divyabhaskar.com
Sep 12, 2018, 01:26 PM IST(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)
અજબ-ગજબ ડેસ્ક: અમેરિકામાં રહેતા એક વૃદ્ધ વ્યક્તિએ પોતાના ઘરે નવા કૂતરાને લઈને આવ્યા. પણ તેઓ તેમનાથી પ્રભાવિત થયા નહીં અને એક જ અઠવાડિયામાં તેને પરત કરવાની તૈયારી કરી લીધી. આ દરમિયાન તેણે રાત્રે ઊંઘતા સમયે અચાનક હાર્ટ એટેક આવી ગયો. બાજુમાં સૂતી તેમની પત્ની આ વાતથી અજાણ હતી, પણ કૂતરાએ પત્નીને એલર્ટ કરી દીધી. પછી તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા અને તેમનો જીવ બચી ગયો. જયારે વૃદ્ધ વ્યક્તિ ઠીક થઈને ઘરે પરત ફર્યા ત્યારે ફેમિલીને કૂતરાની વફાદારીનો અહેસાસ થયો અને તેને ઘરમાં જગ્યા મળી.
* કૂતરાએ ફેમિલીને એલર્ટ કર્યું:
- કિસ્સો ગયા વર્ષનો છે, જયારે ઉતાના સેન્ડીમાં રહેતા 82 વર્ષના જિમ કપૂર પોતાના ઘરે 7 મહિનાના કૂતરાને લઈને આવ્યા હતા. જોકે તેમણે તે જ અઠવાડિયે પરત કરી દેવાનું વિચાર્યું હતું
- જિમ તેને પરત કરે તેની આગળની રાતે તેમને જોરદાર એટેક આવ્યો. તે ઊંઘમાં હતા અને પાસે ઊંઘતી વાઈફ તેમની આ વાતથી અજાણ હતી.
- ત્યાં જ તેમનું ડોગ છાતી પર આવીને બેસી ગયું અને રડવા લાગ્યું. જૂડીએ રડવાનો અવાજ સાંભળ્યો તો તેને લાગ્યું કે જિમે કોઈ ખરાબ સપનું જોયું અને તે ઊંઘમાં રડે છે
- જૂડીએ તેના પતિને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ જવાબ મળ્યો નહીં. લાઈટ ચાલુ કરતા જોવા મળ્યું કે ડોગી પતિની છાતી પર બેસીને રડતું હતું
- કૂતરાની સમજદારીના લીધે વૃદ્ધ સમયસર હોસ્પિટલ પહોંચ્યા અને તેમનો જીવ બચી ગયો.
* ફેમિલીને સમજાઈ ડોગીની કિંમત:
- અત્યાર સુધી જૂડીને આ વાતનો અહેસાસ થઇ ચુક્યો હતો કે જો તેમનું નવું ડોગી ન હોત તો જિમનો જીવ બચાવવો મુશ્કેલ હતો.
- રિકવરી પછી જિમને જયારે ભાન આવ્યું તો પત્નીએ તેના ડોગીની સમજદારીની કહાણી સંભળાવી અને પછી તેને પરત નહીં મોકલવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો:-
બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ