તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગજબનું ગામ, જ્યાં મોતને લઈને લોકો રાખે છે અનોખો શોખ, ખર્ચે છે લાખોની રકમ | People Of This Village Do Spend Lacs Of Rupees For Death

ગજબનું ગામ, જ્યાં મોતને લઈને લોકો રાખે છે અનોખો શોખ, ખર્ચે છે લાખોની રકમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્ક: મોતનું નામ સાંભળતા જ લોકો થથરી ઉઠે છે, જ્યાં લોકો મોતને લઈને એક શોખ રાખે છે અને તેને પૂરો કરવા માટે જીવતા જ લાખો રૂપિયા ખર્ચી નાખે છે. દેશમાં જ આવેલું આ ગામમાં લોકો અનોખો શોખ ધરાવે છે જેમાં હિન્દૂ પરિવાર અનોખો રિવાજ અદા કરે છે. હૈદરાબાદના રાય દુર્ગમ ગામમાં લોકોને મોત બાદ પોતાના વંશ સાથે એક જ લાઈનમાં દફન થવાનો શોખ છે. આ શોખને પૂરો કરવા માટે લોકો જીવતા જ લાખો રૂપિયા ખર્ચીને જમીન ખરીદીને છોડી જાય છે, જેથી તેમના બાળકો અને તેમના વંશજોની મરણ બાદ લાઈનમાં સુંદર કબર બનાવવામાં આવે.


- આ કામની જવાબદારી સંબંધિત પરિવારોના લોકોની સાથે ‘મહાપ્રસ્થાનમ’ મેનેજમેન્ટનું રહે છે. અહીં હિંદૂ પરિવાર પોતાના મૃતદેહોને અગ્નિદાહ આપતા નથી. તેમનું માનવું છે કે તેનાથી લાકડાનું દહન થશે અને પર્યાવરણ પણ પ્રદૂષિત થશે. એટલે યાદગીરી માટે તેઓ મરણ પછી પોતાની સુંદર કબર તૈયાર કરાવવાની ઈચ્છા રાખે છે. ‘મહાપ્રસ્થાનમ’ની સંભાળ રાખનાર હનુમંત અને બાબુરાવ મુજબ, અહીં લોકો કબર બનાવવા માટે એડવાન્સમાં જ જમીન ખરીદી રાખે છે. 


- સંભાળ રાખનાર બાબુરાવ કહે છે કે અહીં કેટલાયે પરિવારોએ એક જ લાઈનમાં પરદાદા, દાદા, દાદી, પિતા, માતા અને તેમની આગળના વંશજોના શવ દફન છે. ચોરસ સમાધિની જેમ આ કબરને ઘઉરી કહેવામાં આવે છે, જેના પર મરનારની તસ્વીર લગાવવામાં આવે છે. 

 

રેસ્ટોરાંમાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવી જતા તેનું દેવાળું ફૂંકાઈ ગયું