• Home
  • Ajab-Gajab
  • Na Hoy
  • Single mum looks so young people think she’s her 20 year old son’s girlfriend… so can YOU guess her age?

આ બંનેને જોઇને લોકો પડી જાય છે ભ્રમમાં, સમજવા લાગે છે GF-BF, દરેક લોકો જાણવા માંગે છે એક જ વાત

Divyabhaskar.com

Dec 07, 2018, 11:45 AM IST
Single mum looks so young people think she’s her 20 year old son’s girlfriend… so can YOU guess her age?
Single mum looks so young people think she’s her 20 year old son’s girlfriend… so can YOU guess her age?

અજબ-ગજબ ડેસ્કઃ ઇંગ્લેન્ડમાં રહેનારી એક સિંગલ મધરને જોઇને લોકો મોટાભાગે ભ્રમિત થઇ જાય છે. 41 વર્ષની આ મહિલાના ચહેરાથી તેની ઉંમરનો અંદાજો લગાવી શકાતો નથી. આ કારણે તે જ્યારે પણ પોતાના દીકરા સાથે ક્યાંય બહાર જાય છે ત્યારે લોકો તેને યુવકની ગર્લફ્રેન્ડ કે બહેન સમજવા લાગે છે. તેના ચહેરાની માસૂમિયત જોઇને તેના બધા જ મિત્રો અને પરિવારના લોકોને તેની ઈર્ષા થાય છે, તેમને એવું લાગે છે કે, તેમની પાસે હંમેશાં યુવાન રહેવાનું કોઇ રહસ્ય છે, જેને તે તેમની સાથે શેર કરવા માંગતી નથી. સૌથી ખાસ વાત એ છે કે, મહિલા છેલ્લાં 10 વર્ષથી એક એવી બીમારીથી પરેશાન થઇ રહી છે, જેના કારણે તેને દિવસમાં 60 ઊલટીઓ થાય છે.

મહિલાને જોઇને લોકો કન્ફ્યૂઝ થઇ જાય છેઃ-
- આ સ્ટોરી બોલ્ટન શહેરમાં રહેનારી મહિલા શિમ્મી મુંશીની છે. જે 20 વર્ષના દીકરા આમીનની માતા છે. શિમ્મી પોતાની ઉંમરથી ખૂબ જ નાની ઉંમરની દેખાય છે, જેના કારણે લોકો તેને જોઇને મોટાભાગે ભ્રમિત થઇ જાય છે.
- મહિલાની સુંદરતાને જોઇને અનેક લોકોને લાગે છે કે તેણે કોઇ કોસ્મેટિક સર્જરી કરાવી હશે અથવા પછી તે વિવિધ ક્રીમ અને બ્યૂટી ટ્રીટમેન્ટનો ઉપયોગ કરતી હશે. જોકે, શિમ્મી આ દરેક બાબતોને નકારે છે.
- શિમ્મી પ્રમાણે, યુવાન થયા બાદથી જ મારા લુક્સમાં કોઇ બદલાવ આવ્યો નથી. સમયની સાથે જ્યાં મારા મિત્રોને રિંકલ્સ આવવા લાગ્યાં, ત્યાં જ હું ઊંધી દિશામાં જવા લાગી. પરંતુ મને ખ્યાલ નથી કે આવું શા માટે થઇ રહ્યું હતું.
- તેના પ્રમાણે, 'થોડાં વર્ષ પહેલાં સુધી જ્યારે તે આમીનને લઇને સ્કૂલે જતી હતી ત્યારે અન્ય બાળકોની માતા તેમને પૂછતી હતી કે શું તેમણે કોઇ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. કે પછી તે કોઇ ખાસ પ્રકારનું ક્રીમ ઉપયોગમાં લે છે. પરંતુ તેમણે આ જાણીને ખૂબ જ દુઃખ થાય છે કે શિમ્મી પાસે યુવાન બની રહેવાનું કોઇ રહસ્ય નથી.'
- શિમ્મીના માતા-પિતા સિરાજ અને નૂઈ રિટાયર થઇ ચૂક્યા છે, પરંતુ તે પણ પોતાની ઉંમરથી ખૂબ જ નાની ઉંમરના દેખાય છે. શિમ્મી પોતાના યંગ દેખાવ પાછળ વારસાગત જીન્સ હોવાનું માને છે. તેના પ્રમાણે, જો કોઇને ક્રેડિટ મળવી જોઇએ તો તે તેના માતા-પિતા છે.

ઓફરવાળા બ્યૂટી પ્રોડક્ટ્સ ખરીદે છેઃ-
- શિમ્મી પ્રમાણે તે મોંઘા બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી નથી. પરંતુ ત્યાર બાદ પણ ત્વચાનું ખૂબ જ ધ્યાન રાખે છે. તેના પ્રમાણે તે મોઇશ્ચરાઇઝર પણ તેવું જ ઉપયોગમાં લે છે જે તેને સ્પેશિયલ ઓફરમાં મળતું હોય.
- પોતાનું બ્યૂટી સીક્રેટ જણાવતાં તેણે કહ્યું કે, તે ગ્રીન ટી પીવે છે અને સિગરેટ અને દારૂથી દૂર રહે છે. સાથે જ, તે નિયમિત રૂપથી જિમ જાય છે અને ખૂબ જ પાણી પીવે છે.
- તેનું કહેવું છે કે, તે કોઇ ફિટનેસ ફ્રીક નથી અને બ્યૂટી ક્વિન પણ નથી. તેના પ્રમાણે, તે પોતાના લુક્સને લઇને વધારે વિચારતી નથી અને અરીસો પણ મુશ્કેલીથી જોવે છે.

દરરોજ કરે છે 50થી વધારે ઊલટીઓઃ-
- મહિલા પ્રમાણે જ્યારે તે દારૂ ખરીદવા જાય છે ત્યારે તેણે પોતાનું ID બતાવવું પડે છે. ક્યારેક-ક્યારેક તો મારો ચહેરો જોઇને તેઓ મને દારૂ આપવાની પણ ના પાડી દે છે. જ્યારે તે પોતાના દીકરા સાથે ક્યાંક બહાર જાય છે ત્યારે લોકો તેઓને ભાઈ-બહેન અથવા બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ સમજે છે.
- એકવાર દીકરાના સ્કૂલ ફંક્શન દરમિયાન પણ બધાને એવું લાગતું હતું કે, તે તેની ગર્લફ્રેન્ડ છે. ત્યાં જ એકવાર પેરેન્ટ્સ મીટિંગ દરમિયાન તેની એક ટીચરે તેને કહ્યું હતું કે, આમીન પોતાની મમ્મીને લઇને આવશે. જોકે, તે મહિલાને તેની બહેન સમજી રહ્યો હતો.
- મહિલાનો આટલો જબરદસ્ત લુક એટલા માટે પણ આશ્ચર્ય કરે છે કેમ કે, તે ગેસ્ટ્રોપેરિસિસ નામની બીમારીથી પીડાઇ રહી છે. જેના કારણે તેને દિવસમાં 60થી વધારે વખત ઊલટી થાય છે.
- છેલ્લાં 10 વર્ષોથી મહિલા પોતાનો ઇલાજ પણ કરાવી રહી છે, જેના કારણે તેને સતત હોસ્પિટલ જવું પડે છે. પરંતુ તેમ છતાં પણ તેના લુક પર કોઇ અસર જોવા મળતી નથી.

આ પણ વાંચોઃ- વર્ષોથી જેને મીઠાની ખાણ સમજતાં હતા લોકો, તે જમીનની નીચે જાણવા મળી એવી હકીકત કે, હવે દુનિયાભરના લોકો માટે બની ગયું ટૂરિસ્ટ સ્પોટ

X
Single mum looks so young people think she’s her 20 year old son’s girlfriend… so can YOU guess her age?
Single mum looks so young people think she’s her 20 year old son’s girlfriend… so can YOU guess her age?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી