યુવતી જેવા હોઠ મેળવવા યુવકે ખર્ચી નાખ્યાં સાડા 12 લાખ રૂપિયા, દર વખતે ઇન્જેક્શન લેતાં જ ફાટી જાય છે હોઠ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ ઇગ્લેન્ડના રહેનાર જેમ્સ હોલ્ટને પોતાનો ઓરિજનલ લૂક ગમતો નહોતો. 16 વર્ષની ઉંમરથી જ તેણે લિપ્સ (હોઠ) મોટાં કરાવવા માટે ઇન્જેક્શન લેવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ દરેક વખતે હોઠ બ્લાસ્ટ(ફાટવું) થઇ જતાં અને અંદર ભરાયેલું લિક્વિડ બહાર આવી જતું હતું. છતાંય જેમ્સે હિંમત હારી નહીં. તે અત્યારે પણ દર 2 થી 3 મહિનામાં આ કોશિશ શરૂ રાખે છે. આ પ્રક્રિયામાં તે અત્યાર સુધી સાડા 12 લાખ રૂપિયા ખર્ચ કરી ચૂક્યો છે. આ સિવાય તે નાક, ગળું અને ચિનને વધારવાની સર્જરી કરાવી ચૂક્યો છે. તે અઠવાડિયામાં બેવાર પોતાના દાંત પણ સફેદ કરાવે છે.

 

લોકોનું અટેન્શન મળે તે ગમે છેઃ-
- મેનચેસ્ટરનો રહેનાર 24 વર્ષીય જેમ્સ પોતાના દુબળા-પાતળા લૂકને લઇને ખૂબ જ પરેશાન રહેતો હતો. માટે તેણે ફિલર્સ (કદ વધારવા માટે વપરાતી વસ્તુ) વિશે વિચાર્યું હતું. જોકે, હોઠના મામલે દરેક એક્સપેરિમેન્ટ નિષ્ફળ રહ્યા હતાં.
- જેમ્સે કહ્યું કે, મને થોડી પરેશાનીઓ છે, જેમાં ફિલર્સ લિપ્સથી બહાર આવી જાય છે. કેમ કે, ફિલર્સ લિપ્સમાં જરૂરિયાત કરતાં વધારે ભરાયેલાં હોય છે અને લિપ્સ તેને અપનાવવા માટે તૈયાર હોતાં નથી. દરેક વખતે ફિલિંગ કરાવતાં જ હોંઠ ફાટી જાય છે.
- જેમ્સ પ્રમાણે, ટ્રીટમેન્ટ બાદ મારા હોઠનો આકાર પણ મોટાભાગે ખરાબ થઇ જાય છે. પરંતુ તે આ પ્રક્રિયા ત્યાં સુધી શરૂ રાખશે જ્યાં સુધી તેને યોગ્ય લૂક મળે નહીં.
- જેમ્સ પ્રમાણે, હું હંમેશાં સામાન્ય લોકો કરતાં અલગ દેખાવા માંગતો હતો અને ચહેરાના રિકંસ્ટ્રક્શન બાદ મને સારું ફીલ થાય છે. મને લોકોનું અટેન્શન મળી રહ્યું છે અને તે મને ખૂબ જ સારું લાગે છે.
- જોકે, જેમ્સનો પરિવાર અને તેના ફેન્સ આ નિર્ણયથી ખુશ નથી. તેમને ચિંતા થાય છે કે પરફેક્ટ લિપ્સ અને પાઉટના ચક્કરમાં કોઇ દિવસે આખો ચહેર ફાટી ન જાય.

 

આખા ચહેરાની સર્જરી કરાવી ચૂક્યો છેઃ-
- હોઠ જ નહીં જેમ્સ પોલેન્ડ જઇને સારા લૂક માટે નાકની પણ સર્જરી કરાવી ચૂક્યો છે. જેની માટે તેણે સાડા 3 લાખ રૂપિયા ખર્ચ કરવા પડ્યા હતાં. તેણે આટલી જ રકમ ખર્ચ કરી ગાલ પણ ભરાવદાર બનાવ્યાં છે અને લગભગ 1 લાખમાં પોતાના ચિનનો શેપ પણ યોગ્ય કરાવ્યો છે.
- તે વર્ષમાં બે વાર પોતાના દાત સફેદ કરાવે છે અને આર્મપિટમાં બોટોક્સ ઇન્જેક્શન લગાવે છે, જેથી તેને પરસેવો ન થાય. હવે તે પરસેવાથી બચવા માટે પોતાના સ્વેટ ગ્લેંડ્સ (શરીરમાં દ્રવ્ય ઝરતી ગ્રંથિ) પણ કઢાવવાનું વિચારી રહ્યો છે.
- છેલ્લાં ત્રણ વર્ષથી જેમ્સ પોતાની બેકસાઇડ વધારવા માટે કોલ્ડ થેરેપી લઇ રહ્યો છે અને તેના પર તે લગભગ 2 લાખ રૂપિયા ખર્ચ કરી ચૂક્યો છે. જોકે, સારું પરિણામ ન મળતાં તે હવે ઇમ્પ્લાન્ટ કરાવવાનું વિચારી રહ્યો છે.

 

આ પણ વાંચોઃ- લોકો જેને સમજી રહ્યા છે બનાવટી ચામાચીડિયું, હકીકતમાં આફ્રિકાના જંગલોમાં મળી આવે છે આવા વિશાળ 'હૈમરહેડ ચામાચીડિયા'