ક્લાસના બાળકો યુવતીને કહેતા- 'તારા પગની વચ્ચેથી અજીબ સ્મેલ આવે છે', ત્યાર બાદ બાળકીને જવું પડ્યું હોસ્પિટલ

Divyabhaskar.com

Dec 07, 2018, 12:43 PM IST
Mom Begs Parents To Check Teens’ Texts For Cyberbullying After Her Daughter Plans Suicide
Mom Begs Parents To Check Teens’ Texts For Cyberbullying After Her Daughter Plans Suicide
Mom Begs Parents To Check Teens’ Texts For Cyberbullying After Her Daughter Plans Suicide

અજબ-ગજબ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં રહેનારી એક મહિલાએ જ્યારે પોતાની દીકરીના સુસાઇડ પ્લાન વિશે જાણવા મળ્યું, ત્યારે તેણે આ વિશે ફેસબૂકમાં જણાવતાં અન્ય પેરેન્ટ્સને પોતાના બાળકો પર નજર રાખવાની રિક્વેસ્ટ કરી હતી. જોકે, બાળકીને ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ ખૂબ જ વધારે પરેશાન કરતાં હતાં અને ટોણા મારતાં હતાં. જેના કારણે બાળકી ખૂબ જ વધારે તણાવમાં આવી ગઇ હતી. બાળકોએ તેનો એક વીડિયો પણ બનાવી લીધો હતો અને તેઓ કહેતા કે, તેના પગની વચ્ચેથી અજીબ સ્મેલ આવી રહી છે. અનેકવાર ફરિયાદ કર્યા બાદ પણ જ્યારે સ્કૂલ મેનેજમેન્ટે કોઇ કાર્યવાહી કરી નહીં ત્યારે બાળકીએ સુસાઇડ કરવાનો પ્લાન બનાવી લીધો હતો.

મહિલાએ ફેસબૂક પર પોતાની આપવીતી જણાવીઃ-
- આ સ્ટોરી પર્થમાં રહેનારી મહિલા લેધ ડેવી અને તેની 12 વર્ષની દીકરી ઇવાની છે. જેણે પોતાના સાથી વિદ્યાર્થીઓના ટોણાથી પરેશાન થઇને સુસાઇડ કરવાનો પ્લાન બનાવી લીધો હતો. પરંતુ યોગ્ય સમયે જાણકારી મળ્યાં બાદ તેના પેરેન્ટ્સ તેને લઇને હોસ્પિટલ ગયાં હતાં.
- બાળકીની સાથે થયેલી ઘટનાઓને લઇને મહિલાએ સોશ્યિલ મીડિયા પર એક પોસ્ટ લખી. જેમાં ઉલ્લેખવામાં આવ્યું કે, કઇ રીતે તેની દીકરીને ક્લાસમાં પરેશાન કરવામાં આવી રહી હતી અને સ્થિતિ કેટલી ખરાબ થઇ ગઇ હતી.
- પોતાની દીકરી વિશે જણાવતાં લેધે ફેસબૂક પર એક તસવીર શેર કરી જેમાં ઇવા હોસ્પિટલમાં પોતાના પિતા કાર્લની સાથે જોવા મળી રહી છે. લેધે જણાવ્યું કે, આ બધું વિદ્યાર્થીઓ દ્વારા થયેલી સતામણીનું પરિણામ છે. જે છેલ્લાં સાત મહિનાથી ઇવા પોતાની સ્કૂલમાં ભોગવી રહી હતી.
- મહિલાએ જણાવ્યું, 'સોશ્યિલ મીડિયાના આ સમયગાળામાં બાળકો વિચારે છે કે, કોઇને નફરત ભર્યા મેસેજ મોકલવામાં કંઇ ખોટું નથી. મારી દીકરીને પરેશાન કરનાર થોડાં બાળકો મને ફોન કરીને વૃદ્ધ ચુડેલ કહી રહ્યા હતાં. કેમ કે, હું તેમના પેરેન્ટ્સ સાથે વાત કરીને પોતાની દીકરીનો બચાવ કર્યો હતો.'

પગની વચ્ચેથી આવતી સ્મેલનો વીડિયો મોકલ્યોઃ-
- મહિલાએ જણાવ્યું, અમારી દીકરીને એક એવો વીડિયો મોકલવામાં આવ્યો હતો, જેમાં તે પોતાની ક્લાસમાં થોડાં પગ પહોળા કરીને બેઠી હતી. તે વીડિયોની સાથે એક કેપ્શન પણ લખાયેલું હતું, જે પગની વચ્ચેથી આવી રહેલી સ્મેલને લઇને હતું. આ વીડિયો બાદ તેણે સુસાઇડ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
- આ વીડિયો તેને સ્નેપચેટ પર મોકલવામાં આવ્યો હતો. ત્યાર બાદ મેં લગભગ ડોઢ કલાક પોલીસની સાથે વિતાવ્યો અને તે સમજવાની કોશિશ કરી રહી હતી કે, આ વીડિયોને ફોટોગ્રાફિંગ અને પોર્નોગ્રાફિક મટેરિયલ માનવામાં આવશે કે નહીં. મહિલાએ આગળ જણાવ્યું, હા જો 12 વર્ષની બાળકીની સાથે પણ કંઇ ખોટું થયું છે તો તે પણ કેસ કરી શકે છે. જોકે, અમારી દીકરીએ આવું કંઇ જ કર્યું નથી.
- મહિલા પ્રમાણે તે વીડિયોના કારણે તેનો મજાક બની રહ્યો હતો. ત્યાં જ, જે યુવતીએ આ વીડિયો પોસ્ટ કર્યો હતો, તેનો બસ થોડો સમય બરબાદ થઇ ગયો. જે યુવકે તે વીડિયો બનાવ્યો હતો, તેનું કંઇ જ બગડ્યું નથી. કેમ કે, કોઇએ જણાવ્યું નહીં કે આ હરકત કોણે કરી હતી.

પોતાને અનેકવાર નુકસાન પહોંચાડી ચૂકી છે આ બાળકીઃ-
- 'ઇવા સ્કૂલમાં અનેકવાર પોતાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી ચૂકી હતી. ત્યાર બાદ તેને પાછી ઘરે મોકલી દેવામાં આવી હતી. તેને પેન્સિલ શાર્પનર રાખવાની અનુમતિ પણ હતી નહીં. કેમ કે, તે તેની બ્લેડ કાઢીને પોતાને કાપવા લાગતી હતી.'
- લેધે જણાવ્યું, 'ફરિયાદ બાદ પણ શિક્ષા વિભાગે મારી દીકરીને ખરાબ રીતે પરેશાન કરનાર વિદ્યાર્થીઓને સ્કૂલની બહાર કર્યાં નહીં. આ બાબતે તેમણે જણાવ્યું કે, દરેક બાળકને શિક્ષા લેવાનો અધિકાર છે. ત્યાર બાદ તેમણે સલાહ આપતાં કહ્યું કે, અમારે અમારી દીકરીને શિખવાડવું જોઇએ કે, તે પરેશાન કરનાર વિદ્યાર્થીઓનો સામનો કેવી રીતે કરે'
- બાળકીની સાથે થયેલી આ ઘટના બાદ તેની માતા અન્ય પેરેન્ટ્સને પોતાના બાળકોના મેસેજ ચેક કરવાની રિક્વેસ્ટ કરવા લાગી છે. જેથી તેમને જાણકારી મળે કે, કોઇ તેમને પરેશાન કરી રહ્યું છે કે નહીં. સાથે જ, તેઓ પણ બીજાની સાથે સારો વ્યવહાર કરી રહ્યા છે કે નહીં.

આ પણ વાંચોઃ- 19 વર્ષની યુવતીને હ્રદયમાં થતો હતો દુખાવો, ડોક્ટર સતત અસ્થમા જણાવી આપતાં રહ્યા દવાઓ

X
Mom Begs Parents To Check Teens’ Texts For Cyberbullying After Her Daughter Plans Suicide
Mom Begs Parents To Check Teens’ Texts For Cyberbullying After Her Daughter Plans Suicide
Mom Begs Parents To Check Teens’ Texts For Cyberbullying After Her Daughter Plans Suicide
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી