• Gujarati News
  • National
  • Price Of Blue Scorpion Venom As Per Viral Video|OMG! દુનિયાનું સૌથી મોંઘું ઝેર છે આ વીંછીનું

OMG! દુનિયાનું સૌથી મોંઘું ઝેર છે આ વીંછીનું, એક લિટરનો ભાવ હોય 76 કરોડ રૂપિયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અત્યાર સુધી તમને એવું જ લાગતું હશે કે દુનિયામાં જો સૌથી મોંઘું ઝેર કોઈનું હોય તો તે છે કિંગ કોબરાનું પણ ના આ વાત સાવ જ ખોટી સાબિત થાય તેવો દાવો કરતો એક વીડિયો સામે આવ્યો હતો. તાજેતરમાં વાઈરલ આ વીડિયોમાં જે પ્રમાણેની વાત અને દાવો કરવામાં આવ્યો છે તે મુજબ દુનિયામાં સૌથી મોંઘું ઝેર કોઈ જીવનું હોય તો તે છે વીંછીનું, હા, તે એક લિટર ઝેરની કિંમત છે 76 કરોડ કરતાં પણ વધુ રૂપિયા. ભલભલાને આ સાંભળીને આંચકો લાગે કે એવું તો શું હોય છે  આ વીંછીના ઝેરમાં કે તેની અધધધ કહી શકાય તેટલી કિંમત ઉપજે. તમને એ પણ જણાવી દઈએ કે આ દરેક વીંછીના ઝેરનો ભાવ નથી પણ એક ખાસ પ્રકારના વાદળી રંગના વીંછીના ઝેરનો ભાવ છે. આ ઝેરમાંથી જ વિડ્સટૉક્સ નામની દવા બને છે જેનો ઉપયોગ વીડિયોમાં કરાવેલ દાવા મુજબ કેન્સરની સારવાર માટે કરવામાં આવે છે. આ ઉપરાંત આ જ ઝેરમાં હજુ પણ 50 લાખ જેટલા તત્વો તો વણઓળખાયેલાં જ છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી આ ઘટનાની માહિતી અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ જેમાં કરાયેલા દાવાઓની અને દવાઓની વાત તમને કરીએ છીએ.  

 

પોલીસે મુસ્લિમ યુવક સાથે પકડી મેડિકલ વિદ્યાર્થિનીને, મહિલા કોન્સ્ટેબલે થપ્પડો મારી તો અન્ય પોલીસવાળાઓએ કરી અશ્લીલ વાતો

 

ચકડોળમાંથી લપસ્યું 5 વર્ષનું બાળક, માત્ર ગરદનના સહારે 130 ફીટ ઊંચે હવામાં લટકતું રહ્યું

 

અન્ય સમાચારો પણ છે...