તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય ચેકઅપ કરાવવા હોસ્પિટલ ગયું'તું કપલ, તપાસ કરનાર ડોક્ટર્સની ભૂલથી મૃત્યુ પામી યુવતી છતાં હોસ્પિટલે ન માંગી માફી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ ઇગ્લેન્ડમાં એક કપલ માટે રૂટીન ચેકઅપ અનેક મુશ્કેલીઓ લઇને આવી ગયું, જેનો અફસોસ પરિવારને આખું જીવન રહેશે. પતિ તેની પત્નીનો એન્જિયોગ્રામ કરાવવા માટે તેને હાર્લોના એક હોસ્પિટલમાં લઇને ગયો હતો. પરંતુ ડોક્ટર્સન ભૂલના કારણે પત્નીને સતત બે અટેક આવી ગયા અને તેનું મૃત્યુ થઇ ગયું. હોસ્પિટલે આ ભૂલ બદલ પરિવારને 6 કરોડ રૂપિયાનું ભુગતાન તો આપ્યું, પરંતુ આજ સુધી માફી માંગી નથી.

 

ડોક્ટર્સની બેદરકારી ભારે પડીઃ-
- મામલો વર્ષ 2013નો છે જ્યાં સ્ટીવર્ડ જોન્સ એસેક્સના હાર્લો શહેરમાં સ્થિત પ્રિન્સેજ એલેક્ઝેન્ડ્રા હોસ્પિટલમાં પત્ની કેટના રૂટિન ચેકઅપ માટે ગયો હતો.
- કેટની સંકોચાતી નસને ચેક કરવા માટે એન્જિયોગ્રામ થવાનું હતું. પરંતુ મેડિકલ સ્ટાફની ભૂલના કારણે આ રૂટીન ચેકઅપ જીવલેણ સાબિત થઇ ગયું.
- બ્યૂટીશિયનનું કામ કરતી કેટને વધતી હાર્ટ બીટની સામાન્ય ફરિયાદ હતી. જોકે, કોલેસ્ટ્રોલનું લેવલ હાઈ હોવાના કારણે તેને હાર્ટની બીમારી હોવાના ચાન્સ વધારે હતાં.
- આવી સ્થિતિમાં એન્જિયોગ્રામ થવું જરૂરી હતું. આ ટેસ્ટ દર વર્ષે 1 લાખથી વધારે લોકોને કરવામાં આવે છે. જેમાં ડોક્ટર્સ ધમની દ્વારા વાયરને હાર્ટની અંદર નાખે છે.
- પરંતુ કેટના મામલમાં ડોક્ટર્સે આ વાયરને કોઇ અન્ય ધમનીની જગ્યાએ મુખ્ય ધમનીમાં નાખી દીધો. આવું થતાં જ તેને પહેલો અટેક આવ્યો અને હાર્ટે કામ કરવાનું બંધ કરી દીધું. 
- જોકે, આવા મામલાઓમાં ડોક્ટર્સ હાર્ટને ફરી ચાલૂ કરવામાં સફળ થઇ જાય છે પરંતુ કંસલ્ટેન્ટને બોલાવવામાં 15 મિનિટનો સમય લાગ્યો જેથી સ્થિતિ વધારે ખરાબ થઇ ગઇ.
- આખરે જ્યારે કંસલ્ટેડ કાર્ડિયોલોજિસ્ટ આવ્યાં ત્યારે ધમનીનું બ્લડ સર્કુલેશન યોગ્ય કરવા માટે વાયરલ અંદર નાખવામાં મુશ્કેલીઓ આવવા લાગી. ત્યારે કેટને બીજો અટેક આવ્યો અને તેનું મૃત્યુ થઇ ગયું.

 

હોસ્પિટલે માફી માંગી નહીંઃ-
- હર્ટફોર્ડશાયરમાં પોતાના ચાર બાળકોની સાથે રહેનાર જોન્સે જણાવ્યું કે, આ મામલો સામે આવ્યાં બાદ તેણે હોસ્પિટલ વિરૂદ્ધ લીગલ એક્શન લીધું હતું. જોન્સે કહ્યું કે, હોસ્પિટલને પાઠ ભણાવવો જોઇએ, જેથી આવું કોઇ અન્ય પરિવાર સાથે થાય નહીં. આ કેસ પછી હોસ્પિટલે હાલમાં જ પરિવારને 6 કરોડ રૂપિયા ભુગતાન આપ્યું. પરંતુ આટલી મોટી ભૂલ થયા બાદ પણ હોસ્પિટલે માફી માંગી નહીં અને તેને લઇને જોન્સને આજ સુધી અફસોસ છે.

 

આ પણ વાંચોઃ- 5 વર્ષથી ઘરમાં જ પોતાના દીકરા સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો પિતા, વીડિયો અને તસવીર ઇન્ટરનેટ પર કરતો શેર