મહિલાને ભૂલથી પણ આ બે નામે ના બોલાવો, મહાલક્ષ્મી ગુસ્સે થશે અને થઈ જશે સર્વનાશ

never speak women with these two words  otherwise Mahalaxmi get angree and be Holocaust

divyabhaskar.com

Sep 07, 2018, 12:32 PM IST

અજબ-ગજબ ડેસ્કઃ આમ તો મહિલાનું અપમાન કોઈએ પણ ના કરવું જોઈએ, પરંતુ શાસ્ત્રો પ્રમાણે કોઈ પણ સૂરતમાં કોઈને પણ ભૂલીને પણ કહેવામાં આવેલા 2 શબ્દોનો ઉપયોગ ના કરવો જોઈએ. આવું કરવાથી મહાલક્ષ્મી નારાજ થઈ જાય છે. શાસ્ત્ર પુરાણ આપણ જીવનમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં માતા, પિતા, દાદા, દાદી એવું કોઈ નથી જે સ્માર્ટફોન વાપરતું ના હોય એવામાં ઈન્ટરનેટના આ વિશાળ સંસારમાં આ લોકો પણ પોતાના મતલબની વસ્તુ શોધી લે છે. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થતા અમારી પાસે આવ્યો છે જેમાં લખ્યું હતું કે, શાસ્ત્રો પ્રમાણે મહિલાને કયા 2 શબ્દ ના બોલવા જોઈએ. આવો જાણીએ શું છે એ 2 ખોટા શબ્દો...

1.
જેમ તમે જાણો છો, આ દુનિયામાં દરેક વ્યક્તિની પોતપોતાની મજબૂરી હોય છે. પુરુષ હોય કે સ્ત્રી દરેક પોતાને કોઈને કોઈ હાલતમાં મજબૂર હોય છે. એવામાં ઘણી મજબૂર મહિલાઓ પોતાનું ઘર અને પેટ ભરવા માટે ખોટા રસ્તે પણ જતી રહે છે, પરંતુ તે તેની મજબૂરી પણ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ભલે કોઈ મહિલા વેશ્યા જ કેમ ના હોય તેને પોતાના વિશે વેશ્યા શબ્દ સાંભળવો સહેજ પણ પસંદ નથી હોતો. અને ભૂલીને પણ તમારે ક્યારે ઘરની મહિલાઓને આવા શબ્દોથી સંબોધિત ના કરવી જોઈએ આમ કરવાથી તમને તરત જ શાપ લાગશે અને તમારી ઉપર લક્ષ્મીની કૃપા ઓછી થઈ જશે.

2.


શાસ્ત્રો પ્રમાણે બીજો શબ્દ છે વંધ્ય, આ દરેકે સમજવાનું છે કે બધી મહિલાઓ મા બની શકે એ જરૂરી નથી હોતું. મહિલાઓની અંદર અમુક કુદરતી કમીઓ રહી જાય છે. જેના કારણે તેને માનું સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. તેનો અર્થ એ નથી કે તમે આ નામેથી બોલાવો. આવું કરવાથી તમારા ઘરના બધા સુખ, શાંતિ અને સંપત્તિ ઓછી થવા લાગે છે. તેના મહાલક્ષ્મી પણ બહુ નારાજ થઈ જાય છે.

આ પણ વાંચો - યુદ્ધ સ્મારકની બહાર ટોપલેસ થઈ આ સિંગર, કહ્યું- શહીદ પણ મને જોઈને ખુશ થશે

X
never speak women with these two words  otherwise Mahalaxmi get angree and be Holocaust
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી