મૃત્યુ પામેલી મહિલાના કારણે માતા બની ગઇ અન્ય મહિલા, મેડિકલ સાઇન્સનો સૌથી પહેલો મામલો

Divyabhaskar.com

Dec 06, 2018, 11:43 AM IST
Patient in Brazil who had been born without uterus gives birth to baby girl

અજબ-ગજબ ડેસ્કઃ બ્રાઝિલમાં થોડાં સમય પહેલાં એક એવી મહિલા માતા બની ગઇ હતી, જેનો જન્મ ગર્ભાશય વિના જ થયો હતો. ત્યાર બાદ ડોક્ટર્સે એક મૃત મહિલાનું ગર્ભાશય તેનામાં ઇમ્પ્લાન્ટ્ કર્યું, ત્યાર બાદ તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. મૃત મહિલાના ગર્ભાશયનો ઉપયોગ કરીને કોઇ બાળકને જન્મ આપવો તે દુનિયાનો સૌથી પ્રથમ કિસ્સો હતો. આ કેસ વિશે દુનિયાને ત્યારે જાણવા મળ્યું, જ્યારે તેની ડિટેલ્સ મેડિકલ જનરલ ધ લન્સેટમાં હાલમાં જ પ્રકાશિત થઇ હતી.

IVF દ્વારા ભ્રૂણ બન્યું હતુંઃ-
- મેડિકલ સાયન્સનો આ મામલો બ્રાઝિલના સાઓ-પોલો શહેરમાં વર્ષ 2016માં સામે આવ્યો હતો. જ્યારે 32 વર્ષની મહિલા ગર્ભાશય ઇમ્પ્લાન્ટ્ બાદ માતા બની હતી. જોકે, મહિલાનો જન્મ ગર્ભાશય વિના જ થયો હતો. જેના કારણે તે માતા બની શકતી ન હતી. ડોક્ટર્સે તેને જણાવ્યું કે, તે માત્ર IVF દ્વારા જ માતા બની શકે છે.
- ડોક્ટર્સે મહિલામાં એક મૃત મહિલાનું ગર્ભાશય ઇમ્પ્લાન્ટ્ કર્યું. જે મૃત મહિલાનું ગર્ભાશય તેનામાં ઇમ્પ્લાન્ટ્ કરવામાં આવ્યું હતું, તેની ઉંમર 45 વર્ષની હતી અને સ્ટ્રોકના કારણે તેનું મૃત્યુ થયું હતું.
- મહિલાના મૃત્યુ બાદ ડોક્ટર્સે તેના શરીરમાંથી ગર્ભાશય કાઢી લીધું અને લગભગ સાડા દસ કલાક ચાલેલાં ઓપરેશન બાદ તેને જરૂરિયાતમંદ મહિલાના શરીરમાં ઇમ્પ્લાન્ટ્ કરવામાં આવ્યું. ગર્ભાશયનું વજન લગભગ 225 ગ્રામ હતું.
- ઇમ્પ્લાન્ટ્ કર્યાના લગભગ મહિના બાદ જ મહિલાને પીરિયડ્સ આવવાના શરૂ થઇ ગયાં અને 7 મહિના બાદ ડોક્ટર્સની ટીમે IVF દ્વારા તૈયાર થયેલાં અવિકસિત ભ્રૂણને તેના ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટ્ કર્યું. IVF દ્વારા ભ્રૂણને તૈયાર કરવાની પ્રોસેસ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટના ચાર મહિના પહેલાં જ શરૂ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેમની પાસે 8 નિષેચિત (ફર્ટાઇલ) ઈંડા બની ગયાં હતાં.
- ગર્ભવતી મહિલાએ 35 અઠવાડિયા અને 3 દિવસની પ્રેગ્નેન્સી બાદ ઓપરેશન દ્વારા દીકરીને જન્મ આપ્યો હતો. જન્મતી વખતે બાળકીનું વજન 2.72 કિલોગ્રામ હતું.
- બાળકીનો જન્મ થયા બાદ ટીમે મહિલાના શરીરમાંથી ગર્ભાશયને પાછું કાઢી લીધું. ડોક્ટર્સનું કહેવું હતું કે, જો ગર્ભાશયને મહિલાના શરીરમાં રાખવામાં આવ્યું હોત તો તેને હંમેશાં ઇલાજની જરૂર પડતી જે ખૂબ જ ખર્ચાળ સાબિત થઇ શકે તેમ હતું.

દુનિયામાં પહેલીવાર આવું થયુંઃ-
- મૃત મહિલાનું ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવાનો આ પહેલો મામલો નથી, કેમ કે, આ પહેલાં પણ દુનિયાભરમાં 10 આવા ટ્રાન્સપ્લાન્ટ થઇ ચૂક્યા છે. પરંતુ તેમાંથી કોઇનામાં બાળકનો જન્મ થઇ શક્યો નથી.
- આ પહેલાં સુધી ગર્ભાશય પ્રત્યારોપણનો એકમાત્ર વિકલ્પ જીવિત મહિલાઓ જ હતી, પરંતુ ગર્ભાશય ડોનર ખૂબ જ ઓછી માત્રામાં મળતાં હતાં. જોકે, હવે એક નવું ઓપ્શન મળી જવાના કારણે મહિલાઓ માતૃત્વનું સુખ ઉઠાવી શકશે.
- આ પ્રત્યારોપણને લઇને સાઓ પોલો યુનિવર્સિટીના રિસર્ચ લીડર ડો દાની એજેન્બર્ગ પ્રમાણે, 'મૃત મહિલાનું ગર્ભાશય લાવીને તમે ખતરાને ખૂબ જ ઓછો કરી શકો છો. સાથે જ, તેનાથી ખર્ચો પણ ઓછો થઇ જાય છે. કેમ કે, તેમાં ડોનરના હોસ્પિટલમાં એડમિડ થવા સિવાય તેની સર્જરીનો ખર્ચો પણ બચી જાય છે.'
- સપ્ટેમ્બર 2016માં થયેલાં આ પ્રત્યારોપણનું પૂર્ણ વિવરણ હાલમાં જ મેડિકલ જનરલ ધ લંસેટમાં પ્રકાશિત થયું છે. ડોક્ટર્સ પ્રમાણે કંસીવ ન કરી શકતી મહિલાઓ માટે આ કેસ આશાનું નવું કિરણ બનીને આવ્યો છે. તેનાથી તે મહિલાઓને ખૂબ જ મદદ મળશે, જેમની સામે સરોગસી અથવા અડોપ્શન જ એકમાત્ર વિકલ્પ બચ્યું હતું.

આ પણ વાંચોઃ- ખોદકામમાં મળ્યું 188 વર્ષ જૂનું નર કંકાલ, ખોપરી જોઇને વૈજ્ઞાનિકોએ જણાવ્યું તે સમયગાળામાં જીવતાં રહેવું સરળ હતું નહીં

X
Patient in Brazil who had been born without uterus gives birth to baby girl
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી