દરિયાની લહેરો સાથે તણાઈ આવી દુર્લભ પ્રજાતિની વ્હેલ શાર્ક, પરંતુ થોડા સમયમાં જ થયું મોત

પોસ્ટમોર્ટમમાં સામે આવી મોતનું ચોંકાવનારું કારણ

divyabhaskar.com | Updated - Sep 05, 2018, 05:37 PM
rare species of whale sharks flowing along the waves but in short time death occurred

(આ કહાણી સોશિયલ વાયરલ સીરીઝ હેઠલ છે. દુનિયાભરમાં સોશિયલ મીડિયા પર આવી સ્ટોરી વાયરલ થઈ છે, જેને તમારે જાણવી જોઈએ.)

અજબ-ગજબ ડેસ્કઃ ફિલિપાઈન્સમાં તાજેતરમાં એક દુર્લભ પ્રજાતિની વ્હેલ શાર્ક માછલી સમુદ્રના પાણી સાથે વહીને કિનારા પર આવી ગઈ. થોડા સમયમાં તેનું મોત પણ થઈ ગયું. જ્યારે તેના મોતનું કારણ સામે આવ્યો તો તેને જાણીને સહુ કોઈ હેરાન રહી ગયા. તેના પેટમાંથી ઘણો બધો પ્લાસ્ટિકનો કચરો મળી આવ્યો અને તેનું મોત શ્વાસ રુંધાવાના કારણે થયું હતું.

પ્લાસ્ટિકે લીધો માછલીનો જીવ

- આ ઘટના ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયાની છે, જ્યારે દાવોસ પાસે સ્થિત દરિયા કિનારે આ વ્હેલ શાર્ક માછલી વહીને આવી હતી. આ વ્હેલ શાર્ક માછલીની લંબાઈ અંદાજે 14 ફૂટ હતી.
- મોત બાદ જ્યારે તેનું શબ પરીક્ષણ કરવામાં આવ્યો તો તેના પેટમાંથી ઘણો બધો પ્લાસ્ટિકનો કચરો મળી આવ્યો હતો. ઓટોપ્સી રિપોર્ટથી જાણ થઈ કે માછલીનું મોત ગૂંગણામણના કારણે થયું હતું અને તે શ્વાસ લઈ ના શકવાના કારણે મૃત્યુ પામી હતી.
- માછલીના પેટમાંથી ઘણી પોલિથિન બેગ્સ સિવાસ પ્લાસ્ટિક કપ્સ અને પ્લાસ્ટિક કચરો મળી આવ્યો. તે દરિયાથી મળતી નહેરના પાણીમાં આવી ગઈ હતી, જે સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક અને પોલિથિન કચરાથી ભરેલી હતી.

શું કહ્યું દરિયાઈ જીવ વૈજ્ઞાનિકે?

- આ માછલીનું શબ પરીક્ષણ કરનાર દરિયાઈ જીવ વૈજ્ઞાનિક ડેરેલ બ્લેચલે જ્યારે તેનું પેટ ચેક કર્યું તો તે સંપૂર્ણ રીતે દરિયાઈ કચરાથી ભરેલું હતું.
- બ્લેચલેએ કહ્યું કે, જ્યારે મેં તેના શબની તપાસ કરી તો મને બહુ ગુસ્સો આવ્યો. તેના પેટમાં પ્લાસ્ટિક ફસાયેલું હતું, જેના કારણે તે બહુ કમજોર થઈ ગઈ હતી, જેનાથી તેનું મોત થઈ ગયું.
- બ્લેચલે પ્રમાણે, છેલ્લા 9 વર્ષમાં અંદાજે 60 વ્હેલ અને ડોલ્ફિન માછલીઓ, અગણિત કરચલા અને મોટા મોઢાવાળી શાર્ક, હવે એક વ્હેલ શાર્ક માછલીના શબનું પરીક્ષણ કરી ચૂક્યો છું.

આ પણ વાંચો - પાન-ગુટખાની પિચકારીથી રંગાઈ ગઈ હતી દિવાલ, IAS ઓફિસર જાતે ડોલ-કપડું લઈને સાફ કરવા લાગ્યા

rare species of whale sharks flowing along the waves but in short time death occurred
rare species of whale sharks flowing along the waves but in short time death occurred
rare species of whale sharks flowing along the waves but in short time death occurred
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App