Divya Bhaskar

Home » Ajab-Gajab » Photo Stories » Shocking Moment Speeding Car Crashes Into Toll Plaza, EJECTS Passenger Without Seat Belt

ટોલ બુથ સાથે જબરદસ્ત અથડાઇ કાર, સીટ બેલ્ટ ન પહેરવાથી 30 ફૂટ હવામાં ઉછળ્યો વ્યક્તિ

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 05:15 PM

પોલીસ પ્રમાણે, કાર ડ્રાઇવરને ઊંઘમાં ઝોકું આવી ગયું હતું

  • Shocking Moment Speeding Car Crashes Into Toll Plaza, EJECTS Passenger Without Seat Belt

    અમેરિકાના ફ્લોરિડાની ઘટના, ટોલ બુથ સાથે અથડાઇ કાર
    ટક્કર લાગતાં જ ત્રીસ ફૂટ હવામાં ઉછળ્યો કાર સવાર

    અજબ ગજબ ડેસ્કઃ ટ્રાફિક નિયમોનું પાલન મોટાભાગના લોકો કરતાં નથી. જેના લીધે ભયાનક એક્સીડન્ટ થયા કરે છે. સીટ બેલ્ટ પહેર્યા વિના કાર ચલાવવાનું શું દુષ્પરિણામ આવી શકે છે તે તમે આ કિસ્સા દ્વારા જાણી શકો છો. આ કિસ્સો ફ્લોરિડાના ઓસ્કિયોલા કાઉન્ટીનો છે. અહીં એક ફૂલ સ્પીડ કાર સીધી ટોલ બુથ સાથે અથડાય છે. સીટ બેલ્ટ ન પહેર્યો હોવાથી કારમાં બેસેલો એક વ્યક્તિ હવામાં ત્રીસ ફૂટ ઉપર ઉછળે છે અને જમીન પર પડે છે.

    વાંચોઃ- ભાડે રહેતી હતી સિંગલ મોમ, મકાન માલકણે ઘરની સ્થિતિ જોઇને તરત જ કર્યો કોર્ટ કેસ

    જાણો આ સંપૂર્ણ કિસ્સોઃ-

    - ખૂબ જ સ્પીડમાં આવતી કાર ટોલ બુથના ડિવાઇડર સાથે અથડાય છે. ટક્કર એટલી જોરદાર હોય છે કે કારમાં બેસેલો એક વ્યક્તિ હવામાં ત્રીસ ફૂટ ઉછળી જમીન પર પડે છે.

    - ટક્કર બાદ કારમાં આગ લાગે છે. થોડી જ સેકેન્ડ બાદ કારનો ડ્રાઇવર પણ કારથી બહાર નીકળે છે.

    - ટોલ બુથ પર આ બધું એટલું એકાએક થયું કે કર્મચારીઓ કશું જ સમજી શક્યા નહીં. થોડીવાર બાદ ટોલ કર્મચારીઓ ઉછળીને પડેલાં આ વ્યક્તિને જોઇને ગભરાઇ જાય છે. તેના પછી કાર સવારને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે.

    - રિપોર્ટ્સ પ્રમાણે આ કારમાં 5 લોકો હતાં. ડ્રાઇવરે સીટ બેલ્ટ પહેર્યો હતો, પરંતુ તેની પાસે બેઠેલાં વ્યક્તિએ સીટ બેલ્ટ પહેર્યો નહોતો. આ પાંચેય લોકો ઘાયલ થયાં પરંતુ કોઇનું મૃત્યુ થયું નથી. પોલીસના પ્રમાણે ડ્રાઇવરને ઊંઘમાં ઝોકું આવી ગયું હોય એવું માનવામાં આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending