વર્ષોથી જેને મીઠાની ખાણ સમજતાં હતા લોકો, તે જમીનની નીચે જાણવા મળી એવી હકીકત કે, હવે દુનિયાભરના લોકો માટે બની ગયું ટૂરિસ્ટ સ્પોટ

ખાણ બંધ થવાના દાયકાઓ બાદ પહોંચ્યા હતા શોધકર્તાઓ

Divyabhaskar.com | Updated - Dec 06, 2018, 03:28 PM
People Thought It was Just A Salt Mine, But Underground Was Something Marvellous

અજબ-ગજબ ડેસ્કઃ પોલેન્ડના ક્રાકો શહેરથી 14 કિમી દૂર એક રહસ્યમયી મીઠાની ખાણ સ્થિત છે. અનેક સદીઓ પહેલાં બનેલી મીઠાની આ સૌથી મોટી ખાણ આજે દુનિયાભરના લોકો માટે ટૂરિસ્ટ સ્પોટ બની ચૂકી છે. જોકે, દાયકાઓ પહેલાં ક્રાકો શહેરના લોકો તેને ખાણ જ સમજતાં રહ્યા પરંતુ એકવાર ખાણ બંધ થયા બાદ જ્યારે તેની નીચે થોડાં શોધકર્તાઓ પહોંચ્યા ત્યારે તેઓ દંગ રહી ગયા હતાં. આ ખાણના 400 ફૂટ નીચે એક આલીશાન મહેલ જોવા મળ્યો હતો.

આ મહેલ ક્યાંથી આવ્યોઃ-
- શોધકર્તાઓએ જ્યારે તેની શોધ કરી ત્યારે જણાવ્યું કે, આ ખાણ 15મી સદીથી પણ પહેલાં બનેલી છે. તે સમયગાળામાં મીઠાને ખૂબ જ બેશકિંમતી વસ્તુ માનવામાં આવતી હતી. આ કારણે આવી ખાણને રાજા મહારાજાઓ જ ચલાવતાં હતાં.
- અહીં કામ કરનાર મજૂર દિવસનો મોટાભાગનો સમય અહીં જ પસાર કરતાં હતાં, જેમાંથી થોડાં મજૂરોએ અહીં મીઠાના પહાડો પર નકશીકળાનું કામ શરૂ કરી દીધું હતું.
- જોત-જોતામાં મીઠાની ચટ્ટાનોને મૂર્તિઓનું સ્વરૂપ આપવામાં આવ્યું. ત્યાર બાદ ખાણની નીચે બંધ પડેલાં ભાગને મહેલની જેમ સજાવવામાં આવ્યો હતો.

આ કારણે મજૂરો મૂર્તિઓ બનાવતાં હતાંઃ-
ઉલ્લેખવામાં આવે છે કે, ખાણ મજૂરોએ ત્યાં રાજા કિંગાની આકૃતિઓ બનાવી હતી. બધા જ મજૂરો રાજાને ખૂબ જ માનતાં હતાં અને તેમના આદર માટે તેમણે આવું કર્યું હતું. ત્યાં જ એક અન્ય પ્રચલિત કહાણી એવી પણ છે કે, અહીંની મહારાણી કિંગાએ એકવાર અહીં આવીને મજૂરોને ખોદકામ કરવા માટે કહ્યું હતું. જે જગ્યાએ તેમણે ખોદકામ કર્યું, ત્યાંતી એક બેશકિંમતી અંગૂઠી પણ મળી આવી હતી. ત્યાર બાદ રાણીના સન્માનમાં પણ અહીંના મજૂરોએ અનેક આકૃતિઓ બનાવી હતી.

443 ફૂટ નીચે રાજદરબાર બનેલું છેઃ-
- તસવીરમાં આ ખાણની નીચે બનેલાં મહેલની અદભૂત તસવીરો સામે આવી ચૂકી છે. લગભગ 443 ફૂટ નીચે એટલે લગભગ 9 માળ બિલ્ડિંગ જેટલાં અંદર બનેલાં મહેલના રૂમ અને ત્યાંની નકશીકળા જોવા લાયક છે. લોકો અહીં આવીને વિશ્વાસ કરી શકતાં નથી કે તેઓ જમીનના 400 ફૂટ નીચે છે.

અંદર આલીશાન ચર્ચ બનેલું છેઃ-
- આ ખાણમાં અલગ-અલગ ઊંડાણમાં ખાણના મજૂરોએ આવી નકશીકળા કરી હતી. લગભગ 330 ફૂટ નીચે એક આલીશાન ચર્ચ બનેલું છે. આ ચર્ચ દુનિયામાં સૌથી મોટું અંડરગ્રાઉન્ડ ચર્ચ છે.

અંદર 2 હજાર રૂમ છેઃ-
- સેંકડો વર્ષ જૂની આ ખાણમાં એટલાં રૂમ છે કે, તે બધાને જોવા માટે 2 મહિનાનો સમય લાગી શકે છે. નોંધનીય છે કે, તેની નીચે લગભગ 2 હજાર રૂમ બનેલાં છે.

ટૂરિસ્ટ અને પાર્ટી માટે ખાણને ખુલ્લી મુકાઇઃ-
- 2007 બાદ ખાણને સંરક્ષિત કરવાનું કામ શરૂ થયું. ત્યાર બાદ તેને પબ્લિક માટે ખોલવામાં આવી. દુનિયાભરના ટૂરિસ્ટ અહીં ફરવા આવતાં હતાં અને તે એક પાર્ટી અને વેડિંગ ડેસ્ટિનેશન પણ બની ચૂક્યું છે.

આ પણ વાંચોઃ- ફેસબૂક લાઇક્સ મેળવવા માટે વ્યક્તિએ પોતાની ફિઆન્સે સાથે કર્યો એટલો ગંદો મજાક કે, યુવતીએ ગુમાવ્યો પોતાનો હોશ

People Thought It was Just A Salt Mine, But Underground Was Something Marvellous
People Thought It was Just A Salt Mine, But Underground Was Something Marvellous
People Thought It was Just A Salt Mine, But Underground Was Something Marvellous
People Thought It was Just A Salt Mine, But Underground Was Something Marvellous
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App