સૂમસામ જગ્યા પર યુવતીને જોવા મળી ફેક્ટરી, સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું અહીં આવવાની મનાઈ છે, પરંતુ તે ઘૂસી ગઇ અંદર

Divyabhaskar.com

Dec 05, 2018, 01:39 PM IST
Real Life ‘Tomb Raider’ Uncovers a Secret Site of Government in Russia

અજબ-ગજબ ડેસ્કઃ રશિયામાં અંજાન જગ્યા પર એડવેન્ચર કરનારી એક યુવતીએ એવી જગ્યા શોધી લીધી હતી જ્યાં તેને જવું જોઇએ નહીં. આ યુવતીએ એવી હરકત કરી કે, ડિફેન્સ મિનિસ્ટરે તેને ચેતવણી આપી દીધી. જોકે, લાના સેટોર નામની એડવેન્ચર ગર્લ ખિમકી શહેર પહોંચી હતી. અહીં એક સૂમસામ વિસ્તારમાં ફરતા તેને એક ફેક્ટરી જોવા મળી ગઇ. લાના પ્રમાણે મેપમાં તેને આવી કોઇ ફેક્ટરી જોવા મળી રહી ન હતી. જેથી તેણે આ ફેક્ટરીની અંદર જવાનો નિર્ણય કર્યો હતો. ફેક્ટરીમાં દૂરથી જ સ્પષ્ટ ચેતવણીવાળા બોર્ડ જોવા મળી રહ્યા હતાં, જેમાં પ્રવેશ વર્જિત લખવામાં આવ્યું હતું. પરંતુ લાના માની નહીં અને એક સુરંગ દ્વારા ફેક્ટરીમાં પ્રવેશ કરવા લાગી.

- લાનાએ મોટી રાતે પોતાની ટીમ સાથે અહીં પ્રવેશ કર્યો હતો. તેને ખ્યાલ હતો કે, જો અહીં તેઓ પકડાઇ જશે તો તેમની સાથે કંઇપણ થઇ શકે છે. પરંતુ તેની ચિંતા કર્યા વિના તે પોતાની ટીમ સાથે એક સુરંગમાં જઇ પહોંચી હતી. અહીંથી તેને ફેક્ટરીમાં જવાનો રસ્તો મળી ગયો હતો.

ત્યા કોઇ સુરક્ષા હતી નહીંઃ-
- લાનાએ જણાવ્યું કે, તે ફેક્ટરીની અંદર પહોંચી જ્યાં ભીમકાય મશીન જોવા મળી રહી હતી. પરંતુ એકપણ ગાર્ડ ત્યાં તેને જોવા મળ્યો નહીં. લાનાની ટીમ તેની સાથે ત્યાંની તસવીરો લેવા લાગી હતી. કોઇને સમજાતું ન હતું કે, મોટી-મોટી મશીનોથી ત્યાં શું બનાવવામાં આવી રહ્યું હતું.

જાણે આખું શહેર વસેલું હોયઃ-
- લાનાની ટીમ એક ટાવરના રસ્તેથી ફેક્ટરીના સૌથી ઊંચા ભાગમાં પહોંચી ગઇ હતી. અહીંનું દ્રશ્ય ચોંકાવનારું હતું. લાનાએ જોયું તો ફેક્ટરી એટલાં ક્ષેત્રમાં ફેલાયેલી હતી જાણે આખું શહેર હોય.

અંદર અજીબોગરીબ વસ્તુઓ હતીઃ-
- ત્યાર બાદ આ ટીમને એક મોટી બિલ્ડિંગમાં અજીબોગરીબ મશીન જોવા મળી હતી. ત્યાર બાદ ટીમ સમજી ગઇ કે, આ ફેક્ટરીમાં શું કામ થઇ રહ્યું હતું. તેમને જાણવા મળ્યું કે, અહીં રોકેટ અને રશિયાની સેનાના હથિયારના પાર્ટ્સ બની રહ્યા છે. આ જાણતાં જ લાના અને તેની ટીમ સમજી ગઇ કે, હવે તેમણે અહીંથી બહાર આવી જવું જોઇએ. લાના અને તેની ટીમ સવાર થતાં પહેલાં ત્યાંથી બહાર આવી ગયાં હતાં.

લાના ફસાઇ ગઇઃ-
- લાનાએ પોતાની આ અનોખી શોધ વિશે સોશ્યિલ મીડિયા પર જણાવ્યું હતું. ત્યાર બાદ તેણે આ સીક્રેટ લોકેશનની તસવીર પણ અપલોડ કરી દીધી હતી. જ્યારે આ તસવીરો વાયરલ થઇ ત્યારે રશિયાની સરકારના સાઇબર સેલની તેની પર નજર પડી. સુરક્ષા મંત્રાલયને જાણકારી મળતાં જ હાહાકાર મચી ગયો હતો. થોડાં દિવસ બાદ લાનાના ઘરે મંત્રાલયમાંથી નોટિસ આવી ગઇ. જેમાં સ્પષ્ટ ઉલ્લેખવામાં આવ્યું હતું કે, તેણે જે ભુલ કરી છે તે ફરી કરશે તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ રહેશે. આ લેટર કોઇ અન્યએ નહીં પરંતુ રશિયાના ડિફેન્સ મિનિસ્ટર દિમિત્રી રોગાજિનના નામથી હતો.

આ પણ વાંચોઃ- વૈજ્ઞાનિકોને પહાડ ઉપર જોવા મળ્યો એક રહસ્યમયી ખાડો, દોરડું નાખીને તેમાં ઉતરવા લાગ્યાં

X
Real Life ‘Tomb Raider’ Uncovers a Secret Site of Government in Russia
Real Life ‘Tomb Raider’ Uncovers a Secret Site of Government in Russia
Real Life ‘Tomb Raider’ Uncovers a Secret Site of Government in Russia
Real Life ‘Tomb Raider’ Uncovers a Secret Site of Government in Russia
Real Life ‘Tomb Raider’ Uncovers a Secret Site of Government in Russia
Real Life ‘Tomb Raider’ Uncovers a Secret Site of Government in Russia
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી