• Home
  • Ajab-Gajab
  • Interesting
  • માએ પોતાના દીકરાને જન્મ આપવા અપનાવી લોટસ બર્થ પ્રોસેસ, બાળકની ગર્ભનાળ કાપવાની પણ ડોક્ટર્સને ના

માએ પોતાના દીકરાને જન્મ આપવા અપનાવી લોટસ બર્થ પ્રોસેસ, બાળકની ગર્ભનાળ કાપવાની પણ ડોક્ટર્સને ના પાડી

વેનેસાએ ગર્ભનાળ એક બેગમાં રાખીને પ્લસેન્ટા સાથે બાળકની ચોથા દિવસની તસવીર પણ ફેસબુક પર શેર કરી

divyabhaskar.com | Updated - Jul 20, 2018, 08:18 PM
માએ પોતાના દીકરાને જન્મ આપવા અપનાવી લોટસ બર્થ પ્રોસેસ, બાળકની ગર્ભનાળ કાપવાની પણ ડોક્ટર્સને ના

અજબ-ગજબ ડેસ્કઃ આ કિસ્સો અમેરિકાના ટેક્સાસમાં રહેતી વેનેસા ફિશરના પુત્ર એસ્ટનના જન્મ સાથે જોડાયેલો છે. આ વર્ષે જાન્યુઆરીમાં જન્મેલો એસ્ટન ઈન્ટરનેટ પર ઘણો ચર્ચામાં રહ્યો હતો કારણકે વેનેસાએ તેના જન્મ માટે લોટસ બર્થ પ્રોસેસ અપનાવી હતી. જેના કારણે વેનેસાએ ડોક્ટર્સને બાળકની અમ્બિલિકલ કોર્ડ(ગર્ભનાળ) અને પ્લસેન્ટા(placenta - ગર્ભમાં રહેલા બચ્ચાની રક્ષા માટેનું આચ્છાદન) કાપીને અલગ કરવાની પણ ના પાડી દીધી. વેનેસા પોતાના બાળકને સંપૂર્ણ રીતે નેચરલ બર્થ આપવા માંગતી હતી.


* લોટસ બર્થ પ્રોસેસના ફાયદા
વેનેસાએ તેની પ્રેગ્નેન્સી દરમિયાન ઈન્ટરનેટ પર લોટસ બર્થ વિશે ઘણું વાંચ્યું હતું અને તેના ફાયદા પણ જાણ્યા હતા. લોટસ બર્થ પ્રોસેસમાં જન્મ બાદ બાળકની ગર્ભનાળ કાપવામાં આવતી નથી. બાળકને આ નાળ અને પ્લસેન્ટા સાથે જોડીને જ રાખવામાં આવે છે અને બાદમાં નાળ સૂકાઈને આપમેળે જ અલગ થઈ જાય છે. તેનો ફાયદો એ થાય છે કે, પ્લેસેન્ટા અને એમ્બિલિકલમાં રહેલું લોહી અને બાકી પોષક તત્વો બાળકમાં ટ્રાન્સફર થઈ જાય છે.

* પ્રોસેસે કર્યા ઈમોશનલ
વેનેસાએ કહ્યું કે, જ્યારે મને લોટસ બર્થ વિશે ખબર પડી તો તે બહુ ઈમોશનલ કરનારું લાગ્યું. મને થયું કે, જે ગર્ભનાળથી બાળક નવ માસ સુધી એટેચ રહે છે, તેને અચાનક શરીરથી અલગ કરવું બાળક માટે એક ખરાબ અનુભવ હોઈ શકે છે. વેનેસાએ વિચાર્યું કે, આપણે કેમ આ પ્રેગ્નેન્સીમાં લોટસ બર્થને ન અપનાવીએ અને નાળથી બાળકને અલગ ન કરીએ.

* 9 દિવસ જોડાયેલી રહી ગર્ભનાળ
ત્યારબાદ વેનેસાએ પોતાના ઘરમાં નેચરલ રીતે બાળક એસ્ટનને જન્મ આપ્યો. ત્યારે ડોક્ટરને ગર્ભનાળ અને પ્લસેન્ટા હટાવવા ના દીધા. વેનેસાએ ગર્ભનાળ એક બેગમાં રાખીને પ્લસેન્ટા સાથે બાળકની ચોથા દિવસની તસવીર પણ ફેસબુક પર શેર કરી. વેનેસાએ જણાવ્યું કે, 9 દિવસ સુધી નાળ એસ્ટન સાથે જોડાયેલી રહી અને પછી સૂકાઈને પડી ગઈ. ઇન્ફેક્શનથી બચવા માટે વેનેસાએ નાળ અને પ્લસેન્ટાને સુગંધિત જડીબુટ્ટીઓ સાથે કવર કરી એક બેગમાં રાખ્યા હતા. વેનેસા અને તેના પતિ નિકે ફેસબુક પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે,'અમે અહેસાસ કર્યો કે લોટસ બર્થથી જન્મેલું બાળક વધારે શાંત હોય છે.'


* ડોક્ટર્સનું લોજિક અલગ છે...
લોટસ બર્થ અંગે ડોક્ટર્સનું લોજિક અલગ જ છે. ન્યૂયોર્ક યુનિવર્સિટી લોન્ગોન મેડિકલ સેન્ટરના ડો. વિલિયમ સ્કવેઝર પ્રમાણે, પ્લસેન્ટા એક મૃત પેશી છે અને તેના શરીર સાથે જોડાયેલા રહેવાથી નુકસાન થઈ શકે છે. તેનાથી બાળકને ઇન્ફેક્શનનું જોખમ રહે છે.


* અમેરિકાની એક યુનિવર્સીટીના રિસર્ચમાં જાણવા મળ્યું કે, બાળકની ગર્ભનાળને અલગ કરવામાં 30થી 60 સેકન્ડ સુધી રાહ જોવામાં આવે તો પ્લસેન્ટામાં રહેલું લોહી અને તમામ પોષણ બાળકને મળી જાય છે.

પુતિનનું ગોલ્ડન પ્રાઇવેટ જેટ, 3400 કરોડના પ્લેનમાં છે સોનાનું ટોઇલેટ

માએ પોતાના દીકરાને જન્મ આપવા અપનાવી લોટસ બર્થ પ્રોસેસ, બાળકની ગર્ભનાળ કાપવાની પણ ડોક્ટર્સને ના
માએ પોતાના દીકરાને જન્મ આપવા અપનાવી લોટસ બર્થ પ્રોસેસ, બાળકની ગર્ભનાળ કાપવાની પણ ડોક્ટર્સને ના
X
માએ પોતાના દીકરાને જન્મ આપવા અપનાવી લોટસ બર્થ પ્રોસેસ, બાળકની ગર્ભનાળ કાપવાની પણ ડોક્ટર્સને ના
માએ પોતાના દીકરાને જન્મ આપવા અપનાવી લોટસ બર્થ પ્રોસેસ, બાળકની ગર્ભનાળ કાપવાની પણ ડોક્ટર્સને ના
માએ પોતાના દીકરાને જન્મ આપવા અપનાવી લોટસ બર્થ પ્રોસેસ, બાળકની ગર્ભનાળ કાપવાની પણ ડોક્ટર્સને ના
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App