પાડોશી આ ટીન શેડને સમજતા રહ્યા ગાયનો તબેલો, પરંતુ એક દિવસે પોલીસે અચાનક પાડ્યા દરોડા

આટલા લાંબા સમય સુધી લોકોની આંખમાં ઘૂળ નાંખતો રહ્યો વ્યક્તિ

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 03:32 PM
neighbor understand this tin shed herd of cows but When police raided they found Something Very Shocking

અજબ-ગજબ ડેસ્કઃ ઈંગ્લેન્ડના એશબોર્નમાં લોકો એક જૂના ટીન શેડને 2 વર્ષ સુધી ગૌશાળા સમજવાની ભૂલ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે પોલીસે ત્યાં દરોડા પાડીને તપાસ કરી તો હોશ ઉડાવી દેતી હકીકત સામે આવી. જોકે, ગૌશાળા જેવા દેખાતા ટીન શેડની અંદરનો નજારો કોઈ મહેલ કરતા ઓછો નહોતો. તપાસમાં ખબર પડી તે તેની અંદહ 6 રૂમનો આલીશાન બંગલો બનેલો હતો, જ્યાં દુનિયાની દરેક એશો આરામની વસ્તુઓ ઉપલબ્ધ હતી.

કોની હતી આ પ્રોપર્ટી?

- પોલીસ શંકાના આધારે આ પ્રોપર્ટી પક દરોડા પાડવા પહોંચી હતી. ખબર પડી કે આલીશાન મહેલ એક ડ્રગ ડિલરના નામે હતો. એલન યોમાન્સ નામના ડ્રગ ડિલરની આ પ્રોપર્ટીની કિંમત 8.5 કરોડ જણવાઈ છે. પોલીસ પ્રમાણે જેલમાંથી છૂટ્યા બાદ ડ્રગ ડિલરે જાતાને દેવાદાર જાહેર કરી દીધો હતો. તેણે જાહેરાત કરી હતી કે તે તેની માની જમીનમાં એક ટીન શેડમાં રહેશે અને તેની પાસે માત્ર 500 પાઉન્ડ(અંદાજે 45 હજાર રૂપિયા)ની પ્રોપર્ટી છે, પરંચુ પોલીસે જોયું તું હકીકત કંઈક અલગ જ નીકળી.

અંદર મળી આ વસ્તુઓ

- આલીશાન ઈન્ટીરિયર સિવાય તેના ઘરની અંદર એન્ટીક આઈટમ્સ, વિદેશી દારૂ, મોંઘી ઘડિયાળ અને લક્ઝરી ફર્નિચર સહિત દુનિયાની તમામ એશો આરામની વસ્તુઓ ઉપલબ્ધ હતી. તેમાં લોખની કિંમતનું મહારાણી એલિઝાબેથની 16મી સદીનું રેર ઓઈલ પેઈન્ટિંગ અને 25 લાખ રૂપિયાની રોલેક્સ ઘડિયાળ પણ સામેલ હતી.

લોકોને બનાવ્યા મૂર્ખ

- ડ્રગ ડીલર યેમન્સને ડ્રગ તસ્કરીના આરોપમાં સજા સંભળાવાઈ હતી. તેણે ગેરકાયદે કમાયેલા પૈસાથી બધી વસ્તુંઓ ખરીદી રાખી હતી. પોલીસ પ્રમાણે, તેણે પોતાના ફ્યૂચર પ્લાનિંગ હેઠળ આ ઘરને ડિઝાઈન કરાવ્યું હતું, જેને બહારથી જોતા તે ગૌશાળા લાગે, પરંતુ અંદર દરેક સુખ-સુવિધાનો સામાન ઉપલબ્દ હોય. આનાથી 2 વર્ષ સુધી લોકો મૂર્ખ બનતા રહ્યા.

હવે થશે હરાજી

- પોલીસ પ્રમાણે, પ્રોપર્ટીથી મળેલી ગેરકાયદે સંપત્તિની હરાજી કરવાની તૈયારી કરાઈ રહી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું, ગેરકાયદે સંપત્તિના મામલે આ નીલામી ઘણી અનોખી હશે. અહીંયા ગેરકાયદે રીતે દુનિયાની ઘણી ફેમસ અને એન્ટીક વસ્તુને રાખવામાં આવી હતી, જેમાં ફર્નિચર, ઘડિયાળથી લઈને પેઈન્ટિંગ્સ અને દારૂ પણ સામેલ છે.

આ પણ વાંચો - પ્રવાસીઓથી ભરેલી જીપમાં અચાનર ઘૂસી ગયો સિંહ, પછી જે થયું એ નજારો જોવા લાયક હતો

neighbor understand this tin shed herd of cows but When police raided they found Something Very Shocking
neighbor understand this tin shed herd of cows but When police raided they found Something Very Shocking
neighbor understand this tin shed herd of cows but When police raided they found Something Very Shocking
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App