તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2000 વર્ષ જૂના તાબૂતમાંથી મળ્યાં 3 કંકાળ, ઇજિપ્તના સૌથી મોટાં તાબૂતની હકીકત આવી સામે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ ઇજિપ્તના એલેક્સઝેડ્રિયામાં દુનિયાના સૌથી મોટાં તાબૂતની અંદર મળેલાં ત્રણ રહસ્યમયી કંકાળનું રહસ્ય ખુલી ગયું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, એક જ તાબૂતની અંદર તેમને 1 મહિલા અને બે પુરૂષોના કંકાળ મળ્યાં છે. ત્યાં જ તેમની દફનાવવાની રીતથી અનેક અન્ય રહસ્યો ખુલી શકે છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ તાબૂતની અંદર એક પુરૂષનું કંકાળ છ ફૂટનું મળી આવ્યું છે. આ કંકાળની ખોપરીમાં કાણું પણ મળી આવ્યું છે, જેને વૈજ્ઞાનિકો પ્રાચીનકાળમાં ઇલાજની એક અજીબોગરીબ રીત જણાવી રહ્યા છે. 

 

- ઇજિપ્તના પુરૂતત્વ વિભાગ તરફથી નાદિયા ખૈદરે બધા જ કંકાળ વિશે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, કંકાળની કાર્બન ડેટિંગથી જાણવા મલ્ળું છે કે, એક કંકાળ 20 વર્ષીય મહિલા અને બે કંકાળ 30 અને 40 વર્ષના પુરૂષોના છે.

 

માથામાં કાણાને ઘાવ સમજી રહ્યા છે લોકોઃ-
- નાદિયાએ આગળ જણાવ્યું કે, પહેલાં એક કંકાળના માથા પર કાણુ જોઇને સમજાઇ રહ્યું હતું કે, આ કોઇ તીર કે ઘાવનું નિશાન છે. ત્યાર બાદ માનવામાં આવ્યું કે, તે સૈનિકોના કંકાળ છે, પરંતુ ઝીણવટથી તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, ખૂબ જ ધ્યાનથી માથામાં આ કાણું કરવામાં આવ્યું હતું.

- આ પ્રાચીનકાળની તે વિદ્યા તરફ ઇશારો કરે છે, જેમાં કોઇ વ્યક્તિનું જીવન બચાવવા માટે તેના માથામાં કાણું કરી દેવામાં આવતું હતું. તેને ટ્રીપેનેશન કહેવામાં આવતું હતું. માનવામાં આવે છે કે, માથામાં કાણું કરવાથી શરીરના વધતાં સોજા અને ખરાબ આત્માઓને શરીરમાંથી બહાર કાઢી શકાય છે.

 

અન્ય રહસ્યો ખુલશેઃ-
- ત્યાં જ મિસ્ત્રના પુરાતત્વ વિભાગના હેડ મુસ્તફા વઝીરીએ કહ્યું, શોધકર્તાઓની ટીમ હાલ અન્ય વસ્તુઓ વિશે તપાસ કરી રહી છે. હાડકાઓનું ઝીણવટ સાથે વિશ્લેષણ કરવામાં આવશે. ડીએનએ અને અન્ય જાણકારીઓ ભેગી કરીને તે જાણવાની કોશિશ કરવામાં આવશે કે આખરે આ લોકો કોણ હતાં? શું તેઓ એક જ પરિવારના હતાં? કેમ કે, આ લોકોની દફનાવવાની રીત ખૂબ જ આશ્ચર્યચકિત કરનારી હતી. તેમને એકની ઉપર એક દફનાવવામાં આવ્યાં હતાં.

 

જુલાઈમાં આ તાબૂતની શોધ થઇ હતીઃ-
જુલાઈની શરૂઆતમાં ઉત્તરી મિસ્ત્રના તટીય શહેર એલેક્ઝેન્ડ્રિયામાં બે હજાર વર્ષ પહેલાં આ 9 ફૂટ લાંબુ રહસ્યમયી તાબૂત મળ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, તેમાં 'એલેક્ઝેન્ડર ધ ગ્રેટ' ના અવશેષ હોઇ શકે છે. ત્યાં જ એલેક્ઝેન્ડર જેણે આ શહેર એલેક્ઝેન્ડ્રિયાની શોધ કરી. પરંતુ આ તાબૂતની અંદર એક સાથે ત્રણ ખોપરીઓ મળવાથી પુરાતત્વ વિભાગ આશ્ચર્ય પામ્યું છે.

 

લોકો પ્રમાણે તાબૂત ખોલવામાં આવશે તો કયામત આવશેઃ-
તાબૂત ખોલવાની વાત સામે આવતાં જ અફવાહો વહેતી થવા લાગી. તેને લઇને અજીબોગરીબ દાવા કરવામાં આવી રહ્યા હતાં. થોડાં લોકો પ્રમાણે, આ તાબૂતને ખોલવામાં આવશે તો કયામત આવી જશે, તો થોડાં લોકોએ જણાવ્યું કે, તે શ્રાપિત હોઇ શકે છે. એક અન્ય દાવો હતો, જે ફિલ્મોની કહાણી જેવો હતો. જેના પર ઇજિપ્તના લોકો ખાસ વિશ્વાસ કરી રહ્યા હતાં. દાવો હતો કે, આ તાબૂતને ખોલતાં જ કંઇક એવું થશે, જેનાથી હજારો વર્ષો માટે દુનિયા અંધકારમાં જતી રહેશે.

 

કુલ વજન 30 હજાર કિલો, 15 હજાર કિલોનું ઢાંકણુંઃ-
- વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ તાબૂતને ખોલવું એટલું સરળ હતું નહીં. તે જમીનમાં 18 ફૂટ નીચે હતું. તેની લંબાઈ લગભગ ન ફૂટ છે અને વજન 30 હજાર કિલો. તાબૂત કાળા ગ્રેનાઇટ પત્થરથી બનેલું છે. તે લગભગ 8.6 ફૂટ લાંબૂ અને 5.5 ફૂટ પહોળું છે.

 

આ પણ વાંચોઃ- 2043માંથી આવેલાં વ્યક્તિનો દાવોઃ 2020માં થશે વિશ્વયુદ્ઘ, અમેરિકા-કોરિયા કરશે યુદ્ધની શરૂઆત