કોમામાં જઈ આવેલા મગજના ડોક્ટરે જણાવ્યા મૃત્યુની નજીકના અનુભવો, કહ્યું- એ દુનિયા પોતાની તરફ આકર્ષે છે, ત્યાં બહુ શાંતિ હોય છે

બ્રિટનના 63 વર્ષીય ન્યુરોસર્જને મૃત્યુની નજીકના અનુભવો વિશે જણાવ્યું છે
બ્રિટનના 63 વર્ષીય ન્યુરોસર્જને મૃત્યુની નજીકના અનુભવો વિશે જણાવ્યું છે
ડોક્ટરે Living in a Mindful Universe: A Neurosurgeon's Journey Into the Heart of Consciousness નામની પોતાની બુકમાં પોતાના અનુભવ શેર કર્યા
ડોક્ટરે Living in a Mindful Universe: A Neurosurgeon's Journey Into the Heart of Consciousness નામની પોતાની બુકમાં પોતાના અનુભવ શેર કર્યા
વર્ષ 2008માં ડોક્ટર ઈબેન(Eben) એલેક્ઝાન્ડર મગજમાં ઈંફેક્શનના લીધે 1 અઠવાડિયા સુધી કોમામાં જતા રહ્યા હતા.
વર્ષ 2008માં ડોક્ટર ઈબેન(Eben) એલેક્ઝાન્ડર મગજમાં ઈંફેક્શનના લીધે 1 અઠવાડિયા સુધી કોમામાં જતા રહ્યા હતા.

divyabhaskar.com

Jul 23, 2018, 03:30 PM IST

અજબ-ગજબ ડેસ્કઃ બ્રિટનના 63 વર્ષીય ન્યુરોસર્જને(મગજના ડોક્ટર) મૃત્યુની નજીકના અનુભવો વિશે જણાવ્યું છે. વર્ષ 2008માં ડોક્ટર ઈબેન(Eben) એલેક્ઝાન્ડર મગજમાં ઈંફેક્શનના લીધે 1 અઠવાડિયા સુધી કોમામાં જતા રહ્યા હતા. થોડા દિવસો બાદ તેમને વેન્ટિલેટર પર રખાયા હતા. આ દરમિયાન તેમણે અમુક એવી વસ્તુઓ જોઈ, જેને તેઓ મૃત્યુ પછીની જિંદગી જણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, તે ડોક્ટર્સની ભૂલના કારણે મોતના મુખ સુધી પહોંચી ગયા હતા. તેમને યાદ છે કે, તેમને જેવા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા, ત્યારે તેઓ બીજી દુનિયામાં જઈ રહ્યા હોવાનું અનુભવવા લાગ્યા.

દેખાવા લાગી હતી આ વસ્તુઓ...


- ડો. એલેક્ઝાન્ડરે Living in a Mindful Universe: A Neurosurgeon's Journey Into the Heart of Consciousness નામની પોતાની બુકમાં પોતાના અનુભવ શેર કર્યા છે.
- બુકમાં તેમણે કહ્યું છે કે, તેમને અચાનક એક ગોળાકાર રસ્તો દેખાવવા લાગ્યો હતો. તેમાંથી નીકળતો પ્રકાશ તેમને ખેંચી રહ્યો હતો.
- ડો. વધુમાં તેમને કહ્યું કે, 'ત્યાંથી એકદમ સુરીલું સંગીત સંભળાઈ રહ્યું હતું. હું તેની પાસે ખેંચાઈ જઈ રહ્યો હતો. જેવો હું એ પ્રકાશ પાસે પહોંચ્યો, હું એક અલગ જ દુનિયામાં હતો. ચારેકોર હરિયાળી હતી, ત્યાં ઝરણા વહી રહ્યા હતા. ચોખ્ખું વાદળી આકાશ અને જમીન પર ગુલાબની ચાદર પથરાયેલી હતી. તે બહુ ખુશનુમા અનુભવ હતો. મન થતું હતું કે ત્યાં જ રોકાઈ જઉં. મોત પછીના જીવન પર ભરોસો કરનાર ડો. ઈબેને કહ્યું, મારી સાથે આ બધુ કેવી રીતે થયું હું નથી જાણતો. આ સપનું બિલકુલ નહોતું, કારણ કે મને વેન્ટિલેટર પર રાખ્યો તેની મને ખબર હતી. હું બધુ જોઈ શકતો હતો.'

વૈજ્ઞાનિકોએ જણાવ્યું શા માટે થાય છે આવા અનુભવ


- જાણકારોનું માનવું છે કે, ડો. ઈબેનની જેમ ઘણા લોકોને આવા અનુભવ થાય છે. ન્યુયોર્કના લેનગોન સ્કૂલ ઓફ મેડિસનના ડિરેક્ટર સૈમ પરિનયાએ કહ્યું કે, લોકો વારંવાર આવા અનુભવોનો ઉલ્લેખ કરે છે. તેમને એક પ્રકાશ દેખાય છે. જે તેમને ખેંચતો જાય છે, આકર્ષિત કરે છે. ઘણા લોકો દાવો કરે છે કે, તેમને પોતાના મૃત પરિવારજનો દેખાય છે, જે તેમનું સ્વાગત કરે છે. કેટલાક કહે છે કે, આ અનુભવ બહુ આકર્ષિત કરતો અને શાંતિ આપતો હોય છે.

- ડોક્ટરે વધુમાં જણાવ્યું કે, મોટાભાગના કિસ્સામાં લોકો પોતાને જોવા અને શરીરમાંથી બહાર નીકળવાના દ્રશ્યની વાત કરે છે. તેની પાછળ તર્ક આપતા ડોક્ટરે કહ્યું કે, આ બધુ મગજની ઉપજ હોય છે. આ સમયે મગજ પોતાને બચાવવા માટે શક્યતાઓ શોધે છે અને આ દ્રશ્ય દેખાવા લાગે છે. આ દરમિયાન વ્યક્તિ પોતાની આસપાસની વાતોને સાંભળે અને યાદ રાખી શકે છે અને મગજ તેના ઘણા દ્રશ્યો તૈયાર કરી લે છે.

X
બ્રિટનના 63 વર્ષીય ન્યુરોસર્જને મૃત્યુની નજીકના અનુભવો વિશે જણાવ્યું છેબ્રિટનના 63 વર્ષીય ન્યુરોસર્જને મૃત્યુની નજીકના અનુભવો વિશે જણાવ્યું છે
ડોક્ટરે Living in a Mindful Universe: A Neurosurgeon's Journey Into the Heart of Consciousness નામની પોતાની બુકમાં પોતાના અનુભવ શેર કર્યાડોક્ટરે Living in a Mindful Universe: A Neurosurgeon's Journey Into the Heart of Consciousness નામની પોતાની બુકમાં પોતાના અનુભવ શેર કર્યા
વર્ષ 2008માં ડોક્ટર ઈબેન(Eben) એલેક્ઝાન્ડર મગજમાં ઈંફેક્શનના લીધે 1 અઠવાડિયા સુધી કોમામાં જતા રહ્યા હતા.વર્ષ 2008માં ડોક્ટર ઈબેન(Eben) એલેક્ઝાન્ડર મગજમાં ઈંફેક્શનના લીધે 1 અઠવાડિયા સુધી કોમામાં જતા રહ્યા હતા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી