Home » Ajab-Gajab » Na Hoy » Santiago Flight 513 Commercial Airliner Takes Off in Germany in 1954 Lands in Brazil in 1989

35 વર્ષ પછી પાછું ફર્યું જર્મનીથી ઉડેલું વિમાન, અચાનક થઇ ગયું'તું ગાયબ, વિમાનની અંદરનો માહોલ જોઈને હચમચી ગયા હતા ઓફિસર

Divyabhaskar.com | Updated - Sep 06, 2018, 12:51 PM

દુનિયાભરમાં આગની જેમ ફેલાઈ ખબર, શું હતી રહસ્યમયી વિમાનની કહાણી?

  • Santiago Flight 513 Commercial Airliner Takes Off in Germany in 1954 Lands in Brazil in 1989
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    (આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

    અજબ-ગજબ ડેસ્ક: જર્મનીમાં 92 લોકોને લઈને ઉડેલું એક વિમાન ગાયબ થઇ જાય છે અને 35 વર્ષ પછી અચાનક બ્રાઝિલની જમીન પર ઉતરે છે. વિશ્વના અખબાર આ ખબરને છાપે છે, લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ થાય છે કે 35 વર્ષથી વિમાન ક્યાં હતું? ટાઈમ ટ્રાવેલ પર ભરોસો કરનાર લોકો તો અહીં સુધી દાવો કરે છે કે આ વિમાન સમયથી ઉપર જતું રહ્યું હતું, આ દરમિયાન ધરતી પર 35 વર્ષ જતા રહ્યા. પણ આ ખબર તદ્દન ખોટી છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ ભૂતિયા કહેવાતી સેટિંગોની ફ્લાઇટ 513ની કહાણી. અહીંથી શરુ થઇ કહાણી...

    - હકીકતમાં, 14 નવેમ્બર 1989એ જર્મનીના એક જાણીતા અખબારના પત્રકારે છાપ્યું કે બ્રાઝિલમાં 1950નું એક વિમાન લેન્ડ થયું છે, જેમાં 92 લોકોના હાડપિંજર છે. આગળ દાવો કરવામાં આવ્યો છે કે આ એ જ વિમાન છે જે અચાનક ગાયબ થઇ ગયું હતું.

    - સમાચારોમાં જણાવાયું કે વિમાને 35 વર્ષ પહેલા એચન, ફ્રાન્સથી ઉડાણ ભરી હતી અને લાપતા થઇ ગયું હતું. આ વિમાનમાં 88 યાત્રી અને 4 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ઉડાણના થોડા સમય પછી વિમાનનો એટલાન્ટિક સમુદ્ર ઉપર સંપર્ક તૂટી ગયો હતો.

    * જયારે અચાનક લેન્ડ થયું વિમાન:
    - અખબારના સમાચાર મુજબ, વિમાને ઉતરતા પહેલા ન તો એર ટ્રાફિક કંટ્રોલની મંજૂરી માંગી અને ન તો એટીસીને વિમાનના લેન્ડિંગની કોઈ ખબર હતી. આ પછી શંકાના કારણે એરપોર્ટ સિક્યોરિટી ટીમ વિમાન સુધી પહોંચી.

    * વિમાન અંદર ભરેલા હતા હાડપિંજર:
    - જયારે સિક્યોરિટી ટીમ વિમાનની અંદર પહોંચી તો બધા કંપી ઉઠ્યા હતા. આખા વિમાનની અંદર હાડપિંજર ભરેલા હતા. દરેક હાડપિંજર તેની સીટ પર હાજર હતું. અહીં સુધી કે વિમાનના કપ્તાને પણ કંટ્રોલ્સને પોતાના હાથમાં પકડી રાખ્યા હતા અને વિમાનનું એન્જીન ચાલુ હતું. આ દરમિયાન સિક્યોરિટી સ્ટાફ નીચે ઉતારી ગયો અને આ ઘટનાની બ્રાઝીલ સરકારને જાણકારી આપી.

    * શું છે આ કહાણીની હકીકત?
    - તમને જણાવી દઈએ કે જર્મનીના અખબારની આ ખબર તદ્દન ખોટી છે. આ નકલી ખબર ઇરવિન ફિશર નામના રિપોર્ટરે છાપી હતી. આ નકલી ખબરને તપાસ વિના એ સમયે દુનિયાના કેટલાયે અખબારોએ છાપી હતી, જેણે લોકો વચ્ચે ડિબેટ જગાડી દીધી હતી. હકીકત એ હતી કે આવું કોઈ વિમાન હતું જ નહીં.

    આ પણ વાંચો:-
    બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ

  • Santiago Flight 513 Commercial Airliner Takes Off in Germany in 1954 Lands in Brazil in 1989
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Santiago Flight 513 Commercial Airliner Takes Off in Germany in 1954 Lands in Brazil in 1989
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ