અજબ ગજબ ડેસ્કઃ ભારતમાં અનેક એવી ઐતિહાસિક જગ્યાઓ છે જેની સાથે ઘણી કહાણીઓ આજ સુધી રહસ્ય બનેલી છે. એક એવી જ જગ્યા છે 'તાંત્રિક બાવડી' જે મધ્યપ્રદેશના શ્યોપુર શહેરથી 20 કિમી દૂર એક 250 વર્ષ જૂના મહેલમાં બનેલી છે.
જે પણ વાવનું પાણી પીવે છે, તેનો થતો હતો વિવાદ-
આ વાવ સાથે જોડાયેલી એક કહાણી છે કે આ વાવનું પાણ પીવાથી સગા ભાઈ પણ એકબીજા સાથે લડવા લાગે છે. રાજપરિવાર અને અન્ય લોકો સાથે જ્યારે આવી ઘટનાઓ વધી ગઈ તો શાસકે આ વાવને બંધ કરવાનો નિર્ણય લીધો.
આ વાવ શ્યોપુર જિલ્લાના ગિરધરપુર કસ્બામાં સ્થિત હીરાપુર ગઢીમાં અવશેષના સ્વરૂપે સ્થિત છે. રાજા ગિરધર સિંહ ગૌડે 250 વર્ષ પહેલાં પોતાના શાસનકાળમાં ગઢીમાં 8 વાવ તૈયાર કરાવી હતી. જેમાંથી એક વાવ છે, જેને તાંત્રિત વાવ કહેવામાં આવે છે.
તાંત્રિકે કરેલો જાદુટોણો-
આ વાવને લઇને ગામના લોકો વચ્ચે એક કિસ્સો ચર્ચિત છે. લોકો કહે છે કે આ વાવનું પાણી પીવાથી સગા ભાઈ ઝગડવા લાગતાં હતાં. જ્યારે રાજપરિવાર અને અન્ય લોકોની વચ્ચે આવી ઘટનાઓ થવા લાગે તો રાજાએ તેને બંધ કરાવી દીધી. કહાણી પ્રમાણે એક નિરાશ તાંત્રિકે જાદુટોણો કરી દીધો હતો, જેના પછી આ વાવના પાણીનો આવો પ્રભાવ થઇ ગયો હતો.
વાવ લગભગ 100 વર્ગ ફૂટની છે અને તે 10 ફૂટ ઊંડી છે. આ વાવ ગઢી પરિસરમાં સોરતી બાગમાં શિવજીના સ્થાન પાસે સ્થિત છે. અહીં પહેલાં કેરીના વૃક્ષ હતાં અને આ બાગમાં રાજા મોટાભાગે આવતાં હતાં. આજે અહીં ચાર-પાંચ વાવ છે અને એક વાવમાં આજે પણ પાણી ભરેલું રહે છે.
તાંત્રિકોનું પ્રસિદ્ધ શહેર છે આ નગર-
આ નગરને રાજા ગિરધર સિંહ ગૌડે બનાવ્યું હતું. આ નગર જાદુગરો અને તાંત્રિકો માટે પ્રસિદ્ધ રહ્યું છે. તાંત્રિકોને લઇને એહીંના લોકો વચ્ચે કહાણીઓ પ્રચલિત છે. કહેવાય છે કે એકવાર બે જાદુગરો વચ્ચે મુકાબલો થયો. એક જાદુગરે તાડના વૃક્ષને જાદુથી તોડી નાખ્યું, તો બીજાએ તેને જોડી દીધું. પરંતુ વૃક્ષ જોડવામાં એક ભાગમાં થોડું અંતર રહી ગયું. આ વૃક્ષ ઘણાં દિવસો સુધી ત્યાં સ્થિત રહ્યું.
ગામ એક જ પણ નામ બે-
આ પ્રાચીન નગરનું નામ હીરાપુર છે, પરંતુ લોકો તેને ગિરધપુર કહે છે. અહીં આજે નૈરોગેજ રેલ્વે સ્ટેશન છે અને તેનું નામ ગિરધપુર છે. રાજા ગિરધર સિંહના નામથી લોકો અહીંના એક ભાગને ગિરધરપુર અને જૂના ભાગને હીરાપુર નામથી બોલાવે છે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ આ મહેલ અને વાવની થોડી તસવીરો......
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.