બિલ્ડરે તોડાવ્યું 150 વર્ષ જૂનું થિયેટર, તો દીવાલોની નીચે દટાયેલો મળ્યો કેટલાયે વર્ષો જૂનો ઘડો

ઘડાની અંદરથી જે મળ્યું તેણે લોકોને બતાવી દીધો નવો રસ્તો

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 11:44 AM
Pot with gold coins found under 150 year old theater

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

અજબ-ગજબ ડેસ્ક: ઇટલીમાં એક થિયેટર તોડી પાડવામાં ઓથોરિટીને મોટી સફળતા હાથ લાગી છે. અહીં કોમો શહેરમાં બિલ્ડર 150 વર્ષ જૂનું ક્રેસોની થિયેટર તોડાવી રહ્યા હતા. ગત બુધવારે તેઓ ત્યારે હેરાન રહી ગયા, જયારે તેની અંદરથી એક વર્ષો જૂનો ઘડો દટાયેલો મળ્યો. આ ઘડામાં 5મી સદીના સોનાના સિક્કા રાખ્યા હતા. આ જગ્યાને હવે ખજાનાથી ભરપૂર માનવામાં આવી રહી છે. આ સિક્કાઓએ ઓથોરિટીને અહીં કન્સ્ટ્રક્શન રોકીને ખજાનો શોધવા માટેનો રસ્તો બતાવી દીધો છે.

* આર્કિયોલિજીસ્ટ બોલ્યા - આ કિંમતી શોધ છે:
- ઇટલીની મીડિયા મુજબ, થિયેટર નીચે દટાયેલા સોનાના સિક્કા રોમન કાળના છે, જેની કિંમતનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.
- લોકલ આર્કિયોલિજીસ્ટ લુસા કહે છે, અમે તેની અસલી કિંમત નથી બતાવી શકતા કારણકે તે બજારોમાં વેચાતી વસ્તુઓ નથી. તેનું મૂલ્ય ઘણું વધારે છે અને તે કિંમતી શોધ છે.
- જણાવી દઈએ કે, જે થિયેટરને તોડી પાડ્યા બાદ ઘડો મળ્યો છે, તેનું ઓપનિંગ 1870માં થયું હતું અને તે 1997માં બંધ થતા પહેલા સિનેમા હોલ બની ચુક્યો હતો.

* ઘડાએ બતાવ્યો નવો રસ્તો:
- ક્લચરર મિનિસ્ટર અલ્બર્ટો બોણીસોલીએ કહ્યું કે અમને ખોદકામ દરમિયાન મળેલા સામાનની ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે કોઈ જાણકારી મળી નથી
- તેમણે કહ્યું કે જ્યાં આ સિક્કાઓ મળ્યા છે તે જગ્યાએ અન્ય વસ્તુઓ કે વધુ ખજાનો હોઈ શકે છે અને તેના લીધે જ અમે થોડા સમય માટે અહીં બાંધકામ રોકી દીધું છે જેથી તેમાં વધુ ખોદકામ થઇ શકે.

આ પણ વાંચો:-
બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ

X
Pot with gold coins found under 150 year old theater
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App