(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)
અજબ-ગજબ ડેસ્ક: ઇતિહાસમાં પણ ભૂત-પ્રેતો સાથે જોડાયેલી કેટલીક એવી ઘટનાઓ છે, જે આજે પણ લોકોની આત્માને કંપાવી દે છે. આવી જ કહાણી છે 'ધ નન'ની. માનવામાં આવે છે કે તાજેતરમાં જ બનેલો એક હોલિવૂડ હોરર ફિલ્મ 'ધ નન' પણ આ સત્ય ઘટના પર આધારિત છે. આ કહાણી એક ચર્ચની ભૂતિયા નન પર આધારિત છે. માનવામાં આવે છે કે આ નનની અંદર વલાક નામની એક બેહદ શક્તિશાળી અને ખતરનાક પ્રેત આત્મા પ્રવેશ કરી જાય છે. આવી રીતે થાય છે આ બધું...
- આ કહાણીને લઈને ભૂત-પ્રેતોના તજજ્ઞોની અલગ-અલગ રાય છે. તજજ્ઞોની એક થિયરી કહે છે કે કેટલાયે વર્ષ પહેલા એક વૃદ્ધ વ્યક્તિ પોતાની અધૂરી ઈચ્છા સાથે મોતને ભેટે છે, જેના લીધે તેની આત્મા એક ચર્ચમાં નનની અંદર ઘુસી જાય છે. આ વાત રોમાનિયાની છે. ત્યાંના એક લોકલ ચર્ચની એક નનને પહેલા તેના સપના દેખાય છે પછી અંતમાં નન આત્મહત્યા કરી લે છે, પણ વૃદ્ધ વ્યક્તિની આત્માને લીધે તેનું શરીર જીવિત રહે છે.
* નનની આત્મહત્યાની થાય છે તપાસ:
1952માં નનની આત્મહત્યાની તપાસ થાય છે. તપાસ માટે વેટિકનથી ફાધર બુર્કે અને સિસ્ટર ઈરીનીને મોકલવામાં આવે છે. ખબર પડે છે કે મરનાર નનની બહેનનું નામ સિસ્ટર વિક્ટોરિયા હોય છે. જલ્દી જ ફાધર અને સિસ્ટરનો સામનો ભૂતિયા અને જૂના કિલ્લા સાથે થાય છે. જલ્દી જ તે સમજી જાય છે કે અહીં કોઈ ભયાનક આત્મા રહે છે, પણ તે આત્મા આત્મહત્યા કરનાર નનની નથી હોતી અને ન તો કોઈ વૃદ્ધ વ્યક્તિની.
* કહેવાય છે કે ઈશ્વર પછી તેનું ઘર છે:
- આ કહાનીને લઈને કેટલાયે પ્રકારના દાવાઓ કરવામાં આવે છે. એક અન્ય થિયરી કહે છે કે રિસર કરનાર ફાધર આ ખરાબ આત્માને શોધે છે. આ આત્માનું નામ વલાક હોય છે. તેના વિશે કહેવાય છે કે આ એક દાનવ છે, જે પોતાની કાળી પાંખો સાથે બે માથાવાળા ડ્રેગનની પીઠ પર સવારી કરે છે. વલાકનો વિસ્તાર ત્યાંથી શરુ થાય છે જ્યાંથી ઈશ્વરની સત્તા ખતમ થાય છે અને આ કારણે તેને હરાવવું શક્ય થતું નથી. કેટલીયે કથાઓમાં વલાકને નર્કનો રાજા પણ કહેવાયો છે.
આ પણ વાંચો:-
બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ