તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકોએ રમતમાં ઢીંગલીને મડદાની જેમ સફેદ ચાદરથી ઢાંકી દીધી, થોડાં દિવસ બાદ બાળકો સહિત માતાનું થયું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ અમેરિકાની શૈનન વોટ્સ નામની 34 વર્ષીય મહિલાએ એક ડોલ(ઢીંગલી)નો મડદા જેવી તસવીર શેર કરી, તેના થોડાં જ દિવસો બાદ તેની અને તેની દીકરીઓની હત્યા થઇ ગઇ. જોકે, શૈનનની દીકરીઓએ એક ઢીંગલીને સોફા પર સૂવડાવીને તેને સફેદ ચાદરથી ઢાંકી દીધી હતી, જેનાથી તે મડદા જેવી દેખાઇ રહી હતી. શૈનને બાળકોની મસ્તીનો આ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કર્યો, પરંતુ થોડાં દિવસો બાદ આ ઘટના સાચી સાબિત થઇ. ત્યાર બાદ લોકો માની રહ્યા છે કે, આ કોઇ પ્રકારની ચેતવણી હતી. 

 

તેલના ડ્રમમાં મળી બાળકોની લાશઃ-
- આ તસવીર શેર કર્યાના થોડાં દિવસો બાદ શૈનનની દીકરીઓની લાશ એક ઓઇલ ડ્રમની અંદર મળી અને તેની પારે પ્રેગ્નેન્ટ શૈનનની લાશ હતી. આ ત્રણેય લાશ તે જગ્યાની હતી જ્યાં શૈનનનો પતિ કામ કરતો હતો.
- શૈનનના પતિ પર આરોપ છે કે, તેણે પોતાની બે દીકરીઓ અને 15 અઠવાડિયા પ્રેગ્નેન્ટ પત્નીની હત્યા કરી દીધી હતી. રિપોર્ટ્સ પ્રમાણે શૈનને પતિએ કબૂલ કર્યું છે કે, આ ત્રણેય હત્યા તેણે જ કરી છે. નોંધનીય છે કે, તેણે આ ઘટનાને ત્યારે અંજામ આપ્યો જ્યારે શૈનનને પોતાના ઘરે જેન્ડર રિવલી પાર્ટી રાખી હતી. જોકે, આ પાર્ટી વિદેશોમાં ત્યારે આયોજિત કરવામાં આવે છે જ્યારે થનાર બાળકનું લિંગ પરીક્ષણ કરવામાં આવે છે.

 

લોકોએ કહ્યું કે શું આ ચેતવણી હતી?
- શૈનન અને તેના બાળકોની હત્યા બાદ લોકો તેના દ્વારા શેર કરેલી તસવીર પર કમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, શું બાળકો દ્વારા લેવામાં આવેલી તે ડોલની તસવીર મૃત્યુની ચેતવણી હતી. ત્યાં જ એક અન્ય વ્યક્તિએ લખ્યું, શું બાળકોને અહેસાસ થઇ ગયો હતો કે, તેમનું મૃત્યુ થવાનું છે?

 

પહેલાં જાતે જ પોલીસમાં ફરિયાદ કરી, પછી કબૂલ કરી હત્યાઃ-
- રિપોર્ટ્સ પ્રમાણે શૈનનના પતિ ક્રિસ વોટે પોતે જ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેની પત્ની મોડી રાતે એક બિઝનેસ ટ્રિપથી ઘરે પાછી ફરી હતી પરંતુ સવારે ગાયબ થઇ ગઇ હતી. તેણે રડતાં પોતાના બાળકોના ગાયબ થવાની પણ વાત કહી હતી. પરંતુ પોલીસની કડક કાર્યવાહી બાદ આ ખોંફનાક ઘટનાનો ખુલાસો થયો.

 

આ પણ વાંચોઃ- અજાણી મહિલાનું દૂધ ઓનલાઇન મંગાવી પીતી હતી યુવતી, વજન ઘટાડવા અપનાવી આ અજીબ રીત