Home » Ajab-Gajab » Interesting » Scientists still can not solve the secret of Plain Of Jar in Laos

વૈજ્ઞાનિકો આજે પણ નથી ઉકેલી શક્યા પથ્થરની વિશાળ બરણીઓનું રહસ્ય, દાવો- પહેલા તેમાં થતા અંતિમ સંસ્કાર અથવા સામાન સુરક્ષિત રાખવા બનાવ્યા હતા વાસણ

Divyabhaskar.com | Updated - Jul 21, 2018, 12:22 PM

કાયમ રિસર્ચનો વિષય બનેલા આ પથ્થર લાઓસના જિંગ ખાઓંગ વિસ્તારમાં આવેલા છે

  • Scientists still can not solve the secret of Plain Of Jar in Laos
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    અજબ-ગજબ ડેસ્કઃ દુનિયાભરમાં એવી ઘણી જગ્યા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેમાંથી એક જગ્યા છે 'પ્લેન ઓફ જાર'. થાઈલેન્ડના પાડોશી દેશ લાઓસમાં આવેલી આ જગ્યા ધરતીની સૌથી રહસ્યમય જગ્યા છે. અહીંયા હજારો વિશાળ પથ્થરોની મૂર્તિઓ પડેલી છે, જે જાર(બરણી) જેવો છે. તેને જોતા એવું લાગે કે કોઈ ખાસ કારણથી અહીંયા બનાવવામાં આવી હશે પણ વર્ષોથી વૈજ્ઞાનિકો તેનું રહસ્ય ઉકેલી શક્યા નથી. આ કેવી રીતે બની? ક્યાંથી આવી? જેવા સવાલોનો કોઈની પાસે જવાબ નથી. શું જગ્યા બદલે છે આ વિશાળ પથ્થરો?

    - કાયમ રિસર્ચનો વિષય બનેલા આ પથ્થર લાઓસના જિંગ ખાઓંગ વિસ્તારમાં આવેલા છે. એવું મનાય છે કે, ઘણી વાર આ પથ્થરો તેની જગ્યા બદલે છે અને લગભગ 2 હજાર વર્ષથી પણ જૂના છે.

    88 વર્ષથી રિસર્ચ કરી રહ્યા છે વૈજ્ઞાનિકો


    આ રહસ્યમય જગ્યા પર સૌથી પહેલા ફ્રાન્સના વૈજ્ઞાનિક મેડલાઈન કોલાનેએ 1930માં રિસર્ચ શરૂ કર્યું હતું. તેમને આ જાર જેવી આકૃતિમાંથી માનવ હાડકા મળી આવ્યા હતા. તેમણે પોતાની શોધના આધારે કહ્યું કે, બની શકે છે કે પહેલાના જમાનામાં લોકો કોઈના અંતિમ સંસ્કાર માટે આ પથ્થરના બનેલા જારનો ઉપયોગ કરતા હશે, જે સરેરાશ 6થી 10 ફૂટ લાંબા હતા. ત્યારબાદનું રિસર્ચ કહે છે કે, આ વિશાળ જારને પહેલાના જમાનામાં સામાનને સુરક્ષિત રાખવા માટે બનાવાયા હતા.

    આ કારણે અટકી ગયું સંશોધન


    વૈજ્ઞાનિકોએ તેના પર તપાસ શરૂ જ કરી હતી કે વિયેતનામ યુદ્ધના કારણે આ કામ અટકી ગયું. વિયેતનામ યુદ્ધ દરમિયાન અહીંયા 1964થી 1973 વચ્ચે અંદાજે 20 લાખ ટન બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. તેના માટે 5 લાખ 80 હજાર બોમ્બમારો મિશન પૂર્ણ કરાયું હતું. સરેરાશ 9 વર્ષ સુધી દર 8મી મિનિટે અહીંયા બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, પરંતુ તેમાંથી લગભગ 30 ટકા બોમ્બ બ્લાસ્ટ થયા નહોતા. જે જગ્યાએ આ પથ્થરો છે ત્યાં ભારે બોમ્બમારો થયો હતો. ઘણા જીવંત બોમ્બ હોવાના કારણે અહીંયા ઘણા લોકો તેનો શિકાર બની ગયા હતા, ત્યારબાદ સરકારે ત્યાં જવા પર પ્રતિબંધ લગાવી દીધો. જેના કારણે હવે વૈજ્ઞાનિકો જૂના ડેટાના આધારે જ સ્ટડી કરી રહ્યા છે.

    વધારે રિસર્ચ થવું જોઈએ


    - આ અજીબોગરીબ પથ્થરોનું રહસ્ય જાણવા માટે વૈજ્ઞાનિકો વધારે રિસર્ચ કરવા માંગે છે, પણ જોખમના કારણે આવું શક્ય નથી. અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે, તેનાથી અમને ભવિષ્ય વિશે અન્ય વાતો ખબર પડી શકે છે, પરંતુ આ ત્યારે શક્ય છે જ્યારે ત્યાં જવાની મંજૂરી મળે.

  • Scientists still can not solve the secret of Plain Of Jar in Laos
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Scientists still can not solve the secret of Plain Of Jar in Laos
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ