• Home
  • Ajab-Gajab
  • Strange
  • Scary mother flies her home after finding 5.5k maggot filled BATS in her garden that mysteriously fell from heaven

સવારે સૂઇને ઊઠી ત્યારે ઘરની બહારનું દ્રશ્ય જોઇને ડરી ગઇ મહિલા, તેને જોવા મળ્યાં હજારો મૃત્યુ પામેલાં ચામાચીડિયા

Divyabhaskar.com

Dec 05, 2018, 02:47 PM IST
Scary mother flies her home after finding 5.5k maggot filled BATS in her garden that mysteriously fell from heaven

અજબ-ગજબ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં રહેનાર એક મહિલા જ્યારે એક દિવસ સવારે ઊઠી ત્યારે ઘરની બહારનું દ્રશ્ય જોઇને ડરી ગઇ હતી. બહાર બનેલાં ગાર્ડનમાં અનેક ચામાચીડિયા મૃત્યુ પામેલાં પડ્યાં હતાં. તેને સમજાયું નહીં કે આવું કેવી રીતે અને કેમ થયું. આ દ્રશ્ય તેને કોઇ હોરર મૂવી જેવું લાગતું હતું, જેને જોઇને તેના રુંવાટાં ઊભા થઇ ગયાં હતાં. જોકે, ચામાચીડિયાના મૃત્યુ પાછળનું કારણ તે વિસ્તારમાં પડી રહેલી ભયાનક ગરમી હોઇ શકે તેવું જાણવા મળ્યું છે.

ઘરની બહારનું દ્રશ્ય જોઇને ડરી ગઇ મહિલાઃ-
- આ સ્ટોરી ઓસ્ટ્રેલિયાના ક્કીંસલેન્ડમાં રહેનાર ફિલિપા સ્કૂરની છે. નવેમ્બરના છેલ્લાં અઠવાડિયામાં એક દિવસ સવારે જ્યારે તે સૂઇને ઊઠી ત્યારે ઘરની બહારનું દ્રશ્ય જોઇને તે ખૂબ જ ડરી ગઇ હતી.
- ઘરની બહાર સ્થિત ગાર્ડનમાં 5 હજારથી વધારે ચામાચીડિયા મૃત્યુ પામ્યાં હતાં. જે આસપાસના વૃક્ષો પર રહેતાં હતાં. મહિલાની દ્રષ્ટિમાં આ દ્રશ્ય કોઇ હોરર ફિલ્મના સીન જેવું જ હતું અને તેને જોઇને એવું લાગી રહ્યું હતું કે, રાતે ત્યાં ચામાચીડિયાનો વરસાદ થયો હશે.
- ફિલિપા પ્રમાણે, તેમની ડેડબોડીમાંથી એટલી વધારે દુર્ગંધ આવી રહી હતી કે, મારે મારા બંને દીકરા સાથે ઘર છોડીને બીજી જગ્યાએ શિફ્ટ થવું પડ્યું હતું. છેલ્લાં કેટલાંક દિવસોથી પોતાના ઘરેથી દૂર રહેતી મહિલાએ જણાવ્યું કે, તે ત્યાં સુધી ઘરે પાછી નહીં ફરે જ્યાં સુધી તે પોતાના ઘરની દીવાલ, ફર્નીચર, ગાડીઓને યોગ્ય રીતે સાફ ન કરી લે. કેમ કે, દરેક જગ્યાએ દુર્ગંધ ફેલાયેલી હતી અને તે સૌથી મોટો હેલ્થ ઇશ્યૂ હતો.

આ કારણે ચામાચીડિયાઓનું મૃત્યુ થયું હતુંઃ-
- રાતોરાત થયેલાં ચામાચીડિયાઓના મૃત્યુ પાછળનું કારણ તે વિસ્તારમાં પડી રહેલી ભયાનક ગરમી માનવામાં આવી રહી છે. લૂના કારણે અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે થઇ ચૂક્યું છે. જેના કારણે 5.5 હજારથી વધારે ચામાચીડિયાઓનું મૃત્યુ થઇ ગયું છે.
- વિસ્તારમાં રહેનાર લોકો પ્રમાણે, જમીન પર પડેલાં હજારો ચામાચીડિયાને જોઇને અમે ડરી જ ગયાં હતાં. જ્યારે તેમની ડેડબોડીને એકઠી કરવામાં આવી ત્યારે ત્યાં રાખેલી પ્લાસ્ટિક બેગમાં 70-80 ચામાચીડિયા આવી ગયાં હતાં.
- ચામાચીડિયાઓના ન્યૂઝ ફેલાયા બાદ અનેક વોલેન્ટિયર ગ્રુપ્સે અહીં આવીને ચામાચીડિયાઓની ડેડબોડીને હટાવવામાં મદદ કરી હતી. જોકે, હાલ ત્યાં 500થી વધારે ચામાચીડિયા બચી ગયા છે જે અનાથ થઇ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ- પતિ પર મારપીટનો આરોપ લગાવીને મહિલાએ તેને મોકલી દીધો જેલ, પરંતુ એક વીડિયો દ્વારા ખુલી ગઇ પત્નીની પોલ

X
Scary mother flies her home after finding 5.5k maggot filled BATS in her garden that mysteriously fell from heaven
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી