નોકરાણી ઘરે આવતા જ રડવા લાગતું હતું બાળક, માતાએ કારણ જાણવા માટે ગુપચુપ રીતે ઘરમાં લગાવ્યા સિક્રેટ કેમેરા

Mother secretly installed cctv in house to see why baby cries after entry of servant

divyabhaskar.com

Sep 05, 2018, 12:30 PM IST

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

અજબ-ગજબ ડેસ્ક: રશિયામાં એક મહિલા પોતાના 8 મહિનાના બાળકના વર્તનથી ખુબ હેરાન હતી. ઘરમાં નોકરાણીના આવતા જ તેને જોઈને બાળક રડવા લાગતું હતું. જેના લીધે, મહિલાએ ઘરમાં ગૂપચૂપ રીતે સિક્રેટ કેમેરા લગાવ્યા. પણ જયારે તેણે તે કેમેરાનું રેકોર્ડિંગ જોયું તો તેના હોશ ઉડી ગયા. ફૂટેજમાં નોકરાણી બાળકને ખરાબ રીતે પીટતી અને જમીન પર પછાડતી દેખાઈ.


* ઘરમાં લગાવ્યા કેમેરા:
- આ કિસ્સો ફેબ્રુઆરીમાં સામે આવ્યો હતો. નેફતેયુગાનમાં રહેતી 26 વર્ષની એલેના પોતાની બાળકીના રડવાથી હંમેશા પરેશાન રહેતી હતી
- એલેનાએ જણાવ્યું કે જેવી નોકરાણી ઘરમાં દાખલ થાય કે તેને જોઈને બાળકી જોરજોરથી રડવા લાગતી હતી. આ વાત એલેનાને ખુબ જ હેરાન કરી રહી હતી.
- સ્થિતિને જોઈને એલેનાએ ઘરમાં સિક્રેટ કેમેરા લગાવવાનો નિર્ણય લીધો. આ પછી એલેનાને તેના રડવાનું અસલી કારણ જાણવા મળ્યું હતું.


* શું હતું રેકોર્ડિંગમાં?
- ફૂટેજમાં બાળકીની દેખભાળ રાખતી નોકરાણી દૂધ ન પીવા પર તેના ચહેરા અને હાથ-પગ પર થપ્પડ મારતી દેખાય છે.
- આટલું જ નહીં, નોકરાણીએ ગુસ્સામાં બાળકીનો એક હાથ ખેંચીને સોફાથી જમીન પર પણ પટકી દીધી અને તેને છોડીને ચાલી ગઈ હતી.
- બાળક સાથે હિંસાનો કિસ્સો સામે આવ્યા પછી 31 વર્ષીય નોકરાણીને અરેસ્ટ કરી લેવામાં આવી છે. જો તે દોષિત સાબિત થઇ તો તેને 10 વર્ષની સજા મળી શકે છે.

આ પણ વાંચો:-
બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ

X
Mother secretly installed cctv in house to see why baby cries after entry of servant
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી