તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેરિસ મોટર શો: સ્માર્ટફોન વડે થશે એન્ટ્રી, ઓટોમેટિક રિવર્સ થશે કાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્ક: દુનિયાના સૌથી મોટા ઓટો શોમાં સામેલ પેરિસ મોટર શો શરૂ થઈ ચૂક્યો છે. ઈવેન્ટમાં મર્સિડિઝ, ઓડી, ફેરારી, રેનો, બુગાતી, પ્યુજોએ પોતાની ઈનોવેટીવ કાર પ્રદર્શિત કરી છે. આ વખતના શોમાં કાર નિર્માતાઓનો ફોકસ ઈલેક્ટ્રિક, એસયુવી અને ઈન્ટેલિજન્ટ કાર પર છે. લેંબોર્ગીની, નિસાન, વોલ્વો, અને ફોક્સવેગન સહિત 9 મોટી કંપનીઓએ શોમાં ભાગ લીધો નથી. 4 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી ચાલશે. 2016ના શોમાં 18 દેશોની 260 બ્રાન્ડ સામેલ થઈ હતી. 65 વર્લ્ડ પ્રિમિયર થયા હતા. 


* 120 વર્ષ પહેલાં શરૂ થયો હતો વિશ્વનો પ્રથમ આઉટડોર ઓટો શો 
મોંડિયલ ડે લે ઓટોમોબાઈલ નામથી 1898માં શરૂ થયો હતો. જેમાં પ્રદર્શનકારોએ વર્સેલ્સથી પેરિસ સુધી (22કિમી) ગાડી ચલાવી લાવવાની શરત મુકવામાં આવી હતી. જેથી ગંભીરતા જણાઈ આવે. 1976 સુધી દરવર્ષે આયોજન થતુ હતુ. ત્યારબાદ બે વર્ષમાં એક વાર આયોજન થવા લાગ્યુ. 1998માં તેને પેરિસ મોટર શો નામ આપવામાં આવ્યુ હતું. 

અન્ય સમાચારો પણ છે...