અજબ ગજબ ડેસ્કઃ હાલ અમેરિકાના અનેક રાજ્યોમાં મારિજુઆના (ગાંજો)ને લીગલ કરવાને લઇને વિવાદો ચાલી રહ્યા છે. પરંતુ સરકારે તેના ખતરાને જાણીને તેના પર બેન લગાવ્યો છે. એવામાં તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાના એક ભાગમાં લોકો ગાંજો અને ચરસના નશાથી પણ ઉપર ઉઠી ચૂક્યા છે અને વીંછીનો નશો કરી રહ્યા છે. વીંછી જેનું ઝેર કોઇપણ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી શકે છે. એવામાં પાકિસ્તાનના અમુક પ્રદેશમાં તેને નશા તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. આવા લોકો જે ગાંજો કે તંબાકૂને બાળકોનો નશો સમજીને છોડી ચૂક્યા છે, તેમની માટે આ હાઈ ડોઝનું કામ કરે છે. નિષ્ણાત જણાવે છે કે, આ નશો કરવાથી આખો ચહેરો લાલ થઇ જાય છે અને તે લગભગ 10 કલાક સુધી પોતાને સૌથી પાવરફુલ સમજે છે.
વાંચોઃ-44 વર્ષથી પ્રાઇવેટ પાર્ટ વિના જીવી રહ્યો'તો આ વ્યક્તિ, 45 લાખના ખર્ચ થયું સફળ ઓપરેશન
વીંછીનો નશોઃ-
- અફઘાનિસ્તાનની સીમા પાસે ખૈબર પખ્યૂનખાં, પાકિસ્તાનનો એક પ્રદેશ છે. અહીં ગાંજા, અફીણ અને ચરસની ખેતી ગેરકાયદેસર રીતે સૌથી વધારે થાય છે. લોકો જૂના નશાથી કંટાળી ગયા છે. માટે હવે તે વીંછીનો નશો કરી રહ્યા છે.
- ઝેરીલા જીવનો નશો, ચરસ-ગાંજાથી વધારે પાવરફુલ હોય છે. માટે લોકો વીંછીને પકડીને તેને મારીને તરકામાં સૂકવે છે. સૂકાયા બાદ તેઓ તેનો પાવડર બનાવીને કાગળમાં ભરીને સ્મોક કરે છે.
- થોડાં લોકો જીવતાં વીંછીને જ કોલસા પર રાખી તેમના મૃત્યુ પામતાં સુધી બાળેછે અને તેનો ધૂમાડો પીવે છે. આ નશાના ખૂબ જ ટેવાયેલાં લોકો મોટાભાગે વીંછીની પૂંછડીની સૌથી વધારે માંગ કરે છે. કેમ કે તેમાં ઝેર હોય છે. તેઓ ડ્રાય પૂંછડીને પીસી તેમાં તંબાકૂ અને ગાંજો મિક્સ કરીને સ્મોક કરે છે.
નશો કરતાં જ લાલ થઇ જાય છે ચહેરોઃ-
- સોશિયોલોજિસ્ટ ડેવિડ મેક્ડોનાલ્ડની 2007માં આવેલી પુસ્તક 'ડ્રગ્સ ઇન અફઘાનિસ્તાન'માં તેમણે પોતાના એક મિત્રની કહાણી સંભળાવી હતી. જેમાં ઉલ્લેખવામાં આવ્યું હતું કે નશો કરનારનો આખો ચહેરો લાલ થઇ જાય છે અને તે થોડાં સમય માટે ગાંજો કરનાર વ્યક્તિથી પણ વધારે પાવરફુલ થઇ જાય છે.
- વીંછીનો નશો, ગાંજાના નશાથી મીઠો હોય છે, પરંતુ તેની સ્મેલ ખૂબ જ ગંદી હોય છે. નશો કરનારનો તેના પર પ્રભાવ લગભગ 10 કલાક સુધી રહે છે. શરૂઆતના છ કલાક ખૂબ જ દુખાવો થાય છે, પરંતુ જેમ-જેમ દુખાવો ઓછો થાય છે, નશો કરનારને સુકૂન મળે છે.
- વીંછીનો નશો ગાંજાથી ખૂબ જ સસ્તો છે, પરંતુ તેનું નુકસાન જીવલેણ છે. આ નશો મેન્ટલ રિએક્શનને ટ્રિગર કરે છે. જેથી યાદશક્તિ જતી રહે છે અને મૃત્યુ પણ થઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.