હવાઈ પ્રેમપત્ર / 21 વર્ષની યુવતીએ અજાણ્યા પ્રેમીને વિમાનમાં લખેલો લવ લેટર વાઇરલ, 50 હજાર વખત શેર થયો

mysterious love letter goes viral

  • વોમિટ બેગ પર આ લેટર લખાયેલો છે
  • લવ લેટર પર એન્ડ્રિયા નામ લખ્યું છે. પત્રમાં એણે પોતાના પ્રેમી વિશે વાતો લખી છે
  • વિમાનની સફાઈ કર્મચારીને આ પત્ર મળી આવ્યો અને એણે એક વેબસાઈટ પર પોસ્ટ કર્યો
  • હવે લોકોને આ પ્રેમીપંખીડાં વિશે જાણવાની ચટપટી થઈ છે

DivyaBhaskar.com

Jan 11, 2019, 10:05 AM IST

વોશિંગ્ટનઃ અમેરિકામાં રહેતી 21 વર્ષીય યુવતી એન્ડ્રિયાએ લખેલો લવ લેટર વાઈરલ થઈ રહ્યો છે. એન્ડ્રિયાએ આ લવ લેટર વિમાનમાં બેઠાં બેઠાં લખ્યો હતો, અને તે પણ વોમિટ બેગ ઉપર. સોશિયલ મીડિયા પર શેર થયા બાદ આ લેટરની તસવીર પચાસ હજારથી પણ વધુ વખત શૅર થઈ છે.

આ પ્રેમી પ્રેમિકા કોણ છે તે વિશે ભારે કુતૂહલ
એન્ડ્રિયાએ સિકનેસ બેગ પર લખેલો તે લવ લેટર વિમાનની એક સફાઈ કર્મચારીને મળ્યો અને તે એણે ‘રેડિટ’ નામની સોશિયલ મીડિયા સાઈટ પર પોસ્ટ કરી દીધો. અલબત્ત, આ લેટર એને એકાદ વર્ષ પહેલાં મળ્યો હતો, જે એણે હવે પોસ્ટ કર્યો છે.

તે પત્રમાં એન્ડ્રિયા પોતાના પ્રેમીને ઉદ્દેશીને લખે છે, ‘હું અતિશય બોર થઈ રહી છું. અત્યારે હું વિમાનમાં માયામીથી વોશિંગ્ટન DC જઈ રહી છું. હું 21 વર્ષની છું.’

યુવતીના કહેવા પ્રમાણે, ‘મેં કાલે સવારે ચાર વાગ્યાની ટિકિટ લીધી છે, કેમ કે હું મારા બેસ્ટ ફ્રેન્ડને પ્રેમ કરું છું અને તે સવારે બોસ્ટનથી ન્યુ ઓર્લિયન્સ આવી રહ્યો છે. તે દરમિયાન એ વોશિંગ્ટન DCમાં રોકાવાનો છે.’

‘હું વોશિંગ્ટનમાં જ રહું છું અને મારા એ ફ્રેન્ડને મળવા માટે તલપાપડ છું. બની શકે કે મારું આ પગલું વધુ પડતું બોલ્ડ હોય, પણ હું સેમેસ્ટર પરીક્ષા માટે ઓસ્ટ્રેલિયા જવાની છું, એટલે આવતા પાંચ મહિના હું એને મળી શકીશ નહીં. એને મળવા માટે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.’

‘એને મળીને હું શું કહીશ એ મને ખબર નથી, પણ એવી કોઈ ચિંતા કર્યા વિના હું એને મળવા જઈ રહી છું. અત્યારે મારું વાઈફાઈ ચાલતું નથી, એટલે બોર થઈ રહી છું. મારી મદદ કરો અને હું અત્યારે જેવું ગાંડપણ કરી રહી છું એવું ગાંડપણ તમે પણ કરતા રહો.’

અજાણ્યા પ્રેમીને લખાયેલો કોઈ એન્ડ્રિયાનો આ લવ લેટર 50 હજારથી પણ વધુ વખત શેર થયો અને તેના પર હજારો કમેન્ટ્સ પણ આવી ચૂકી છે. લોકોને હવે એ પ્રેમી-પ્રેમિકાની લાઈફમાં આગળ શું થયું તે જાણવામાં રસ છે. આપણે પણ આશા રાખીએ કે એ પ્રેમી-પ્રેમિકા સુધી આ વાત પહોંચે અને આપણને તે લવ સ્ટોરી કઈ દિશામાં આગળ વધી તેનું સિક્રેટ જાણવા મળે.

X
mysterious love letter goes viral
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી