ટડી કરીને તેના વ્યક્તિત્વની સમજના આંકડા એકઠા કરવામાં આવતા હતા. આ એક્સપેરિમેન્ટ માટે વૈજ્ઞાનિકોને માણસના માથાની જરૂર રહેતી હતી. આ હેતુથી ત્યાંના વૈજ્ઞાનિકોએ કોર્ટ પાસે ડિયોગોનું માથુ મેળવવાની અપીલ કરી હતી અને આ રીતે ડિયોગો એલ્વિસનું માથું કાપીને વૈજ્ઞાનિકોને આપી દેવામાં આવ્યું. તેના બાકીના શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

 

આ રીતે રાખ્યું સુરક્ષિત


- વૈજ્ઞાનિકોએ એલ્વિસનું માથું મેળવ્યા પછી તેને ફોર્મલડિહાઈડ (Formaldehyde)ના કેમિકલમાં સોલ્યૂશનમાં રાખીને એક બોટલમાં બંધ કરી દીધું. તેના માથા પર ઘણા એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા પરંતુ કોઈ ખાસ પરિણામો મળ્યા નથી. કેમિકલના કારણે તેનું માથું આજે પણ એવું જ છે. યૂનિવર્સિટી ઓફ લિસ્બનના મ્યૂઝિયમમાં આ ખતરનાક માથું આજે પણ સુરક્ષિત રાખવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો - આપણે શા માટે મંદિરમાં પ્રવેશતા પહેલા સીડીઓને સ્પર્શ કરીએ છીએ? તમને નહીં ખબર હોય આ મહત્વની વાત

અન્ય સમાચારો પણ છે...