• Home
  • Ajab-Gajab
  • Interesting
  • વ્યક્તિએ ગૂગલમાં સર્ચ કર્યું પોતાનું નામ, Man wins defamation case against google

વ્યક્તિએ ગૂગલમાં સર્ચ કર્યું પોતાનું નામ, રિઝલ્ટ જોઇને Google પર કર્યો માનહાનિનો કેસ

ગૂગલ વિરૂદ્ધ કેસમાં વ્યક્તિને મળી જીત, Google પોતાની ભૂલ સ્વરૂપે ચૂકવવા પડ્યા લાખો રૂપિયા

Divyabhaskar.com | Updated - Jun 18, 2018, 03:40 PM
વ્યક્તિએ ગૂગલમાં સર્ચ કર્યું પોતાનું નામ, Man wins defamation case against google

અજબ ગજબ ડેસ્કઃ ગૂગલે એક એવું માધ્યમ બનાવ્યું છે જેમાં તમે ઘરે બેસીને દુનિયા વિશે જાણી શકો છો. ઘણાં લોકો તો ગૂગલમાં એવી વસ્તુઓ સર્ચ કરે છે, જેને જોયા બાદ તેઓ પોતે પણ આશ્ચર્ય પામે છે. આવો જ એક મામલો ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિને ખોટી જાણકારી મળવા પર ગૂગલ પર માનહાનિનો કેસ કર્યો અને તે જીતી પણ ગયો.

વાંચોઃ- માતાએ દીકરીને આપી ગાર્ડનમાંથી મળેલી પિસ્તોલ, દીકરીએ માતા પર જ ચલાવી દીધી

ગૂગલે જણાવ્યું ગેંગસ્ટર, જોઇને ઊડી ગયા હોશઃ-

અમેરિકન મીડિયા રિપોર્ટ પ્રમાણે મામલો 2004નો છે. મેલબર્નના મિલોરેડ તુર્કઝલા નામના વ્યક્તિને એક અજાણ્યા વ્યક્તિએ ગોળી મારી દીધી હતી. ત્યાર બાદ તુર્કઝલાએ પોતાનું નામ ગૂગલમાં સર્ચ કર્યું. સર્ચ કર્યા બાદ જે જાણકારી સામે આવી તેને જોઇને તર્કુઝલાના હોશ ઊડી ગયા. ગૂગલ પર તુર્કઝલાની તસવીર અને જાણકારી એક ડ્રગ માફિયા, ગૈંગસ્ટર સ્વરૂપે દર્શાવવામાં આવી હતી.

વ્યક્તિએ ગૂગલ પર કર્યો માનહાનિનો કેસઃ-

તુર્કઝલાને સંપૂર્ણ મામલો સમજમાં આવી ગયો કે આખરે તેની સાથે શું થઇ રહ્યું છે. ત્યાર બાદ તેણે ગૂગલ પર કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો અને ઓસ્ટ્રેલિયન કોર્ટમાં ગૂગલ વિરૂદ્ધ માનહાનિનો કેસ લગાવી દીધો. આ કેસમાં તુર્કઝલા જીતી ગયો અને ગૂગલે પોતાની ભૂલની ભરપાઈ સ્વરૂપે તુર્કઝલાને ડોઢ લાખ ડોલર મળ્યાં.

વ્યક્તિએ ખખડાવ્યો હાઇકોર્ટનો દરવાજોઃ-

નોંધનીય છે કે, તુર્કઝલાએ ગૂગલ પર એક અન્ય કેસ કરી દીધો છે. તુર્કઝલાનો આરોપ છે કે જો મેલબર્નના અપરાધી વિશે સર્ચ કરવામાં આવે તો તેનું જ નામ સામે આવે છે. ગૂગલ સર્ચ એન્જિનમાં ઓટોકંપલીટ પ્રેડિક્શન ખોટું છે અને તે તેનું નામ સામે લાવી દે છે. જોકે, આ કેસ ગૂગલ જીતી ગયું છે. હવે તુર્કઝલાએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કોર્ટે નિર્ણય આપ્યો કે આ કેસમાં કોઇ સાબિતી નથી. તેના બાદ તુર્કઝલાના કેસ પર ગૂગલે અત્યાર સુધી કોઇ કમેન્ટ કરી નથી.

X
વ્યક્તિએ ગૂગલમાં સર્ચ કર્યું પોતાનું નામ, Man wins defamation case against google
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App