દીકરી કહેતી, મમ્મી આપણી સાથે ઘરમાં કોઈ બીજુ પણ રહે છે પણ મા નહોતી કરતી વિશ્વાસ, એક તસવીરે મનાવી વાત

વર્ષો પછી ઘરની જૂની તસવીરો જોઈ મહિલાની શંકા હકીકતમાં બદલાઈ ગઈ

divyabhaskar.com | Updated - Sep 04, 2018, 03:25 PM
Mother spots eerie face child window of old Scotland flat which look like ghost

(આ સ્ટોરી કોન્ટ્રોવર્શિયલ ક્લેમ સીરીઝ હેઠળ છે. દુનિયાભરમાં ઘણીવાર એવા ઘણા વિવાદિત દાવા કરવામાં આવે છે, જે મીડિયામાં ચર્ચા બન્યા છે.)

અજબ-ગજબ ડેસ્કઃ ઈંગ્લેન્ડમાં રહેતી એક મહિલા ઈન્ટરનેટ દ્વારા સ્કોટલેન્ડમાં સ્થિત જૂના ફ્લેટની તસવીરો જોઈ રહી હતી. આ દરમિયાન તેણે એ ખાલી ફ્લેટની બારીમાં એવું કંઈક જોયું કે તે ડરી ગઈ. એ મહિલાએ બારીમાં એક ભુતિયા બાળકનો ચહેરો જોયો. તે ડરી એટલા માટે ગઈ કારણ કે, થોડા વર્ષ પહેલા જ્યારે તે ત્યાં રહેતી હતી, તો તેની પુત્રી કાયમ એક બાળકના કિસ્સા સંભળાવતી હતી અને કહેતી હતી કે, તે આપણી સાથે આ જ ફ્લેટમાં રહે છે. જોકે, ત્યારે મહિલાને તેના પર ભરોસો થતો નહોતા, પરંતુ હવે જ્યારે એ બાળકનો ચહેરો દેખાયો તો તે ડરી ગઈ.

બાળકી કહેતી હતી આપણી સાથે કોઈ બીજુ પણ રહે છે


- આ સ્ટોરી સાઉથ લેન્કારશાયરમાં રહેતી 31 વર્ષની મહિલા એલન મેકમોનાગલની છે, જે તાજેતરમાં તેના હેમિલ્ટન સ્થિત ઘર પર ગૂગલ સ્ટ્રીટ વ્યૂ દ્વારા એલેક્ઝાન્ડ્રિયા સ્થિત તેના જૂના ઘરની તસવીરો જોઈ રહી હતી. આ દરમિયાન તેણે તેના ખાલી ફ્લેટની બારીમાં બાળકનો ચહેરો જોયો. બાદમાં તે શોક્ડ રહી ગઈ અને બહુ ડરી ગઈ.
- તેના ડરવા પાછળનું કારણ છે કે, પાંચ વર્ષ પહેલા જ્યારે ઈલન એ ઘરમાં રહેતી હતી. તો ત્યાં રહેવા દરમિયાન તેની ત્રણ વર્ષની પુત્રી હેલી કાયમ તેને એક બાળક જોની વિશે જણાવતી હતી. જે દેખાતો નહોતો. તાજેતરમાં જ્યારે તેણે ગૂગલ સ્ટ્રીય વ્યૂ પર બાળકનો ચહેરો જોયો તો તેને બાળકીની વાત પર વિશ્વાસ આવી ગયો.
- ત્યાં રહેવા દરમિયાન હૈલીએ ઘણીવાર ઈલનને કહ્યું હતું કે, આ મકાનમાં આપણી સાથે જોની અને એક વ્યક્તિ પણ રહે છે, પરંતુ ઈલને ક્યારેય તેની વાત પર વિશ્વાસ કર્યો નહોતો. હૈલી કહેતી હતી કે, જોની કૂદકો મારીને તેના બેડ પર જાય છે અને પછી બન્ને સાથે રમે છે.
- ઈલન લાંબા સમય સુધી તેને હૈલીનો વહેમ જ સમજતી રહી. તેના પ્રમાણે, પોતાને ડરથી બચાવવા માટે હંમેશા તેને હૈલીનો કાલ્પનિક દોસ્ત જ સમજતી હતી, પરંતુ થોડા સમય બાદ તેને પણ એમ લાગવા લાગ્યું કે, કંઈક ગડબડ જરૂર છે.

ઘરમાં બનવા લાગી હતી અસામાન્ય ઘટનાઓ


- મહિલા પ્રમાણે, 'જૂની યાદ તાજી કરવા માટે તાજેતરમાં જ્યારે મેં ગૂગલ સ્ટ્રીટ વ્યૂ પર મારું જૂનું ઘર જોયું તો મને ત્યાં એક નાનું બાળક દેખાયું. ગૂગલ સ્ટ્રીટ વ્યૂની આ તસવીરો, અમારા અહીંયા શિફ્ટ થયાના એકાદ વર્ષ પહેલાની છે. મતલબ મારી પુત્રી જે જોનીની વાત કરી રહી હતી તે શું આ જ છે.'
- મહિલાએ જણાવ્યું કે, 'એ ફ્લેટમાં રહેવા દરમિયાન જ્યારે પણ અમે ક્યાંકથી આવતા હતા તો અમને બાથરૂમની લાઈટ્સ કાયમ ઓન જ મળતી હતી. મારી પુત્રીના રમકડા પણ તેના બેડરૂમ અને લિવિંગ રૂમથી બહાર જોવા મળતા હતા. આ સિવાય કલરિંગ પેપર પણ જમીન પર ફેલાયેલા રહેતા હતા.'
- 'એ ઘરમાં બધે જ ગ્લાસના દરવાજા લાગેલા હતા, અને ત્યાં ઘણીવાર અમને એક રૂમમાંથી બીજા રૂમમાં જતા પડછાયા જોવા મળતા હતા. ત્યાં. ક્યારેક ક્યારેક એક વિચિત્ર ગંધ પણ આવતી હતી, જે બહુ જૂની લાગતી હતી.'

ઈલન સાથે બાળપણમાં પણ થતું હતું આવું


- ઈલન પ્રમાણે, જ્યારે તે નાની હતી ત્યારે તે પણ તેણે ઘણી અસામાન્ય વસ્તુનો અહેસાસ કર્યો હતો. તેને જણાવ્યું કે, 'બાળપણમાં હું મારી મા અને દાદા-દાદી સાથે રહીને મોટી થઈ છું. ત્યાં પણ મારી સાથે અજીબોગરીબ ઘટનાઓ થતી હતી.'
- 'મારી માએ મને જણાવ્યું હતું કે, બાળપણમાં હું એવા લોકોને જોતી હતી અને તેની સાથે વાત કરતી હતી, જેનું મોત થઈ ચૂક્યું હોય. એવા લોકો જેની સાથે ક્યારેય મારી મુલાકાત ના થઈ હોય.'
- ઈલને જણાવ્યું કે, 'જેવું મારી સાથે થયું હતું હવે એવું જ બધુ મારી દીકરી સાથે પણ થઈ રહ્યું છે, ઘણા પ્રસંગે હેલી કહે છે તેણે કોઈ પડછાયો જોયો છે, કે કોઈ અવાજ સાંભળ્યો છે, જ્યારે ત્યાં કોઈ હોતું નથી.'
- વધુમાં તેણે કહ્યું કે, 'મને લાગે છે કે, એક પ્રકારની ભેટ છે, મારું માનવું છે કે, બાળકો આ બધી વાતોને લઈને ઘણા સંવેદનશીલ હોય છે અને જ્યાં સુધી તેઓ નુકશાન નથી પહોંચાડતા કે નથી ડરાવતા, મને કોઈ સમસ્યા જેવું નથી લાગતું.'

આ પણ વાંચો - 3500 વર્ષ પહેલા આમ કરાતો પ્રેગ્નેન્સી ટેસ્ટ, ઘઉં અને જવના બેગમાં નાખવામાં આવતુ મહિલાનું યૂરિન

Mother spots eerie face child window of old Scotland flat which look like ghost
Mother spots eerie face child window of old Scotland flat which look like ghost
X
Mother spots eerie face child window of old Scotland flat which look like ghost
Mother spots eerie face child window of old Scotland flat which look like ghost
Mother spots eerie face child window of old Scotland flat which look like ghost
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App