3 વર્ષના દીકરાને પાઠ ભણાવવાના ચક્કરમાં મહિલાથી થઇ ગઈ ભૂલ, ભારે પડી પોતાની જ મજાક

મહિલાએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 01:47 PM
Mother got death threats after a video went viral posted on Social Media

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

અજબ-ગજબ ડેસ્ક: અમેરિકામાં એક મહિલાએ પોતાના દીકરાનો વીડિયો રેકોર્ડ કરવો મોંઘો પડી ગયો છે. વીડિયોમાં મહિલા પોતાના દીકરાનું માથું ટોયલેટ સીટની અંદર નાખતી દેખાય છે. આ વીડિયો મહિલાએ પોતાના એક દોસ્તને શેર કર્યો હતો, જેણે તેને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો અને તે વાયરલ થઇ ગયો. આ પછીથી મહિલાને ખરાબ કમેન્ટ્સ અને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ત્યાં જ પોલીસ પણ વીડિયો જોયા બાદ અલર્ટ પર છે અને તપાસ માટે કેટલાયે ડિટેક્ટિવ લગાવી દીધા છે.

* મજાકમાં પાઠ ભણાવવાનો પ્રયત્ન:
- ફ્લોરિડા સ્ટેટની લીઝબર્ગ સિટીમાં રહેતી કેટલિન વુલ્ફે 3 વર્ષના દીકરાની બદમાશી પર તેને સજા આપવાનું વિચાર્યું. મહિલાએ મોટા દીકરાઓ સાથે મળીને તેના નાના દીકરાને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો.
- મહિલાએ નાના દીકરાનું માથું ઊંધું કરીને ટોયલેટમાં નાખ્યું અને ફ્લશ કરી દીધું. નાનો દીકરો પછી ખોળામાં રડતો દેખાય છે. ત્યાં જ મોટો દીકરો તેનું આ રેકોર્ડિંગ કરી રહ્યો છે
- મહિલાએ જણાવ્યું કે આ બધું અમે માત્ર મજા લેવા માટે અને નાના દીકરાને પાઠ ભણાવવા માટે કર્યું, સાથે જ આ વીડિયો પણ બનાવ્યો હતો
- મહિલાના જણાવ્યા મુજબ, તેણે આ વિડીયો માત્ર પોતાની એક ફ્રેન્ડ સાથે શેર કર્યો હતો, જેના લીધે તે સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયો અને વાયરલ થઇ ગયો


* મળી રહી છે જાનથી મારી નાખવાની ધમકી:
- મહિલાએ બતાવ્યું કે માત્ર આટલા વીડિયોને જોઈને તેની આખી વાત સમજવી મુશ્કેલ છે માટે લોકો તેને ખોટી રીતે જોઈ રહ્યા છે અને ખરાબ કમેન્ટ્સ આપી રહયા છે.
- મહિલાના જણાવ્યા મુજબ, કેટલાક યુઝર્સ તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા છે.

* પોલીસે સારી કરી તપાસ:
- જોકે કેટલાયે યુઝર્સે આ વીડિયોને જોઈને પોલીસનો કોન્ટેક્ટ કર્યો છે અને બાળક સાથે આવા વર્તનનો વિરોધ કર્યો છે. આ પછી પોલીસે પણ તપાસના આદેશ આપી દીધા છે અને પોતાના ડિટેક્ટિવ કામે લગાવી દીધા છે.

આ પણ વાંચો:-
બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ

Mother got death threats after a video went viral posted on Social Media
Mother got death threats after a video went viral posted on Social Media
X
Mother got death threats after a video went viral posted on Social Media
Mother got death threats after a video went viral posted on Social Media
Mother got death threats after a video went viral posted on Social Media
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App