અહીં પગ મૂકતા જ દૂર થાય છે નાણાંની અછત, આ ખાસ કારણે નથી રહેતી કોઈને આર્થિક પરેશાની

આ એક એવી જગ્યા છે જ્યાં જવા માત્રથી માણસની દરેક પરેશાની દૂર થઈ જાય છે

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 01:08 PM
problem of money going away when going here and No one gets financial trouble

અજબ-ગજબ ડેસ્કઃ પૈસા એક એવી વસ્તુ છે જેની પાછળ આખી દુનિયા દોડે છે. વધારેમાં વધારે પૈસા કમાવવા માટે અને પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂરી કરવા માટે માણસ સવારથી સાંજ સુધી મહેનત કરે છે. દરેક વ્યક્તિ આર્થિક રીતે સશક્ત થવા માંગે છે. ગરીબી અને આર્થિક તંગી કોને પસંદ હોય, પરંતુ કોઈ પોતાની ઈચ્છાથી ગરીબ તો બનતો જ નથી પરંતુ પરિસ્થિતિ અને ભાગ્યના કારણે માણસને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પરેશાની છૂટકારો મેળવવા માટે વ્યક્તિ મંદિરથી લઈને મજાર દરેક જગ્યાએ માથું ટેકવે છે. પૈસાની કમીને દૂર કરવા માટે માણસ કંઈ પણ કરવા માટે તૈયાર છે, પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં જવા માત્રથી માણસની આ પરેશાની દૂર થઈ જાય છે.

ક્યા આવેલી છે આ જગ્યા?

આ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત છે. બદ્રીનાથ ધામથી 3 કિમી આગળ ભારત અને તિબેટ સરહદ પર સ્થિત આ ગામનું નામ માણા છે. ભગવાન શિવના પરમ ભક્ત મણિભદ્ર દેવના નામે આ ગામનું નામ માણા પડ્યું. શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે, આ ગામમાં પગ રાખતા જ વ્યક્તિ પાપમુક્ત થઈ જાય છે. તેના કારણે પુરાણોમાં આ ગામને શ્રાપમુક્ત સ્થાનનો દરજ્જો મળેલો છે. એવી પણ માન્યતા છે કે, આ ગામમાં આવતા જ માણસ સ્વપ્નદ્રષ્ટા બની જાય છે. ભવિષ્યમાં થવાની ઘટના વિશે તેને પહેલેથી જ ખબર પડી જાય છે. ભગવાન શિવની અપાર મહિમાના કારણે આ ગામમાં આવતા જ લોકોને આર્થિક કષ્ટમાંથી મુક્તિ મળી જાય છે.

શું છે પ્રાચીન કથા?

એમ પણ કહેવાય છે કે, પ્રાચીન કાળમાં માણિક શાહ નામનો એક વેપારી હતો. માણિસ શાહ ભગવાન શિવનો બહુ મોટો ભક્ત હતો. એક વખત વ્યાપારિક યાત્ર કરવા દરમિયાન લૂંટારાઓએ માણિક શાહનું માથુ કાપીને હત્યા કરી નાખી હતી. આ તેમની શિવ પ્રત્યે ઉંડી શ્રદ્ધા જ હતી જેના કારણે માથુ કપાયા બાદ પણ તેની ડોક ભગવાન શિવનો જાપ કરી રહી હતી. તેની શ્રદ્ધાથી શિવજી બહુ પ્રશન્ન થયા. તેમણે ગળા પર મોરનું માથુ લગાવી દીધું. આ ઘટના બાદથી જ માણામાં મણિભદ્રની પૂજા થવા લાગી.

અન્ય શું છે ખાસ?

માત્ર આટલું જ નહીં, ભગવાન શિવે માણિક શાહને વરદાન પણ આપ્યું કે, માણા આવતા વ્યક્તિની દરિદ્રતા દૂર થઈ જશે. તેની સાથે જ માણામાં જ ગણેશજીના વ્યાસ ઋષિના કહેવાથી મહાભારતની રચના કરી હતી અને મહાભારત યુદ્ધ સમાપ્ત થયા બાદ પાંડવ દ્રોપદી સહિત આ ગામમાંથી સ્વર્ગમાં જતી સ્વર્ગારોહિણી સીડી સુધી ગયા હતા.

આ પણ વાંચો - આ મહિલાના પગેથી ટોર્ચર થવા આવે છે પુરુષો, જૂતા ચાટી કરે છે આવી અજીબોગરીબ હરકતો

problem of money going away when going here and No one gets financial trouble
problem of money going away when going here and No one gets financial trouble
problem of money going away when going here and No one gets financial trouble
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App